SP-BSP Said Yogi Government Anti Backword: શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને ઓબીસી અનામત વગર કરાવવાના અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ પીઠના આદેશને લઇને રાજનેતાઓએ યૂપી સરકારની સખત ટિકા કરી છે. બસપા સુપ્રીમો માયાવતી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર પોતાના ગુસ્સો વ્યક્ત કરતા ભાજપાને દલિત અને પછાત વિરોધી ગણાવી છે. કહ્યું કે સરકારની લચર પેરવીથી કોર્ટે આવો નિર્ણય સંભળાવ્યો છે.
BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું – જનતા આપશે ભાજપને સજા
બહુજન સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે માનનીય હાઇકોર્ટનો નિર્ણય ભાજપા અને તેમની સરકારની ઓબીસી અને અનામત વિરોધી સોચ અને માનસિકતાને પ્રકટ કરે છે. યૂપી સરકારે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશને પુરી નિષ્ઠા અને ઇમાનદારીથી અનુપાલન કરતા ટ્રિપલ ટેસ્ટ દ્વારા ઓબીસી અનામતની વ્યવસ્થાને સમયથી નિર્ધારિત કરીને ચૂંટણી પ્રક્રિયાને અંતિમ રુપ દેવું જોઈએ. આ ભૂલની સજા ઓબીસી સમાજ બીજેપીને જરૂર આપશે.
અખિલેશ યાદવે કહ્યું – ભાજપાએ પછાતનો હક છીનવ્યો
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ વિશે કહ્યું કે આજે અનામત વિરોધી ભાજપા નિકાય ચૂંટણીમાં ઓબીસી અનામતના વિષય પર ઘડિયાલી સહાનુભૂતિ બતાવી રહી છે. આજે ભાજપાએ પછાતના અનામતનો હક છીનવ્યો છે. કાલે ભાજપ બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલ દલિતોનું અનામત પણ છીનવી લેશે. અનામતને બચાવવાની લડાઇમાં પછાત અને દલિતો સાથે સપાનો સાથ આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો – હિજાબ વિવાદ, નોટબંધી સહિત 8 મહત્વપૂર્ણ કેસોમાં સુપ્રીમ કોર્ટ આપશે ચૂકાદો, જે 2024ની દિશા નક્કી કરશે
ભાજપે શું કહ્યું?
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે, તેઓ તેની સમીક્ષા કરશે અને અમે હંમેશા ચૂંટણી માટે તૈયાર છીએ, અમે દરેક વર્ગને સાથે લઈને ચાલનારા લોકો છીએ. બીજી તરફ આ મામલે કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે અમે પછાતના હક માટે લડવા હંમેશા તૈયાર છીએ.
લખનઉ બેન્ચે OBC માટે અનામત વિના ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મંગળવારે શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અંગે રાજ્ય સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને બાજુ પર મૂકી દીધું અને OBC માટે અનામત વિના ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ સૌરવ લવાનિયાની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.