રામ મંદિર પર મોટું અપડેટ, ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ક્યારે થશે પુરું જાણો, જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા

Ram Mandir : રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે એક ઉપકરણ ડિઝાઇન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. જેનાથી દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણો થોડીવાર માટે પડશે

Ram Mandir : રામ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે એક ઉપકરણ ડિઝાઇન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. જેનાથી દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણો થોડીવાર માટે પડશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ayodhya Ram Mandir | Ram temple pran pratishtha

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે (ફાઇલ ફોટો)

Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ જાણકારી મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આપી છે. ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે 15 થી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિ થશે અને આ સમય દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા પણ હશે. પીએમના આગમનનો સમય નક્કી થઇ ગયો છે અને તે 22 જાન્યુઆરીએ આવશે, બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે, અમે બધાનું સન્માન કરીશું.

Advertisment

નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે એક ઉપકરણ ડિઝાઇન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. જેનાથી દર વર્ષે રામ નવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણો થોડીવાર માટે પડશે. તેનું નિર્માણ બેંગલુરુમાં થઈ રહ્યું છે અને તેની ડિઝાઈન પર વૈજ્ઞાનિકો દેખરેખ રાખી રહ્યા છે. મિશ્રાએ કહ્યું કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂડકી અને પૂણે સ્થિત એક સંસ્થાએ સંયુક્ત રીતે આ હેતુ માટે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ વિકસાવ્યો છે.

આ પણ વાંચો - અયોધ્યામાં 100 કરોડના ખર્ચે બનશે કમળ આકારનો ફુવારો, રામ મંદિરની ભવ્યતામાં લાગશે ચાર ચાંદ, ખાસિયતો

પીએમ મોદીની હાજરીમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે વિધિવત રીતે વડાપ્રધાન મોદીને અભિષેક સમારોહ માટે આમંત્રિત કર્યા છે, જે દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ બાદ રામ લલ્લાના અભિષેકની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની 10 દિવસની વિધિ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના એક સભ્યએ જૂનમાં કહ્યું હતું કે રામ લલ્લાની મૂર્તિની સ્થાપના બાદ અયોધ્યામાં રામ મંદિર 24 જાન્યુઆરીએ ભક્તો માટે ખુલે તેવી સંભાવના છે.

Advertisment

સુપ્રીમ કોર્ટે પોતાના 2019ના ચુકાદામાં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેન્દ્રને સુન્ની વક્ફ બોર્ડને નવી મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક પાંચ એકરનો પ્લોટ ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે 16મી સદીની બાબરી મસ્જિદ જ્યાં હતી તે વિવાદિત જમીન પરની 2.77 એકર જમીન કેન્દ્ર સરકારના રીસીવર પાસે રહેશે અને ચુકાદાના ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને સોંપી દેવામાં આવશે.

રામ મંદિર ઉત્તર પ્રદેશ દેશ PM Narendra Modi