Dhiraj Shahu IT Raid : ધીરજ સાહુના પરિસરમાંથી અત્યાર સુધીમાં 351 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, સાતમા દિવસે દરોડા ચાલુ

સાહુ ગ્રૂપ સાથે જોડાયેલા પરિસર પર દરોડા દરમિયાન, છાજલીઓમાં ભરાઈને ચલણી નોટોના ડબ્બાઓ બહાર આવવા લાગ્યા, જેના કારણે આવકવેરા વિભાગની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

Written by Ankit Patel
December 12, 2023 11:14 IST
Dhiraj Shahu IT Raid :  ધીરજ સાહુના પરિસરમાંથી અત્યાર સુધીમાં 351 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, સાતમા દિવસે દરોડા ચાલુ
ધીરજ સાહૂ ફાઇલ તસવીર - photo - ANI

Income tax Raid on Dhiraj shahu place : આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં ઓડિશા અને ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા સ્થળો પરથી 351 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં કોઈપણ તપાસ એજન્સી દ્વારા એક જ કાર્યવાહીમાં આ અત્યાર સુધીની સૌથી વધુ જપ્તી બની છે. ઓડિશા સ્થિત બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ અને અન્યો સામે આવકવેરા વિભાગના દરોડાઓમાં ઝડપાયેલી રોકડની ગણતરીના પાંચમા દિવસે તે રૂ. 351 કરોડ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

દરોડા 6 ડિસેમ્બરે શરૂ થયા હતા અને અત્યાર સુધીમાં અધિકારીઓએ કુલ 176 બેગમાંથી 140 બેગની ગણતરી પૂર્ણ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત દેશી દારૂની કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપની લિમિટેડ સાથે જોડાયેલી મિલકતોમાંથી આવકવેરા વિભાગ (IT) દ્વારા રૂ. 350 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. તે જ સમયે, સોમવારે છઠ્ઠા દિવસે ઓડિશામાં વધુ મિલકતોની શોધ ચાલુ રહી.

દરોડાની શરૂઆત 6 ડિસેમ્બરે થઈ હતી

IT સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓએ બાલાંગિર જિલ્લાના તિતલાગઢ ખાતેની બે બેંકોમાં દારૂના વેપારીના લોકરની તલાશી લીધી છે અને કેટલાક દાગીના મળી આવ્યા છે, જેની કિંમત હજુ નક્કી કરવાની બાકી છે. 6 ડિસેમ્બરે દરોડા શરૂ થયા ત્યારથી આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ બાલાંગીરમાં પડાવ નાખી રહ્યા છે. અધિકારીઓ દરોડા દરમિયાન જપ્ત કરાયેલી રોકડના સ્ત્રોત વિશે માહિતી મેળવવા માટે દારૂ બનાવતી કંપનીના કેટલાક કર્મચારીઓ અને કેટલાક સ્થાનિક દારૂના વેપારીઓના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહ્યા છે.

કરચોરીના આરોપમાં ઓડિશા અને ઝારખંડમાં દારૂના વ્યવસાય સાથે સંબંધિત લગભગ 40 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આવકવેરા અધિકારીઓને આ કેસમાં કોઈ મોટી સફળતા ન મળે ત્યાં સુધી આ શોધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

દરોડાને લઈને રાજકીય ઘમાસાણ

દરમિયાન, ઓડિશા એક્સાઇઝ વિભાગે રાજ્યભરમાં દેશી દારૂના ઉત્પાદન એકમોના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. સાહુની કંપની 1994-95થી ઓડિશામાં દેશી દારૂના ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય કરે છે. આ મુદ્દે રાજકીય સંઘર્ષ પણ શરૂ થયો છે. નવીન પટનાયક સરકાર પર દારૂના વેપારમાં ભ્રષ્ટાચાર રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવતા ભાજપના ઓડિશા યુનિટે સમગ્ર ઓડિશામાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ભ્રષ્ટાચારમાં બીજેડીના કેટલાક નેતાઓની ભૂમિકાનો આરોપ લગાવીને પાર્ટીએ આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી. દરમિયાન, શાસક બીજેડીએ કહ્યું કે દરોડા દરમિયાન આઈટી અધિકારીઓ દ્વારા રિકવર કરાયેલા નાણાં સાથે તેને કોઈ લેવાદેવા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ