/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Online-Dating-Fraud.jpg)
ઓનલાઈન ડેટિંગ છોતરપિંડી
ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ છે. હવે દિલ્હીમાં ડેટ દરમિયાન એક પત્રકાર સાથે પણ છેતરપિંડી થઈ છે. જ્યારે પત્રકારે પોતાનો અનુભવ પોસ્ટ કર્યો અને શેર કર્યો, ત્યારે ઘણા લોકોએ સ્વીકાર્યું કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો પોલીસને આ દિશામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
અર્ચિત ગુપ્તા નામના પત્રકારે X પર એક પોસ્ટ લખીને કહ્યું કે, તેને ડેટિંગ એપ પરથી એક યુવતીનો મેસેજ મળ્યો હતો. યુવતીએ તેને રાજૌરી ગાર્ડનના બારમાં મળવા બોલાવ્યો હતો. જ્યારે અર્ચિત યુવતીને મળવા ગયો, ત્યારે તેણે પાણીની બોટલ, બિયર, વોડકા અને રેડ બુલનો ઓર્ડર આપ્યો, જેનું બિલ 15 હજાર રૂપિયાથી વધુ હતું.
બિલ પેમેન્ટ સમયે અર્ચિતે તેનું કાર્ડ આપ્યું ત્યારે મશીનમાં ખામી હોવાનું કહી તેનું કાર્ડ ચાર વખત સ્કેન કરવામાં આવ્યું હતું. આ પછી, જ્યારે તે બિલને નજીકમાં છોડીને શૌચાલયમાં ગયો તો, બિલ પણ ગાયબ થઈ ગયું. તેનો ભાઈ તેને લેવા માટે આવી રહ્યો છે તેમ કહી યુવતીએ ત્યાંથી ઝડપથી જવાનું કહેવાનું શરૂ કર્યું. અર્ચિત ત્યાંથી નીકળી ગયો પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને આ છેતરપિંડીની માહિતી મળી.
Fraud Alert: Met a girl on @bumble, went to The Race Lounge & Bar in Rajouri Garden. She ordered drinks and the bill was Rs 15,886. Realised it was a scam. Discovered many people are scammed. @Cyberdost 1930 not working, @DelhiPolice please take action. Read the whole story: pic.twitter.com/Ux18iYSRm1
— Archit Gupta (@Architguptajii) November 11, 2023
અર્ચિતે પોસ્ટમાં લખ્યું છે કે, ઘરે પહોંચ્યા પછી તેણે યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહીં. અર્ચિતનું કહેવું હતું કે, આના કારણે જે પણ પૈસા ગયા હતા તે ગુમાવ્યા હતા પરંતુ તે માનસિક અને ભાવનાત્મક રીતે પણ પરેશાન હતો. તેણે કહ્યું કે, એક મોટું રેકેટ કામ કરી રહ્યું છે, જેમાં આ હેતુ માટે છોકરીઓને રાખવામાં આવી રહી છે, જેઓ છોકરાઓને ડેટના બહાને બારમાં લઈ જાય છે અને પછી બિલના નામે તેમની પાસેથી બળજબરીથી સારી એવી રકમ વસૂલે છે.
આ પણ વાંચો -
અર્ચિતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ઘણા લોકો સ્વીકારી રહ્યા છે કે, તેમની સાથે પણ આવી જ છેતરપિંડી થઈ છે. અર્ચિતે સવાલ ઉઠાવ્યો કે, દિલ્હી પોલીસ શું કરી રહી છે? રાજૌરી ગાર્ડનમાં આવેલા લગભગ દરેક અન્ય બાર અને કાફે આવી છેતરપિંડી કરે છે. આ મામલે હું પોલીસમાં ફરિયાદ નોંધાવીશ.
હવે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા છોકરીઓને મળનારાઓને સાવચેત રહેવા કહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us