One Nation One Election : એક રાષ્ટ્ર, એક ચૂંટણીને લાગૂ કરવા શું આસાન છે? આ મુદ્દા પર જાણીએ પૂર્વ ચૂંટણી કમિશ્નરની સલાહ

One Nation One Election, former Chief Election Commissioners : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 2 સપ્ટેમ્બરે ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિને લોકસભા, વિધાનસભા, પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરવાના મુદ્દાને તપાસ કરવા અને એ જોવાનું કામ સોંપવામાં આવ્યું છે. શું રાજ્ય આવું કરશે.

Written by Ankit Patel
September 05, 2023 11:44 IST
One Nation One Election : એક રાષ્ટ્ર, એક ચૂંટણીને લાગૂ કરવા શું આસાન છે? આ મુદ્દા પર જાણીએ પૂર્વ ચૂંટણી કમિશ્નરની સલાહ
એક દેશ એક ચૂંટણી - Express photo

One Nation one Election : કેન્દ્ર સરકારે આખા દેશમાં એક સાથે ચૂંટણીની દિશામાં એક મોટું પગલું ઉઠાવતા પૂર્વ રાષ્ટપતિ રામનાથ કોવિંદને આના પર વિચાર કરનારી સમિતિના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ આ માટે બંધારણમાં વ્યાપક ફેરફાર કરવાની સાથે નવો કાયદો બનાવાશે. આ મુદ્દા અંગે ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે વાત કરી છે.તેમના અનુસાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એક સાથે ચૂંટણી કરવી કોઈ મોટો પડકાર નથી. જોકે એક રાષ્ટ્ર અને એક ચૂંટણી અંતર્ગત પંચાયત અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી કરવી પડકારપૂર્ણ હશે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 2 સપ્ટેમ્બરે ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિને લોકસભા, વિધાનસભા, પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે કરવાના મુદ્દાને તપાસ કરવા અને એ જોવાનું કામ સોંપવામાં આવ્યું છે. શું રાજ્ય આવું કરશે. આવું કરવાથી એક બંધારણીય સંશોધનનું અનુમોદન કરવાનું રહશે.

લોકસભા વિધાનસભા ચૂંટણી એક સાથે કરવી મુશ્કેલ નથી : એન ગોપાલસ્વામી

આ મુદ્દા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા પૂર્વ લીઈઓ એન ગોપાલસ્વામીએ કહ્યું કે ચૂંટણી આયોગ માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરવી મુશ્કેલ ન હોવી જોઈએ. કારણ કે આકલન કર્યા બાદ વધારે ઇવીએમનો આદેશ આપી શકાય છે અને પ્રત્યેક મતદાન કેન્દ્રને માત્ર બે કે ત્રણ વધારે કર્મચારીઓની જરૂરત હશે. તેમણે કહ્યું કે જે મુદ્દાનું અધ્યયન કરવાની જરૂરત છે તો એ છે કે કોઈ સરકાર પડી જાય તો શું થશે?

એન ગોપાલસ્વામીએ કહ્યું કે આ માત્ર એક રાષ્ટ્ર એક ચૂંટણીનો પ્રશ્ન નથી. તમારે એ વિચારું પડશે કે પાછળથી વિસંગતિ ન આવે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે જો એક સરકાર પડી ભાંગે તો તે વિધાનસભાના બાકીના કાર્યકાળ માટે નવી સરકારની ચૂંટણી કરશે. દલબદલ વિરોધી કાનૂન બદલવો પડશે. જો કોઈ ધારાસભ્ય કોઈ અલગ પાર્ટીમાં સામેલ થવા માટે રાજીનામું આપે છે તો તે ફરીથી ચૂંટણી લડવા માટે કાર્યકાળ પૂરો થવા સુધી રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે મારા વિચારથી આ ચૂંટણી પ્રબંધનનો મુદ્દો ઓછો અને રાજનીતિક મુદ્દો વધારે છે.

બીજી તરફ તેમણે કહ્યું કે પંચાયત અને સ્થાનિક સ્વરાચની ચૂંટણીઓને અન્ય ચૂંટણીઓ સાથે જોડવી મોટો પડકાર છે. ઉદાહરણ તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે નગરપાલિકા વોર્ડ અને મતદા કેન્દ્ર વિધાનસભા અને લોકસભા સીમાઓ અનુસાર સ્થિત નથી હોતી.

વન નેશન, વન ઇલેક્શનમાં અનેક અડચણોઃ નવીન ચાવલા

2009થી સામાન્ય ચૂંટણીઓ કરાવનાર પૂર્વ સીઈસી નવીન ચાવલાએ કહ્યું કે 1967 સુધી કેન્દ્ર અને રાજ્યોમાં એક જ પાર્ટી સત્તામાં હતી. એટલા માટે એક સાથે ચૂંટણી કરાવવી સંભવ હતી. 1967માં કેરળ વિધાસભા પડ્યા બાદ જમીની હાલાત સંપૂર્ણ પણે બદલાઈ ગયા હતા.

ચાવલાએ કહ્યું કે ચૂંટણી આયોગ માટે એક સાથે ચૂંટણી કરવી સંભવ છે પરંતુ આની સામે અનેક અડચણો છે. પહેલા આ બંધારણને ઓછામાં ઓછા પાંચ અનુચ્છેદોમાં સંશોધન કરવું પડશે. ઉદાહરણ તરીકે જો કોઈ વિધાનસભા સમયથી પહેલા ભંગ થઈ જાય તો રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ રાખવી. કેન્દ્રમાં નવી સામાન્ય ચૂંટણીની જરૂરિયાત ઉપરાંત કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે આપણે અટલ બિહાર વાજપેઈની 13 દિવસની સરકારની ઘટના યાદ હશે.

નવીન ચાવલાએ કહ્યું કે બીજી વાત તો એ છે કે વિપક્ષી દળ સામાન્ય ચૂંટણી દરમિયાન કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરે છે. તેમણે કહ્યું કે 2009ની સામાન્ય ચૂંટણીમાં અમારી પાસે લગભગ 2000 પર્યવેક્ષક હતા. જ્યારે આપ સંસદ અને દરેક રાજ્ય વિધાનસભાને સામેલ કરો ચો તો પર્યવેક્ષકો અને કેન્દ્રીય દળોની માંગ ખૂબ જ વધવાની સંભાવના છે. ત્રીજું ઇવીએમ અને વીવીપેટ પણ એક મુદ્દો છે. જેમે સંભાળી શકાય છે પરંતુ તેના નિર્માણ માટે તમારે સમયની જરૂરિયાત રહેશે.

તેમણે કહ્યું કે 2015માં ઈ એમ સુદર્શન નચિયપ્પનની અધ્યક્ષતા વાળી સંસદીય સ્થાયી સમિતિએ એક સાથે ચૂંટણીનો મામલા પર અનેક ભલાવણો કરી હતી. તેની તપાસની જરૂરિયાત રહેશે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી આયોગની દ્રષ્ટીએ કહું છું તો એ યાદ રાખવું જોઈએ કે વધુ એક બંધારણ એકમ છે જે રાજ્ય ચૂંટણી આયોગ છે. આ આયોગ પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ સંભાળે છે. આ ચર્ચા દરમિયાન એ ચૂંટણીઓ ઉપર પણ વિચાર કરવો જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ