Nuh Violence નૂહ હિંસાઃ 80 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતું નૂહ ભારતનો સૌથી પછાત જિલ્લો, સાયબર ક્રાઇમનું કેપિટલ, જાણો કેમ આ વિસ્તાર છે કુખ્યાત

Haryana Nuh Violence: સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની રેલી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ હરિયાણાના નૂહ જિલ્લાનું નામ ફરી સમાચારમાં ચમક્યું છે. 80 ટકા વસ્તી મુસ્લિમ ધરાવતો નૂહ જિલ્લો કેમ દેશભરમાં કુખયાત છે

Haryana Nuh Violence: સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની રેલી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ હરિયાણાના નૂહ જિલ્લાનું નામ ફરી સમાચારમાં ચમક્યું છે. 80 ટકા વસ્તી મુસ્લિમ ધરાવતો નૂહ જિલ્લો કેમ દેશભરમાં કુખયાત છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
nuh violence, nuh riots, intel failure in nuh, gurugram violence

હિંસાગ્રસ્ત વિસ્તારની તસવીર

(નિતેશ દુબે) Haryana's Nuh district is Most Backward District of India: હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ભારતની રાજધાની દિલ્હીથી માત્ર 100 કિમી દૂર આવેલો નૂહ જિલ્લો દેશના સૌથી ઓછા વિકસિત અને ગરીબ શહેરો પૈકીનું એક છે. જો કે અરવલ્લીની પહાડીઓમાં વસેલા આ શહેરની ભારે અવગણના કરવામાં આવે છે, પરંતુ આ શહેર મેવાતી ગેંગ અને સાયબર ક્રાઇમને લઇ વારંવાર સમાચારોમાં આવતુ રહે છે.

Advertisment

નૂહ ફરી સમાચારોમાં ચમક્યું

સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની રેલી દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ નૂહ શહેર ફરી સમાચારોમાં છે. જેમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસ અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નૂહ અને આસપાસના જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણમાં છે તેમજ કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે કલમ 144 અમલમાં છે.

નૂહ જિલ્લો - ભારતનો સૌથી પછાત જિલ્લો

મેવાત ક્ષેત્રમાં મુસ્લિમ બહુમતી વસ્ત ધરાવતો નૂંહ જિલ્લો દેશના સૌથી પછાત વિસ્તારો પૈકીનો એક છે. આ વાતનું સત્તાવાર સમર્થન એપ્રિલ 2018માં થયુ, જ્યારે નીતિ આયોગે નૂંહ જિલ્લાને ભારતના સૌથી પછાત જિલ્લા તરીકે વર્ગીકૃત કર્યુ હતુ.

નૂહ જિલ્લો હુડ્ડા સરકારે બનાવ્યો હતો

મેવાત ક્ષેત્ર રાજસ્થાનના અલવર અને ભરતપુરથી લઇને હરિયાણાના અમુક વિસ્તાર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તાર સુધી ફેલાયેલો છે. તેનું નામ મુસ્લિમ ખેડૂતોની સંખ્યાત્મક રીતે વર્ચસ્વ ધરાવતી જાતિ, મીઓસ પરથી પાડવામાં આવ્યું છે. ભૂપિન્દર હુડાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા 2005માં ગુડગાંવ અને ફરીદાબાદ પ્રદેશોમાંથી આ નવા જિલ્લાની રચના કરવામાં આવી હતી.

Advertisment
Nuh Violence | haryana Violence
હરિયાણાના નૂહમાં હજુ પણ તણાવ યથાવત છે (Express photo by Abhinav Saha)

નૂહ જિલ્લામાં 80 ટકા મુસ્લિમ

મેવ પોતાની ઉત્પત રાજપૂતોમાંથી થઇ હોવાનું માને છે પરંતુ નિષ્ણાંતોનું કહેવુ છે કે, મીણા, જાટ અને ગુર્જર જેવી જાતિના લોકો ઇસ્લામમાં પરિવર્તિત થયા હોવાની શક્યતા વધારે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, નૂહની કુલ વસ્તી લગભગ 11 લાખ લોકો જેટલી હતી, જેમાં લગભગ 79.2% મુસ્લિમો હતા, જ્યારે હિંદુઓ માત્ર 20.4% હતા.

દિલ્હીથી માત્ર 100 કિમી, છતાં નૂહની અવગણના

દિલ્હીથી બે કલાક દૂર અને આઇટી હબ ગુરુગ્રામ સાથે તેની સરહદો જોડાયેલી હોવા છતાં નૂહ હજી પણ સૌથી પછાત જિલ્લો છે. ગરીબ સાક્ષરતા દર અને પાણીની કટોકટીએ શહેરની આર્થિક સ્થિતિ વધુ ખરાબ કરી છે. નુહ જિલ્લો 2016 સુધી મેવાત તરીકે ઓળખાતો હતો. આ પછી હરિયાણા સરકારે નામ બદલવાનો નિર્ણય કરીને કહ્યું કે મેવાત એક શહેર નથી પરંતુ ભૌગોલિક ક્ષેત્ર છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે એપ્રિલ 2016માં મેવાતનું નામ બદલીને નૂહ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

સીએમ ખટ્ટરે કહ્યું કે, નામ બદલવા પાછળનું કારણ રાજ્યમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિસ્તારોને સીમાંકન કરવાનું હતું. તેમણે ઉમેર્યું હતું કે નામ બદલવું એ વિસ્તાર માટે સરકારની વિકાસ યોજનાનો એક ભાગ છે. મેવાતમાં બેરોજગારી, પછાતપણું અને તકોના અભાવે હિંસા, ખાસ કરીને સાયબર ક્રાઇમને પ્રોત્સાહન મળ્યું છે.

સાયબર ક્રાઈમનું કેપિટલ છે - નૂહ જિલ્લો

નોંધનિય છે કે, એપ્રિલમાં હરિયાણા પોલીસે નૂહ જિલ્લામાં એક સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જે આ વિસ્તારમાં વધી રહેલા ગુનાનું ચિત્ર રજૂ કરે છે. 102 સભ્યોની પોલીસ ટીમે 320 સ્થળોએ રેડ પાડી અને 126 લોકોની ધરપકડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે 166 બોગસ આધાર કાર્ડ, 128 એટીએમ કાર્ડ, 99 સીમ કાર્ડ, 66 મોબાઇલ ફોન અને 5 પીઓએસ મશીન જપ્ત કર્યા હતા.

મેવાતમાં સાયબર ગુનામાં વધારો થવાનું એક મુખ્ય કારણ તેનું સ્થાન છે, કારણ કે આ વિસ્તાર ત્રણ રાજ્યો- હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલો છે. આ જ કારણ છે કે તે સાયબર ક્રાઈમનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે સાયબર ગુનેગારો રાજ્યની સરહદ પાર કરીને પોલીસથી છટકી જાય છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જ્યારે પોલીસ આ વિસ્તારના ગામડાઓમાં દરોડા પાડવા ગઈ ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | કોણ છે મોનુ માનેસર? નૂહ હિંસામાં કેમ લેવામાં આવે છે નામ, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે

પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરવો વધુ મુશ્કેલ છે કારણ કે તે સંગઠિત અપરાધ નથી, છોકરાઓ બે-ત્રણના જૂથમાં ક્રાઇમ કરે છે. તદુપરાંત, અસંગઠિત ગુનાઓને જડમૂળથી ઉખાડી નાખવું મુશ્કેલ છે. અહેવાલો અનુસાર, જૂન 2023 સુધી, સાયબર ક્રાઈમ સેલે સમગ્ર દેશમાં સાયબર છેતરપિંડી માટે મેવાત ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા 5 લાખ સિમ કાર્ડને બ્લોક કર્યા છે.

હિંસા ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ