/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/hospital-operation-theatre-room.jpg)
Interior view of operating room in hospital
NOTTO Report 2023 On Organ Transplants: ભારતમાં વર્ષ 2024 દરમિયાન સૌથી વધુ અંગદાન થયું છે. નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) દ્વારા શનિવારે રસપ્રદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. NOTTOના આંકડા અનુસાર 2023માં દેશમાં કુલ 18,378 અંગ પ્રત્યારોપણ થયું છે, જે કોઇ એક વર્ષમાં સૌથી વધુ છે. અંગ પ્રત્યારોપણમાં 10 ટકા વિદેશી નાગરિકો માટે હતા જેઓ સારવાર માટે ભારત આવ્યા હતા, જ્યારે પ્રત્યેક 10 માંથી 6 કરતાં વધુ જીવંત અંગ દાતા મહિલાઓ હતી.
NOTTOના રિપોર્ટ અનુસાર 63 ટકા જીવિત દાતાઓ સ્ત્રીઓ હતી જ્યારે 77 ટકા મૃત દાતા પુરુષો હતા. અંગ પ્રાપ્તિકર્તાઓમાં, 30 ટકા સ્ત્રીઓ હતી, તેમનું પ્રમાણ ફેફસાના પ્રાપ્તકર્તાઓમાં સૌથી વધુ 47% હતું. આંકડા મુજબ ભારતમાં ફેફસાના 197 ટ્રાન્સપ્લાન્ટ પણ જોવા મળ્યા છે.
NOTTO એ જણાવ્યુ કે, ભારતે 2023 માં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, એક વર્ષમાં 1000 થી વધુ મૃત અંગ દાતાના અંગનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના છે, આ સાથે ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મૃતક દાતા પ્રત્યારોપણની સંખ્યા 2013માં 837 હતી, જે વધીને વર્ષ 2023માં 2935 થઈ ગઇ છે.
દેશમાં વિદેશી નાગરિકોને 1,851 અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ 78 ટકા ઓપરેશન દિલ્હી-એનસીઆરમાં થયા છે. દિલ્હીમાં 2023 માં કુલ 4,426 અંગ પ્રત્યારોપણ થયા અને તેમાંથી 32% થી વધુ વિદેશી નાગરિકો હતા.
NOTTOના આંકડા અનુસાર રાજસ્થાન 116 વિદેશી નાગરિકોને ટ્રાન્સપ્લાન્ટ સાથે બીજા ક્રમે અને પશ્ચિમ બંગાળ 88 ટ્રાન્સપ્લાન્ટ સાથે બીજા ક્રમે છે. દિલ્હી અને રાજસ્થાનમાંથી નોંધાયેલા વિદેશી નાગરિકોમાં ટ્રાન્સપ્લાન્ટની મંજૂરીમાં અનિયમિતતાના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં આ ડેટા મહત્વપૂર્ણ છે. મ્યાનમારના નાગરિકો તેમના દેશના ગરીબ લોકો પાસેથી કિડની ખરીદી અને દિલ્હીની હોસ્પિટલમાં સર્જરી કરાવતા હોવાના આરોપો હતા.
મહત્વપૂર્ણ છે કે, શનિવારે જારી કરાયેલ ડેટા દર્શાવે છે કે વિદેશીઓને અંગ ટ્રાન્સપ્લાન્ટમાંથી નવ અસંબંધિત મૃત દાતાઓના અંગો સાથે કરવામાં આવ્યા હતા. ત્રણ તમિલનાડુમાં , બે-બે દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરવામાં આવ્યા હતા .
વિદેશીઓને મૃત દાતાઓ પાસેથી અંગો ત્યારે જ ફાળવવામાં આવે છે જ્યારે રાજ્ય, પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય સ્તરે મેળ ખાતા કોઈ ભારતીય દર્દી ન હોય. NOTTOના આંકડા એ પણ દર્શાવે છે કે દેશમાં આઠ ડોમિનો ટ્રાન્સપ્લાન્ટ હતા. આપણા દેશમાં અંગ દાનનો દર હજુ પણ પ્રતિ મિલિયન વસ્તી 1 કરતા ઓછો છે, અહેવાલમાં જણાવાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us