North India Weather Updates : કોલ્ડવેવથી ઠુંઠવાયું ઉત્તર ભારત, પંજાબ-હરિયાણામાં રેડ એલર્ટ, ગુજરાતમાં કેવી છે ઠંડી?

Today weather updates,North India weather updates, IMD forecast : ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.IMD એ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે દિવસ માટે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Today weather updates,North India weather updates, IMD forecast : ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.IMD એ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે દિવસ માટે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
North India weather, today weather updates, Gujarat winter updates

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કડકડતી ઠંડીથી લોકો પરેશાન, Express Photo by Tashi Tobgyal

Weather Forecast Today, 17 January 2024: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે. ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે, IMD એ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે દિવસ માટે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં થોડા દિવસો સુધી ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી ચમકારો રહ્યો હતો. જોકે, સોમવાર કરતા મંગળવારના દિવસે ઠંડીનો પારો ઉચકાયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 9.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખા 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.

Advertisment

ગુજરાતનું પાટનગર બન્યું ઠંડુગાર

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. જોકે, ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા. ઠંડીના ચમકારાના કારણે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. મંગળવારે રાજ્યના પાટનગરમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. આમ ગુજરાતમાં મંગળવારે 9.8 ડિગ્રીથી લઇને 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી.

મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.111.8
ડીસા28.411.2
ગાંધીનગર28.59.8
વલ્લભ વિદ્યાનગર27.714.6
વડોદરા30.412.4
સુરત29.814.0
વલસાડ31.414.2
દમણ28.415.2
ભુજ29.615.0
નલિયા28.010.8
કંડલા પોર્ટ28.115.9
કંડલા એરપોર્ટ29.412.7
ભાવનગર27.214.5
દ્વારકા28.017.4
ઓખા27.019.5
પોરબંદર28.516.0
રાજકોટ28.513.0
વેરાવળ29.217.2
દીવ28.113.4
સુરેન્દ્રનગર28.812.8
મહુવા30.412.9

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 17 જાન્યુઆરી: ગુરુ ગોવિંદ સિંહ જન્મજયંતિ, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો

Advertisment

આગામી દિવસોમાં વરસાદને લઈને એલર્ટ

બિહારમાં પણ ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. આ ઉપરાંત આગામી દિવસોમાં વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના અડધાથી વધુ જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસની શક્યતા છે. આ સાથે વિભાગે કોલ્ડવેવ અને હિમવર્ષાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

યુપી-બિહારમાં ધુમ્મસએ તબાહી મચાવી

સ્કાયમેટ અનુસાર, પંજાબ, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પૂર્વ બિહારના ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી શકે છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા સ્થળો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, આસામ, ત્રિપુરા અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ