Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. થોડા દિવસો પહેલા રેલ્વે બોર્ડે રેલ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી હતી. બોર્ડે લોકોમોટિવ પાયલોટના કામકાજના કલાકો ઘટાડવા અને ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી હતી.
31મી મેના રોજ ‘ધ હિન્દુ’માં પ્રકાશિત, એસ. વિજય કુમારના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, સ્ટાફની તીવ્ર અછતને કારણે, રેલ્વે ડ્રાઇવરોને તેમની શિફ્ટ કરતાં વધુ સમય કામ કરવું પડ્યું છે. રિપોર્ટમાં અકસ્માતોની વધતી સંખ્યાનું મુખ્ય કારણ આ દર્શાવવામાં આવ્યું હતું.
2022-23માં 163 ટ્રેન અકસ્માતો થયા, જેમાં કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. આમાંથી 35 અકસ્માત સિગ્નલ પાસ એટ ડેન્જર (SPAD) સાથે સંકળાયેલા હતા. SPAD ઘટનાઓ એવી છે, જેમાં કોઈ ટ્રેન મંજુરી મળ્યા વગર જોખમી સંકેત (સ્ટોપ) પસાર કરે છે. શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે ઓડિશાના બાલાસોર જિલ્લાની નજીક થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટના માટે સિગ્નલ સિસ્ટમની નિષ્ફળતા જવાબદાર છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ દુર્ઘટનાને ‘કેટલીક ટેક્નોલોજીની ખામી’ ગણાવી છે.
બેઠકમાં રેલવે અધિકારીઓએ શું કહ્યું?
ઝોનલ રેલ્વેના જનરલ મેનેજર સહિત ટોચના રેલ્વે મેનેજમેન્ટના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સલામતી પરિદ્રશ્યની સમીક્ષા કરતા, રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓએ જણાવ્યું હતું કે, ટ્રેન અકસ્માતોમાં વધારો અને લોકો જીવ ગુમાવે છે તે “ગંભીર ચિંતા”નો વિષય છે. અધિકારીએ કહ્યું કે, નિયમો અનુસાર, ક્રૂના કામના કલાકો કોઈપણ સંજોગોમાં 12 કલાકથી વધુ ન હોવા જોઈએ.
ઓવરટાઇમ કરતા ‘લોકો પાયલોટ’ની સંખ્યા કેટલી છે?
રેલ્વે બોર્ડે જનરલ મેનેજરોને ઈસ્ટ કોસ્ટ રેલ્વે અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેમાં ચાલક દળના કામકાજના કલાકોનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવા અને પરિસ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. SPAD ના જોખમો વિશે લોકો પાઇલટ્સને જાગૃત કરવા અને પશુઓ સાથે અથડામણ ટાળવા માટે રેલ્વે ટ્રેક પર ફેન્સીંગ સ્થાપિત કરવા માટે પગલાં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેલવેમાં લોકો પાયલોટની અછતને કારણે અલગ-અલગ ઝોનમાં લોકો પાઇલટ્સે તેમની શિફ્ટ કરતાં વધુ કામ કરવું પડે છે. આ વર્ષના માર્ચ, એપ્રિલ અને મેના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં 12 કલાકથી વધુ સમય માટે ફરજ પરના લોકો પાઇલટ્સની સંખ્યા અનુક્રમે 35.99%, 34.53% અને 33.26% હતી.
કેટલી જગ્યાઓ ખાલી?
ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશને ગયા મહિને તેમના જનરલ મેનેજર સાથે દક્ષિણ રેલવેમાં કર્મચારીઓની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. એસોસિએશને માહિતી આપી હતી કે, વિવિધ કેટેગરીમાં લોકો પાઈલટની 392 જગ્યાઓ ખાલી છે.
1 ડિસેમ્બર, 2022 ના રોજ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રેલ્વેમાં 3.12 લાખ નોન-ગેઝેટેડ પદો ખાલી છે. ભારતીય રેલ્વે 18 ઝોનમાં વહેંચાયેલું છે. ઉત્તર ઝોનમાં મોટાભાગની બેઠકો ખાલી છે. ઉત્તર ઝોનમાં 38,754, પશ્ચિમ ઝોનમાં 30,476, પૂર્વ ઝોનમાં 30,141 અને મધ્ય ઝોનમાં 28,650 જગ્યાઓ ખાલી છે.
ગયા વર્ષના નવેમ્બરના અંતમાં, મધ્ય રેલવેના નેશનલ રેલવે વર્કર્સ યુનિયન (NRMU) એ ખાલી જગ્યાઓ પર અસંતોષ વ્યક્ત કરીને ડિવિઝનલ રેલવે મેનેજરની ઑફિસની સામે છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો – ઓડિશા ટ્રેન અકસ્માત કેમ થયો? કઈં ભૂલે 261 લોકોનો જીવ લીધો? સામે આવ્યો રિપોર્ટ, પીએમ મોદીએ પીડિતોની મુલાકાત લીધી
પચાસ કેટેગરીમાં સૌથી વધુ બેઠકો ખાલી!
મધ્ય રેલવેમાં 28,650 બેઠકો ખાલી છે. તેમાંથી 50 ટકા એટલે કે 14,203 સીટો સેફ્ટી કેટેગરીમાં ખાલી છે. આ ઉપરાંત, મુખ્યત્વે ઓપરેટિંગ અને મેન્ટેનન્સ સ્ટાફની જગ્યાઓ જેમ કે- ઈન્સ્પેક્ટર, ડ્રાઈવર, ટ્રેન એક્ઝામિનર, શંટર વગેરે પોસ્ટો પણ ખાલી છે.