અયોધ્યામાં રામની પેડી પર 23 ઓક્ટોબરે એક અલગ જ નઝારો જોવા મળ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયૂ પર પૂજા અર્ચના કરી હતી. પીએમ અને સીએમ જેવા જ સરયૂથી નીકળ્યા કે તરત જ લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. લોકો ઓલવાયેલા દિવામાંથી તેલ લૂંટવા લાગી હતી. નાનાથી લઈને મોટા સુધી તમામ લોકો મફતનું તેલ લૂંટવામાં પડ્યા હતા.
230 કરોડ લોકો સુધી પહોંચ્યો #AyodhyaDeepotsav
બીજી તરફ અયોધ્યાની દિવાળીએ ટ્વીટર ઉપર ધમાલ મચાવી દીધી હતી. #AyodhyaDeepotsav સોશિયલ મીડિયા ઉપર સતત ટ્રેન્ડ કરી રહ્યો હતો. ANIના રિપોર્ટ પ્રમાણે 230 કરોડ લોકો સુધી પહોંચ્યો હતો.
15 લાખથી વધારે દિવામાં 60 હજાર લીટર તેલ પુરવામાં આવ્યું
સરયૂ કિારે 37 ઘાટ બન્યા હતા. 15 લાખથી વધારે દિવામાં 60 હજાર લીટર તેલ પુરવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે દિવાળી ઉપર મોંઘવારી મારી રહી છે. આવી સ્થિતિમાં 200 રૂપિયા લિટરનું તેલ મફત મળી રહ્યું હતું. તો ચાલો આનાથી જ પોતાની દિવાળી ઉજવી લઇએ.
દિપાવલીના અવરસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત દિવસોમાં અયોધ્યા પહોંચ્યા હતા. તેઓ અયોધ્યા પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. વડપ્રધાને દીપોત્સવમાં ભાગ લીધા બાદ નયા ઘાટ પહોંચીને સરયૂ આરતી કરી હતી. તેમણે રામલલાના દર્શન કર્યા બાદ અયોધ્યા પરત ફરેલા ભગવાન રામના પ્રતિકાત્મક રૂપથી રાજ્યાભિષેક કર્યો હતો.
આ દરમિયાન અયોધ્યામાં સરયૂ નદીના તટ ઉપર 15 લાખથી વધારે દિવા પ્રગટાવવામાં આવ્યાહતા. અયોધ્યામાં કુલ 17 લાખથી વધારે દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. 15 લાખ 76 હજાર દિવા માત્ર સરયૂ નદીના તટ પર જ પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં દિપોત્સવ દરમિયાન રેકોર્ડ દિવા સળગાવવાનો નવો રેકોર્ડ બન્યો અને એમાં લેઝર શોએ પણ સોનામાં સુગંધ ભેળવી હતી.
લેઝર શોમાં વડાપ્રધાનની સાથે યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. એ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અયોધ્યાના કણ-કણમાં ભગવાન રામના દર્શન સમાયેલા છે. અયોધ્યાની રામલીલા અને સરયૂ આરતી વિશ્વમાં ડંકો વઘાડી રહી છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની સુભેચ્છા પાઠવી હતી. અને કહ્યું હતું કે દિવાળીના સમય પર આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ભગવાન રામ જેવી સંકલ્પ શક્તિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.