Puri Rath Yatra: પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 3 શ્રદ્ધાળુના મોત અને 6 થી 7 ઘાયલ

Puri Jagannath Rath Yatra 2025 News : પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન રવિવારે નાસભાગ થતા 3 શ્રદ્ધાળુના કરુણ મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ બેરિકેડ્સ નહોતા કે ન તો કોઈ ખાસ ભીડ વ્યવસ્થાપન પગલાં લેવામાં આવ્યા હતા.

Written by Ajay Saroya
June 29, 2025 10:44 IST
Puri Rath Yatra: પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 3 શ્રદ્ધાળુના મોત અને 6 થી 7 ઘાયલ
Puri Jagannath Rath Yatra 2025: ઓડિશામાં પુરીમાં પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશ વિદેશમાં કરોડો લોકો દર્શન કરવા આવે છે. (Photo: Social Media)

Puri Jagannath Rath Yatra 2025 News In Gujarati: ઓડિશાના પુરીમાં રવિવારે સવારે જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરની બહાર થયેલી ભાગદોડમાં ત્રણ શ્રદ્ધાળુઓના કચડાઇ જવાથી કરુણ મોત થયા છે. ઉપરાંત 6 થી 7 વધુ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથના દર્શન કરવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. મૃતકોની ઓળખ બસંતી સાહુ (36), પ્રેમકાંતી મહંતી (78) અને પ્રભાવતી દાસ તરીકે થઈ છે. ત્રણેયના મૃતદેહને પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ ગુંડીચા મંદિર સામે એકઠા થયેલા શ્રદ્ધાળુઓની બેકાબૂ ભીડ હતી. આ દરમિયાન ધાર્મિક સામગ્રી લઇને એક વાહન ભીડમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પડવાથી અને કચડવાથી અનેક લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક લોકોની પુરી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કેટલાકને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

વહીવટીતંત્રે ભીડને સંભાળવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરી ન હતી

નાસભાગમાં પોતાની પત્નીને ગુમાવનાર એક વ્યક્તિ કહે છે, “જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ પ્રતિક્રિયા આવી ન હતી, ન તો ફાયર અધિકારીઓ, ન તો બચાવ ટીમ, ન તો હોસ્પિટલની ટીમ.” તે એક દુ:ખદ ઘટના છે જેને વ્યક્ત કરી શકાતી નથી …. ”

પુરીના રહેવાસી સ્વાધિન કુમાર પાંડાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, “હું લગભગ 2-3 વાગ્યા સુધી મંદિરની નજીક હાજર હતો, પરંતુ ત્યાંનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે અસંતુલિત હતું. વીઆઈપી માટે એક અલગ રસ્તો બનાવવામાં આવ્યો હતો, જ્યારે સામાન્ય ભક્તોને દૂરથી બહાર નીકળવાનું કહેવામાં આવી રહ્યું હતું. જેના કારણે લોકો એક જ પ્રવેશદ્વારમાંથી બહાર આવવા લાગ્યા હતા, જેના કારણે ભીડમાં વધારો થયો હતો. ટ્રાફિક વ્યવસ્થા પણ ખૂબ જ નબળી હતી. અનધિકૃત પાસવાળા ઘણા વાહનો મંદિર વિસ્તારમાં પહોંચ્યા હતા. વહીવટીતંત્રે ભીડને સંભાળવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરી ન હતી. સૌથી ગંભીર સમસ્યા બહાર નીકળવાનો દરવાજો હતો, જે ખૂબ જ સાંકડો હતો અને પૂરતો નહોતો. ”

તેમણે કહ્યું, “રથયાત્રાના દિવસે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ સરકાર અને વહીવટીતંત્રે આ હકીકત છુપાવી હતી અને દાવો કર્યો હતો કે કોઈ જાનહાનિ થઈ નથી.” આજે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે – બે મહિલાઓ અને એક પુરુષ. આના માટે ઓડિશા પ્રશાસન સંપૂર્ણપણે જવાબદાર છે. રાત્રે ન તો પોલીસ હતી કે ન તો વહીવટી અધિકારી. બધું જ ભગવાન ભરોસે ચાલતું હતું. ”

આ ઘટનાએ વહીવટી તંત્રની તૈયારીઓ સામે સવાલો ઉભા કર્યા છે. જે સ્થળે નાસભાગ મચી હતી ત્યાં પૂરતી પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભીડને કાબૂમાં લેવા માટે કોઈ બેરિકેડ્સ નહોતા કે ન તો કોઈ ખાસ ભીડ વ્યવસ્થાપન પગલાં લેવામાં આવ્યા હતા. શુક્રવારે દેવી સુભદ્રાના રથ પાસે ભીડના દબાણને કારણે 625 શ્રદ્ધાળુઓ બીમાર પડ્યા હતા, જેમાંથી 70ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

ઓડિશાના કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને કહ્યું કે તેમણે મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને આ ઘટના વિશે જાણ કરી છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

રથયાત્રાના ભાગરૂપે ભગવાન બલભદ્ર અને સુભદ્રાના રથ પહેલેથી જ શ્રદ્ધાબાલી પહોંચી ગયા હતા. આ ઘટના રવિવારે બની હતી જ્યારે ભગવાન જગન્નાથનો રથ ગુંડીચા મંદિર ખાતે તેમની માસીના ઘરે પહોંચ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાના અભાવે આ ઉજવણીને શોકમાં ફેરવી દીધી હતી.

ઓડિશાના પૂર્વ CM એ દુઃખ વ્યક્ત કર્યું

ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધી પક્ષ નેતા નવીન પટનાયકે ટ્વીટ કર્યું, “પુરીના સારધાબલીમાં થયેલી દુ:ખદ નાસભાગમાં જીવ ગુમાવનારા ત્રણ ભક્તોના પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને આ ભયંકર ઘટનામાં ઘાયલ થયેલા ભક્તોના ઝડપી સ્વસ્થ થવા માટે મહાપ્રભુ જગન્નાથને પ્રાર્થના કરું છું. રથયાત્રા દરમિયાન ભીડ વ્યવસ્થાપનની ગંભીર નિષ્ફળતાના એક દિવસ પછી, જેમાં સેંકડો ઘાયલ થયા હતા, આજની નાસભાગ, ભક્તો માટે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવામાં સરકારની સ્પષ્ટ અસમર્થતાને ઉજાગર કરે છે…”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ