ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાના એક સપ્તાહ બાદ પણ 82 લાશોની ઓળખ નથી થઈ શકી. લાશોની ઓળખ માટે ડીએનએ રિપોર્ટની રાહમાં પીડિતોના પરિવારના લોકો ઘરે પર ફરવા લાગ્યા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એમ્સ-ભુવનેશ્વર, જ્યાં લાશો રાખી છે ત્યાં અધિકારીઓએ છેલ્લા 48 કલાકમાં એક પણ પરિવારોને લાશ શોંપી નથી. તેમાંથી મોટાભાગની લાશો સડી ચૂકી છે.
લાશોના ડીએનએ મેચિંગમાં એકઠાં થયા અધિકારીઓ
એમ્સના અધિકારીઓનું કહેવું છે કે લાશોના ડીએનએ પ્રોફાઇલિંગ પુરી કરી લીધી છે. તેમણે 50થી વધારે સંબંધીઓના બ્લડ સેમ્પલ પણ એકઠાં કર્યા છે. જેને એક કે બે દિવસમાં દિલ્હી મોકલવામાં આવશે. કેન્દ્રીય શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે એમ્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અને લાશોની ઓળખ અંગે ચર્ચા પણ કરી હતી. મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ડીએનએ મેચિંગ વૈજ્ઞાનિક રીતથી ઓળખાણની એકમાત્ર રીત છે. અમે આ સંબંધમાં પગલાં ભરી રહ્યા છીએ.
બ્લડ સેમ્પલ એકઠાં કરી રહ્યા છે અધિકારી
રાજ્ય સરકારના સૂત્રોનું કહેવું છે કે ડિએમએ રિપોર્ટ આવ્યા બાદ લાવારીસ લાશોના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવાશે. સૂત્રોનું કહેવું છે કે બિહાર અને પશ્વિમ બંગાળના કેટલાક લોકો અભી પણ લાશોનો દાવો કરી રહ્યા છે. તેમને તસવીરથી લાશોની ઓળખ કરવા માટે કહ્યું છે. અમે ડીએનએ તપાસ માટે તેમને બ્લડ સેમ્પલ એકઠાં કરી રહ્યા છીએ. જેનાથી તેમની ઓળખ થશે.
બહનાગાની જે સ્કૂલમાં લાશો રાખી હતી તેને પાડવામાં આવી
બજી તરફ બાલાસોરના બહનાગા હાઇસ્કૂલ ભવનમાં અલોકિક શક્તિઓ અને આત્માઓની ઉપસ્થિતિની અફવાહો વચ્ચે સ્કૂલના એક સહાયક શિક્ષકના પરિસરમાં આત્માઓ હોવાના દાવાનું ખંડન કર્યું છે. આ સ્કૂલને ઓડિશા ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે એક અસ્થાયી મુર્દાઘરના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. શિક્ષકે ભાર મુકીને કહ્યું હતું કે આત્માઓની ઉપસ્થિતિનો રિપોર્ટ એકદમ ખોટો છે. અહીં વિદ્યાર્થીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને અત્યારના સ્કૂલ બિલ્ડિંગને તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્કૂલના શિક્ષકોએ એ પણ કહ્યું છેકે માતા-પિતા અને બાળકોને બહનાગા હાઇસ્કૂલમાં એ કહીને આવવાનો ઇન્કાર કર્યો છે કે ત્યાં લાશો રાખેલી છે. જિલ્લાધિકારી આવ્યા હતા. આ બધું અધવિશ્વાસ છે. જે રૂમમાં લાશો રાખ હતી તેને તોડીને નવી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. ત્યા સુધી અસ્થાયી વ્યવસ્થા કરીને બાળકોને ભણાવવામાં આવશે.





