હરિયાણામાં થયેલી હિંસાના આરોપીઓ પર પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સધી 5 જિલ્લામાં 93 ફરિયાદ નોંધાઈ છે અને 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ નૂહના એસપી વરુણ સિંગલાની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજારનિયા નવા એસપી થશે. વરુણ સિંગલા બૃજમંડળ શોભાયાત્રા પહેલા છુટ્ટી પર ગયા હતા.
એક સત્તાવાર આદેશમાં સુક્રવારે કહ્યું કે નૂહના પોલીસ અધિક્ષક વરુણ સિંગલા જેઓ જિલ્લામાં સાંપ્રદાયિક ઘર્ષણ ભડકવા સમયે સજા પર હતા તેમની બદલી કરવામાં આવી છે. સિંગલાને ભિવાનીના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. અગ્ર મુખ્ય સચિવ ગુહી ટીવી એસ એન પ્રસાદ દ્વારા 3 ઓગસ્ટે રજૂ કરેલા એક સરકારી આદેશ અનુસાર નરેન્દ્ર બિજારનિયા સિંગલાની અનુપસ્થિતિમાં વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ નૂહના નવા એસપી હશે.
નરેન્દ્ર બિજારનિયાને બનાવવામાં આવ્યા નૂહના નવા એસપી
આદેશમાં કહેવામાં આવ્યું છે કે સિંગલા જે વર્તમાનમાં નૂહના એસપી છે તેમની બદલી ભિવાનીના એસપી તરીકે કરવામાં આવી છે. ભિવાનીના એસપી નરેન્દ્ર બિજારનિયા જેઓ પોતાના વર્તમાન કર્તવ્યો ઉપરાંત નૂહની આસપાસના ક્ષેત્રોમાં અગ્ર ડીજીપીના ઓએસડીના રૂપમાં પમ કાર્ય કરી રહ્યા હતા. તેમની બદલી કરીને નૂહના એસપી તરીકે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે વિશ્વ હિન્દુ પરિષદના જુલુસને રોકવાની કોશિશને લઇને સોમવારે નૂહમાં હિંસા ભડકી હતી. જે ગત દિવસોમાં ગુરુગ્રામ સુધી ફેલાઈ હતી. હિંસામાં બે હોમગાર્ડ અને મૌલવી સહિત છ લોકોના મોત થયા છે.





