North India Cold, Winter in North India: દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. મંગળવાર સવારે પણ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઘાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું છે. આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત નહીં મળે એવું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં 11 અને 12 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે. ગુરાતમાં બે દિવસ ધીમી પડેલી ઠંડી હવે ધીમે ધીમે વધતી જાય છે. ઉત્તર ભારતમાં પડેતી ઠંડીની અરજી ધીમે ધીમે વર્તાય છે. ગુજરાતમાં સરેરાશ એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે સૌથી વધારે ઓખામાં 20.4 ડિગ્રી સેલ્સિય તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં સરેરાશ એક ડિગ્રી તાપમાન ગગડ્યું
ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડવાનું શરૂ છે. ગુજરાતમાં સોમવારે સરેરાશ એક ડિગ્રી જેટલું તપામના નીચું આવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે સૌથી વધારે ઓખામાં 20.4 ડિગ્રી સેલ્સિય તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં વિવિધ જગ્યાએ સરેરાશ 12થી 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું હતું.
સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 29.7 15.3 ડીસા 29.8 15.3 ગાંધીનગર 29.0 13.2 વલ્લભ વિદ્યાનગર 30.0 13.3 વડોદરા 29.6 15.4 સુરત 30.7 19.3 વલસાડ 00 19.0 દમણ 30.0 16.6 ભુજ 31.0 15.6 નલિયા 29.8 12.4 કંડલા પોર્ટ 28.2 17.0 કંડલા એરપોર્ટ 29.8 15.4 ભાવનગર 29.2 16.2 દ્વારકા 28.0 18.6 ઓખા 26.2 20.4 પોરબંદર 31.0 16.0 રાજકોટ 32.0 16.9 વેરાવળ 30.5 19.8 દીવ 29.1 17.3 સુરેન્દ્રનગર 30.3 15.8 મહુવા 30.6 15.6
દિલ્હી હરિયાણામાં થઈ શકે છે વરસાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 અને 12 જાન્યુઆરીએ દિલ્હી, હરિયાણા, યુપી અને પંજાબમાં હળવો ઝરમર વરસાદ જોવા મળી શકે છે. જ્યારે આ સમયે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોના હવામાન પર પણ અસર પડશે. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આજે સવારે તાપમાન અનુક્રમે 7 અને 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ઉત્તર રેલવેની 36 ટ્રેનો મોડી
ધુમ્મસના કારણે ઉત્તર રેલવેની 36 ટ્રેનો મોડી ચાલી રહી છે. ભટિંડા-ગોરખપુર ગોરખધામ એક્સપ્રેસ 9.30 કલાક મોડી ચાલી રહી છે. જ્યારે માલદા ટાઉન-દિલ્હી એક્સપ્રેસ 6 કલાક 15 મિનિટ મોડી ચાલી રહી છે. અને કામાખ્યા-દિલ્હી બ્રહ્મપુત્રા મેલ સાડા ચાર કલાક મોડી ચાલી રહી છે. જ્યારે વિશાખાપટ્ટનમ-નવી દિલ્હી આંધ્રપ્રદેશ એક્સપ્રેસ પાંચ કલાક મોડી ચાલી રહી છે.





