ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણી પરિણામોએ નક્કી કરી દીધું છે કે ભાજપનો ઉ્તર પૂર્વના રાજ્યોમાં પ્રભાવ વધ્યો છે. નાગાલેન્ડમાં સત્તારુઢ એનડીપીપી-ભાજપ ગઠબંધને ગુરુવારે 33 સીટો જીતીને 60 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી મેળવી છે. ત્રિપુરામાં ભાજપ ફરીથી સરકાર બનાવશે. 2018માં ભાજપના ત્રિપુરામાં 25 વર્ષથી કાબિજ વામપંથીને સત્તામાંથી બહાર કર્યા હતા. મેઘાલયમાં પણ ભાજપની સ્થિતિ સુધરી છે. એટલા માટે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભાજપને કોંગ્રેસને પાછળ પાડી દીધી છે. આગામી વર્ષ 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી થશે. આ પહેલા ઉત્તર-પૂર્વી રાજ્યોમાં આ જીતથી ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. આ પહેલા ઉત્તર-પૂર્વી રાજ્યોમાં આ જીતથી ભાજપમાં ઉત્સાહનો માહોલ છે.
અરુણાચલ અને મણિપુરમાં પણ ભાજપ સત્તામાં છે
આસામમાં ભાજપની સરકાર છે. 2016માં ભાજપે આસામમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં ભાજપે કોંગ્રેસના મુખ્યપ્રધાન પેમા ખાંડુની પાર્ટીને પોતાના પક્ષમાં ઉતારી છે. 2019ની અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60માંથી 41 બેઠકો જીતી હતી. મણિપુર 2017માં ભાજપે જીત્યું હતું અને પૂર્વ કોંગ્રેસી એન બિરેન સિંહ મુખ્યમંત્રી બન્યા હતા. 2022માં ફરી ભાજપને અહીં જીત મળી. સિક્કિમ અને મિઝોરમમાં સ્થાનિક પક્ષો સત્તામાં છે.
આસામ અને ત્રિપુરા હિંદુ બહુમતીવાળા રાજ્યો છે, પરંતુ બાકીના ઉત્તરપૂર્વમાં, આદિવાસીઓ અને ખ્રિસ્તીઓ બહુમતી બનાવે છે. આમાંના ઘણા આદિવાસી અને ખ્રિસ્તીઓ અંગ્રેજી બોલે છે. આમ છતાં ત્યાં ભાજપનો પ્રભાવ વધ્યો છે.
પૂર્વોત્તર આસામમાં ભાજપની પ્રથમ જીત 2016 માં મળી હતી. કેન્દ્રમાં મોદી સરકાર પ્રથમ વખત સત્તામાં આવ્યાના બે વર્ષ પછી. 2015માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી નારાજ કોંગ્રેસના યુવા અને પ્રભાવશાળી નેતા હિમંતા બિસ્વા સરમા ભાજપમાં જોડાયા હતા.
સરમા હવે આસામના મુખ્યમંત્રી છે. તેમના નેતૃત્વ હેઠળ નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) ની રચના કરવામાં આવી હતી, જેથી કરીને ભાજપ પ્રાદેશિક શક્તિઓ સાથે કામ કરીને પ્રદેશમાં પ્રવેશ કરી શકે અને જેઓ કોંગ્રેસ અને અન્ય પક્ષોથી નારાજ હતા તેમને ભાજપમાં લાવી શકે.