scorecardresearch

Naba Kisore Das : ઓરિસ્સાના હેલ્થ મિનિસ્ટર નબા દાસને પોલીસકર્મીએ ગોળી મારી, સારવાર દરમિયાન મોત

Naba Kisore Das News : સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ જેવા પોતાના વાહનની બહાર નીકળ્યા કે તરત પોલીસકર્મીએ તેમના પર ગોળીઓ ચલાવી હતી, ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

Naba Kisore Das : ઓરિસ્સાના હેલ્થ મિનિસ્ટર નબા દાસને પોલીસકર્મીએ ગોળી મારી, સારવાર દરમિયાન મોત
ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ (Photo: Twitter)

Odisha Health Minister Naba Kisore Das : ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસને (Naba Das)રવિવારે ઝારસુગુડા જિલ્લાના બૃજરાજનગરની પાસે ગાંધી ચોક પાસે એક પોલીસકર્મીએ ધડાધડ ગોળીઓ મારી હતી. આ કારણે મંત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં મંત્રીનું નિધન થયું છે. મંત્રી પર ગોળીબારીની તપાસ ઓરિસ્સાની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ડીએસપી રમેશા ડોરાના નેતૃત્વમાં સાત એક્સપર્ટ અફસરોની સ્પેશ્યલ ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

આ ઘટના તે સમયે બની જ્યારે નબા દાસ એક કાર્યક્રમમાં સામેલ થવા જઇ રહ્યા હતા. સૂત્રોના મતે નબા દાસ જેવા પોતાના વાહનની બહાર નીકળ્યા કે તરત પોલીસકર્મીએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મંત્રી પર લગભગ ચારથી પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. સૂત્રોના મતે ગોળી એએસઆઈ ગોપાલ દાસે ચલાવી છે. મંત્રીની હાલત ગંભીર હતી અને તેમને સારવાર માટે ભુવનેશ્વર લાવવામાં આવ્યા હતા.

પીટીઆઈએ બ્રજરાજનગર એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઇના હવાલાથી કહ્યું કે એએસઆઈ ગોપાલ દાસે મંત્રી પર ગોળીઓ ચલાવી છે. મંત્રી ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : ભાજપ સ્થાનિક રાજકીય પક્ષ IPFT સાથે જોડાણ ટકાવી રાખવામાં આખરે સફળ

વરિષ્ઠ પત્રકાર પ્રશન્ના મોહંતીએ ઓરિસ્સા ટીવી સાથે વાત કરતા કહ્યું કે જેમ કે નબા દાસ સત્તામાં રહેલી બીજેડીના એક પ્રમુખ નેતા છે અને 2024ની ચૂંટણી પહેલા તેમના પર ગોળી ચલાવવી નિશ્ચિત રુપથી ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે ઓરિસ્સામાં ચૂંટણી દરમિયાન હિંસાનો ઇતિહાસ રહ્યો છે.

વરિષ્ઠ બીજેડી નેતા પ્રશન્ના આચાર્યએ કહ્યું કે ફોન પર સમાચાર મળ્યા પછી અમે પુરી રીતે સ્તબ્ધ છીએ. કોણ સામેલ છે અને આવું કેવી રીતે થયું તે કહેવું ઉતાવળ ગણાશે. અમે તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. આ ઘટનાની નિંદા કરીએ છીએ અને પોલીસ વિસ્તૃત રીતે તપાસ કરશે.

Web Title: Odisha health minister naba kisore das shot at by cop