/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-27.jpg)
ઓડિશા ટ્રેન અકસ્માતની સીબીઆઇ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
(વિજય કુમાર ઝા) Odisha train tragedy CAG report : ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ રેલવે વિભાગે સિગ્નલિંગ સિસ્ટમની તપાસ માટે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. બાલાસોર ટ્રેન અકસ્માતના કારણો વિશે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જે કહ્યું છે તે સૂચવે છે કે સિગ્નલિંગ સિસ્ટમ સાથે છેડછાડને કારણે અકસ્માત થયો હોઈ શકે છે. પરંતુ તેનું સાચું કારણ જાણવામાં સમય લાગશે. આ દરમિયાન, કેટલાક એવા તથ્યો છે જે સ્પષ્ટપણે રેલવેની સ્થિતિ અને દિશા દર્શાવે છે. તમે આ તથ્યોમાં કોઈપણ ટ્રેન અકસ્માતનું મૂળ કારણ શોધી શકો છો.
બેદરકારીના કેટલાક ઉદાહરણો
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ વર્ષ 2020-21માં Derailment in indian railways નામના શીર્ષક હેઠળ એક ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેના કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે રેલવેમાં કેવી અને કેટલી કામગીરી થઇ રહી છે. સૌથી પહેલા અકસ્માતોની વિશે વાત કરીએ. 2017-18થી 2020-21 વચ્ચે 217 ટ્રેન અકસ્માતો થયા હતા. તેમાંથી 163 (75 ટકા) ટ્રેનો પાટા પરથી ઉતરી જવાને કારણે થયા હતા. તો 42 ટકા અકસ્માતો ટ્રેક મેન્ટેનન્સ સંબંધિત સમસ્યાઓના કારણે થયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-10.jpg)
હવે ટ્રેકની જાળવણીની સ્થિતિ જુઓ તો, 2017-18 અને 2020-21ના ચાર વર્ષમાં વરિષ્ઠ અધિકારીઓએ પણ ટ્રેકના ઇન્સ્પેક્શન માટે તેમની મુલાકાતો ઓછી કરી દીધી હતી. જ્યારે 2017-18માં 607 ઇન્સ્પેક્શન થયા હતા, જ્યારે 2020-21માં માત્ર 286 હતા. આવં ત્યારે થાય છે જ્યારે 10,000 કિમી લાંબા ટ્રંક રૂટ પરનું ભારણ ક્ષમતાના બમણા (125 ટકા) કરતા વધુ હોય છે. ભીડને કારણે ટ્રેક, ઈલેક્ટ્રીકલ અને સિગ્નલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને ખામી શોધવાની કામગીરી યોગ્ય રીતે થઇ શકતી નથી.
ટ્રેનની સુરક્ષાને લઇને રેલવે વિભાગ કેટલી ગંભીર છે તેના સંકેત એ વાતથી પણ લગાવી શકાય છે કે, વર્ષ 2017-18માં નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે, એક લાખ કરોડ રૂપિયાની સાથે રાષ્ટ્રીલ રેલ સુરક્ષા ફંડ બનાવાશે. તેની માટે પાંચ વર્ષ સુધી 20-20 હજાર કરોડ રૂપિયા આપવાના હતા. સરકાર 15,000 કરોડ રૂપિયા આપશે, જ્યારે રેલવે વિભાગે તેના પોતાના સંશાધનોમાંથી 5,000 કરોડ રૂપિયા એકત્ર કરવાના હતા. કેગના ઓડિટ રિપોર્ટ અનુસાર રેલવે આ રકમ બિલકુલ એકત્ર કરી શકી નથી. CAGના ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલ આંકડા જુઓ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-cag-report-1.jpg)
ટ્રેનને ઝડપથી દોડાવવાની ધીમી ગતિ
ભારતમાં આજે ટ્રેનોની સરેરાશ ઝડપ 50 કિમી પ્રતિ કલાકની આસપાસ છે. ભારતીય રેલવે બોર્ડે 2017-18માં 'મિશન રફ્તાર' નામના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમાં પાંચ વર્ષમાં ગુડ્સ ટ્રેનોની સરેરાશ સ્પીડ 25 કિમી પ્રતિ કલાકથી વધારીને 50 કિમી પ્રતિ કલાક અને પેસેન્જર ટ્રેનોની સરેરાશ સ્પીડ 50 કિમી પ્રતિ કલાકથી વધારીને 75 કિમી પ્રતિ કલાક કરવાનો લક્ષ્ય છે. કેગના ઓડિટ રિપોર્ટ અનુસાર આ મોરચે કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી.
ભારતમાં વારંવાર ટ્રેન અકસ્માતો
જાપાન, ચીન, તુર્કી, ફ્રાન્સ, સ્પેન, જર્મની, ઇટાલી, સ્વીડન અને ગ્રેટ બ્રિટન જેવા દેશોમાં મોટાભાગની પેસેન્જર ટ્રેનો સરેરાશ 150-250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેમ છતાં, અહીં ભાગ્યે જ અકસ્માતો થાય છે. રેલ સુરક્ષાના સંદર્ભમાં ભારતનો ગ્રાફ ઇજિપ્ત, મેક્સિકો, તાંઝાનિયા, કોંગો, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવા દેશો કરતાં થોડો સારો રહેશે. CAGના ઓડિટ રિપોર્ટમાં આપવામાં આવેલ ભારતમાં રેલ અકસ્માતનો આંકડા જુઓ. નીચેનું કોષ્ટક દરેક પ્રકારના અકસ્માતોની સંખ્યા દર્શાવે છે:
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-cag-report-2.jpg)
આ કોષ્ટકમાં તમે જોઇ શકો છો કે પાટા પરથી ટ્રેનો ઉતરી જવાની કેટલી ઘટનાઓ કઇ-કઇ કેટેગરીમાં બની છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-cag-report-3.jpg)
ટ્રેન અકસ્માતોની સંખ્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-cag-report-4.jpg)
કેગે પાટા પરથી ટ્રેનો ઉતરી જવાની 1129 ઘટનાઓના તપાસ રિપોર્ટનું વિશ્લેષ્ણ કર્યુ તો જાણવા મળ્યુ કે, 167 અકસ્માતોનું કારણ ટ્રેક મેઇન્ટેનન્સ સંબંધિત છે. તેમ છતાં ટ્રેકનું ઇન્સ્પેક્શન ઓછુ થઇ ગયુ અને ટ્રેક રિન્યુઅલ પાછળ ખર્ચ પણ ઘટાડી દેવામાં આવ્યો. ઇન્સ્પેક્શનની સંખ્યા વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2020-21માં કેવી રીતે ઘટી ગઇ તેના આંકડા અત્રે કોષ્ટકમાં રજૂ કરાયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/train-cag-report-5.jpg)
વિકાસની ધીમી પ્રગતિ
તમામ વિકસિત દેશોએ 50-60 વર્ષ પહેલા રેલ નેટવર્કને ટેકનિકલ રીતે મજબૂત અને આધુનિક બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ દેશોએ આ કામગીરી ખૂબ જ ઝડપથી કરી છે. જો આપણે માત્ર ચીનની ભારત સાથે સરખામણી કરીએ તો 1950માં ચીનમાં કુલ રેલ નેટવર્ક માત્ર 21,800 કિમી હતું. તે સમયે ભારતમાં રેલ લાઇનની કુલ લંબાઈ બમણી (53,596 કિમી) કરતા પણ વધુ હતી.
50 વર્ષ કરતા પણ ઓછા સમયમાં ચીને ભારતને પાછળ છોડી દીધુ છે. વર્ષ 1997માં ભારતમાં કુલ 62900 કિમી લાંબુ રેલ નેટવર્ક હતુ, જ્યારે ચીનમાં આ આંકડો 66000 કિમી થઇ ગયો હતો. આજે ચીનમાં 155000 કિમી લાંબો ટ્રેન ટ્રેક પથરાયેલો છે. જ્યારે ભારતમાં 68100 કિમી લાંબું જ રેલ નેટવર્ક બની શક્યુ છે. વર્ષ 2030 સુધી ચીનની યોજના ટ્રેનના પાટાઓની કુલ લંબાઇ 175000 કિમી કરવાની છે. તેમાં 55000 કિમી હાઇ-સ્પીડ શ્ર(200-250 kmph) અને અલ્ટ્રા-હાઇ સ્પીડ (300-350 kmph) ટ્રેનો માટે હશે.
વિલંબ અને પ્રથામિકતાનો પ્રશ્ન
બીજો મુદ્દો પ્રાથમિકતાઓ નક્કી કરવા સાથે સંબંધિત છે. તેમજ યોજનાઓ પૂર્ણ કરવામાં વિલંબ એ પણ મોટો પ્રશ્ન છે. 2005માં રેલ્વે બોર્ડે માલસામાનના પરિવહન માટે પ્રત્યેક 2,843 કિમીના બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCs) બનાવવાનું નક્કી કર્યું. બાદમાં વધુ ત્રણ બનાવવાની યોજના હતી. પરંતુ પહેલા બે કોરિડોર હજુ સુધી પૂર્ણ થયા નથી. હજુ 2 થી 4 વર્ષનો સમય લાગી શકે છે. અત્યારે આપણી મોટાભાગની ટ્રેનોની એવરેજ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તેને વધુ ઝડપથી વધારવાની જરૂર છે. આ દિશામાં આપણી પ્રગતિ ધીમી છે. આમ છતાં, હાઇ સ્પીડ ટ્રેનો પર કામગીરી શરૂ થઇ છે.
આપણા દેશની સૌથી ઝડપી દોડતી ટ્રેન 'વંદે ભારત' છે. તેની મહત્તમ ઝડપ 160 કિમી છે. પરંતુ, આપણી પાસે આ ઝડપે ટ્રેન દોડાવવા માટેનો ટ્રેક નથી. આમ છતાં, 15 ઓગસ્ટ, 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો કે આ ટાર્ગેટ પૂરો થતો જણાતો નથી. પરંતુ જે ઝડપે વંદે ભારત ટ્રેનો આવી રહી છે તેટલી ઝડપે પાટા સુધરતા નથી.
આટલું જ નહીં બુલેટ ટ્રેનનું પણ સપનું જોવાઇ રહ્યુ છે. વર્ષ 2017માં મુંબઇ અને અમદાવાદની વચ્ચે સ્ટાન્ડર્ડ ગેજ પર એક સ્ટેન્ડએલોન અલ્ટ્રા-હાઇ સ્પીડ (બુલેટ ટ્રેન) લાઇનનું નિર્મામ શરૂ કરાયું. હાલ આ યોજના પૂર્ણ થવામાં હજી ઘણી વાર છે, પરંતુ આવા ઘણા ટ્રેક માટે વિસ્તૃત યોજના રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરાયો છે.
બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બહુ ખર્ચાળ છે. તેની માટે ટ્રેક બનાવવાનો ખર્ચ 350 કરોડ રૂપિયા જેટલ થવાની સંભાવની છે. તેના કરતા લગભગ 10 ગણા ઓછા ખર્ચે 160 કિમી પ્રતિ કલાકની સેમી- હાઇસ્પીડ લાઇન નેટવર્ક વિકસાવી શકાય છે, જે વંદે ભારત ટ્રેનોની માટે જરૂરી છે.
Disclaimer: આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us