જાણવા જેવું | મોંઘવારીનો માર નોનવેજ કરતાં વેજ થાળી પર વધુ, 'શાકાહાર' એક વર્ષમાં 24 ટકા મોંઘો થયો

Food Inflation Rate: દેશમાં મોંઘવારી આસમાને પહોંચી રહી છે. મોંઘવારીનો માર સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. દેશમાં નોનવેજ થાળી કરતાં વેજ થાળીમાં મોંઘવારી વધુ અસર કરી રહી હોવાની ચોંકાવનારી વિગતો રેટિંગ ફર્મ ક્રિસિલના એક રિપોર્ટમાં સામે આવી છે.

Food Inflation Rate: દેશમાં મોંઘવારી આસમાને પહોંચી રહી છે. મોંઘવારીનો માર સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. દેશમાં નોનવેજ થાળી કરતાં વેજ થાળીમાં મોંઘવારી વધુ અસર કરી રહી હોવાની ચોંકાવનારી વિગતો રેટિંગ ફર્મ ક્રિસિલના એક રિપોર્ટમાં સામે આવી છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Food Inflation | Nonveg Thali | Veg Thali | News in Gujarati

મોંઘવારીનો માર માંસાહાર કરતાં શાકાહાર પર વધુ (પ્રતિકાત્મક તસવીર)

મોંઘવારીનો માર માંસાહાર કરતાં શાકાહાર પર વધુ પડ્યો હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું સમજવામાં આવતું હોય છે કે શાકાહાર કરતાં માંસાહાર મોંઘો હોય છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા જેવી સ્થિતિ સામે આવી છે. આસમાનને અડી રહેલી મોંઘવારીમાં નોનવેજ કરતાં વેજ થાળી 24 ટકા વધુ મોંઘી બની છે. રેટિંગ ફર્મ ક્રિસિલના એક રિપોર્ટમાં વિચારતા કરી દે એવી વિગતો બહાર આવી છે.

Advertisment

મોંઘવારીનો માર દેશવાસીઓને ભારે હાલાકી સર્જી રહ્યો છે. શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાથી ભારતીય પરિવારોના બજેટને અસર થઈ છે. રોજિંદા ખોરાકનો ખર્ચ પણ હવે પરિવારોને પરેશાન કરી રહ્યો છે. મોંઘવારી ઓછી ન થવાનો ભય સંકટ વધારી રહ્યો છે. શાકાહારી થાળી 24.26 ટકા અને માંસાહારી થાળી 12.54 ટકા મોંઘી થઈ છે.

ખાદ્યપદાર્થોમાં ભાવ વધારો

રેટિંગ ફર્મ ક્રિસિલના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટ 2022ની સરખામણીમાં ઓગસ્ટ 2023માં શાકાહારી થાળીની કિંમત 24.26 ટકા વધીને 33.8 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે માંસાહારી થાળીની કિંમત 12.54 ટકા વધીને 67.3 રૂપિયા થઈ ગઈ છે.

આનો અર્થ એ થયો કે પાંચ જણના પરિવારે લંચ કે ડિનર માટે શાકાહારી થાળી તૈયાર કરવા માટે દિવસમાં 33 રૂપિયા વધુ અને નોન-વેજ થાળી માટે 37.5 રૂપિયા વધુ ખર્ચવા પડે છે. જો લંચ અને ડિનર બંને માટે ભોજન તૈયાર કરવું હોય તો પાંચ જણના પરિવારે શાકાહારી થાળી માટે દર મહિને 1980 રૂપિયા અને નોન-વેજ થાળી માટે 2250 રૂપિયા ખર્ચવા પડશે.

Advertisment

આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ના ડેટા અનુસાર, 2022 માં, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં એક પુરૂષ ખેતમજૂરને રોજની સરેરાશ 323.2 રૂપિયા થાય. જો તેણે મહિનામાં 20 દિવસ કામ કર્યું હોત તો તેની માસિક કમાણી 6500 રૂપિયાની આસપાસ હોય. જો ઘરમાં બે કમાતા સભ્યો હોય, તો પગારનો 78 ટકા ભાગ મહિના માટે શાકાહારી થાળી (બપોરનું ભોજન અને રાત્રિભોજન બંને) તૈયાર કરવામાં ખર્ચ થઇ જાય એમ છે.

આવકના 78 ટકા ખાદ્ય પદાર્થો પાછળ ખર્યાયા બાદ આવકના માત્ર 22 ટકા બચે જે શિક્ષણ, આરોગ્ય, કપડાં, મુસાફરી અને વીજળી ખર્ચ માટે બાકી રહે એમ છે. આવી સ્થિતિમાં પરિવારોએ તેમના રોજિંદા ખોરાકની ગુણવત્તા અને વિવિધતા સાથે સમાધાન કરવું પડે. પારિવારિક બજેટને નિયંત્રણમાં રાખવા માટે ખાવા-પીવાના ખર્ચમાં કાપ મૂકવો પડે એમ છે.

Crisil Report | Food Inflation Rate | Veg Thali | Nonveg Thali | News in Gujarati | Gujarati News
મોંઘવારી ક્યારે કેટલી? (સ્ત્રોત: ક્રિસિલ)

વેજ કે નોન-વેજ થાળીમાં શું?

ભારતમાં, થાલી એ ખોરાકની એક પ્લેટ છે જેમાં અનેક વાનગીઓનો સમાવેશ થાય છે અને તે તમામ એકબીજાના પૂરક છે. સાદી શાકાહારી થાળીમાં રોટલી, શાક (ડુંગળી, ટામેટા અને બટેટા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. નોન-વેજ થાળીમાં પણ આવું જ થાય છે, દાળને બદલે ચિકન લેવામાં આવે છે.

થાળીની કિંમતની ગણતરી કેવી રીતે?

CRISIL કહે છે કે ઘરે થાળી તૈયાર કરવાનો સરેરાશ ખર્ચ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પ્રવર્તમાન ઘટકોના ભાવના આધારે ગણવામાં આવે છે. દર મહિને વસ્તુઓના ભાવમાં થતા ફેરફારની અસર સામાન્ય માણસના ખર્ચ પર દેખાઈ રહી છે. ડેટા એ પણ દર્શાવે છે કે થાળીના ભાવમાં ફેરફાર કરતી મુખ્ય વસ્તુઓ અનાજ, કઠોળ, ચિકન, શાકભાજી, મસાલા, ખાદ્ય તેલ, રસોઈ ગેસ વગેરે છે.

થાળીના ભાવ વધવાનું કારણ શું?

શાકાહારી થાળીના ભાવમાં 24.26 ટકાનો વધારો થયો છે. ટામેટાના ભાવમાં 21 ટકાનો વધારો જવાબદાર છે. ગયા વર્ષે 37 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટા ઓગસ્ટમાં 176 ટકા વધીને 102 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. CRISIL મુજબ, ઓગસ્ટ 2022 થી, ડુંગળીના ભાવમાં 8 ટકા, મરચાના ભાવમાં 20 ટકા અને જીરાના ભાવમાં 158 ટકાનો વધારો થયો છે, જેના કારણે શાકાહારી થાળીના ભાવમાં એક ટકાનો વધારો થયો છે.

માંસાહારી થાળીની કિંમતમાં વધારો ધીમો છે. તેનું કારણ ચિકન (બ્રોઈલર બ્રીડ)ની કિંમત જણાવવામાં આવી રહી છે, જે કુલ કિંમતના 50 ટકાથી વધુ છે. આ વર્ષે ચિકનના ભાવમાં 1-3 ટકાનો નજીવો વધારો થવાનો અંદાજ છે. ક્રિસિલના જણાવ્યા અનુસાર, વનસ્પતિ તેલના ભાવમાં વાર્ષિક ધોરણે 17 ટકા અને બટાકાની કિંમતમાં 14 ટકાના ઘટાડાથી બંને થાળીના ભાવમાં અમુક અંશે ઘટાડો થયો હતો.

શું થાળીના ભાવ ઘટશે?

CRISIL અનુસાર, સપ્ટેમ્બરમાં ખર્ચમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે કારણ કે જુલાઈ 2023થી ટામેટાંની છૂટક કિંમત અડધી થઈને રૂ. 51 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો થયો છે. ઓગસ્ટમાં એક સિલિન્ડરની કિંમત 1,103 રૂપિયા હતી. સપ્ટેમ્બરથી તે 903 રૂપિયા થઈ ગયો છે. તેનાથી ગ્રાહકોને રાહત મળશે.

જોકે, નજીકના ભવિષ્યમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નથી. ભારતનો છૂટક ફુગાવો ઓગસ્ટમાં 7 ટકાની આસપાસ રહેવાની ધારણા છે, જે જુલાઈમાં 7.44 ટકાની 15 મહિનાની ઊંચી સપાટીએ હતી. બટાટાના ભાવ દર બે વર્ષે વધે છે અને ડુંગળીના ભાવ દર 2.5 વર્ષે વધે છે. ટામેટાના ભાવ લગભગ દર જૂન-જુલાઈમાં વધે છે. જોકે, શાકભાજીના ભાવમાં આંચકો ભારત માટે નવી વાત નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ