Operation Sindoor By Scalp Missile: ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ મંગળવાર બુધવારની વચ્ચેની રાત્રે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણા પર મિસાઈલ હુમલા કર્યા છે. તેમાં બહાવલપુરનું નામ પણ સામેલ છે. તે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સંગઠનનું મુખ્ય મથક છે. ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સૈન્ય હુમલા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે આ એરસ્ટ્રાઇકલમાં રાફેલ ફાઇટર જેટથી SCALP Missiles (સ્કેલપ મિસાઇલ) અને AASM હેમર બોમ્બનો ઉપયોગ કર્યો છે. ચાલો હવે જાણીએ કે આ સ્કેલ્પ મિસાઇલ કેટલી શક્તિશાળી છે.
What Is SCALP Missiles? સ્કેલપ મિસાઇલ શું છે?
સ્કેલ્પ મિસાઇલ ફ્રાન્સ અને યુકે દ્વારા બનાવવામાં આવી છે. આ લાંબા અંતરની હવામાં છોડવામાં આવેલી ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલનું વજન 1300 કિલો છે અને તે 5.1 મીટર લાંબી છે. જો તેની સ્પીડની વાત કરવામાં આવે તો તે સબસોનિક એટલે કે અવાજથી થોડી ઓછી ધીમી ઉડે છે. તે કલાકના 1050 કિમીની ઝડપે ઉડે છે. SCALP ની સ્ટીલ્થ ગુણવત્તા તેને વિશેષ બનાવે છે. તે લક્ષિત ઠેકાણાને ટાર્ગેટ કરી નષ્ટ નાબૂદ કરવા માટે જાણીતું છે. જેમાં બંકર, રન-વે, કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે. તે ટાર્ગેટની નજીક માત્ર 50 મીટરની ઉંચાઇએ ઉડે છે. આ કારણે પાકિસ્તાનનું HQ-9 રડાર ઝડપી શક્યું નથી.
સ્કેલ્પ મિસાઇલની સટીકતા?
લાંબી રેન્જ હોવા છતાં, સ્કેલપ મિસાઇલ તેના લક્ષ્યને ખૂબ જ ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. એટલું જ નહીં, તેની નેવિગેશન સિસ્ટમના ચાર ભાગ પણ છે. આમાંની પ્રથમ આઈએનએસ છે. તે શરૂઆતમાં ઉડીને અંતર કાપે છે. જીપીએસ પણ ઉડાન દરમિયાન ટાર્ગેટ સ્થળને પણ અપડેટ કરે છે. ટેરેન પ્રોફાઇલ મેચિંગ જમીનના નકશાને મેચ કરીને ઉંચાઇ અને દિશાને એડજસ્ટ કરે છે. સાથે જ ચોથા સિસ્ટમની વાત કરીએ તો, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટર્મિનલ ગાઇડન્સ ટાર્ગેટ સ્થળના ફોટાનું સંયોજન કરીને છેલ્લી સેકન્ડમાં સેન્ટીમીટર સ્તરની ચોકસાઇ સાથે લક્ષ્ય પર હુમલો કરે છે.
આ પણ વાંચો | મોદી સરકારે આપી શ્રદ્ધાંજલિ, જાણો એરસ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ આપવાનું સત્ય?
પહેલગામ હુમલાના બે દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક રેલીમાં સ્પષ્ટ કહ્યું હતું કે, આતંકવાદીઓને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, વડાપ્રધાનની ચેતવણીને ભારતીય સેનાએ હકીકતમાં ફેરવી નાખી છે. ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીથી આતંકીઓને જડબાતોડ જવાબ મળ્યો છે. સેનાના આ અદમ્ય સાહસના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે.