Opposition alliance INDIA meeting : મોદી સરકારને 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તાથી બહાર કરવા અને દેશને એક નવો વિકલ્પ આપવાના ઉદ્દેશ્યથી વિપક્ષી દળોનું બનેલું ગઠબંધન I.N.D.I.A. ની ત્રીજી અને મહત્વપૂર્ણ બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં થવા જઈ રહી છે. આ બેઠકમાં પટના અને બેંગલુરુની બેઠકમાં સામેલ 26 દળો ઉપરાંત બીજા બે દળો પણ સામેલ થશે. એટલે કે ગઠબંધનમાં હવે 28 પક્ષોનો સમાવેશ થશે.
બેઠકમાં 28 દળો અને 63 નેતાઓ સામેલ થશે
આ બેઠકમાં 28 દળોના 63 નેતા ભાગ લઈ રહ્યા છે. બેઠકની મેજબાની શિવસેના (ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે) પાર્ટી કરી રહી છે. પહેલા દિવસે અનૌપચારીક બેઠક થશે. ઔપચારિક રીતે બેઠક 1 સપ્ટેમ્બરે શુક્રવારે થશે. ગુરુવારે 31 ઓગસ્ટ સાંજે 6 વાગ્યે મહાવિકાસ અઘાડી તરફથી મુંબઈ પહોંચેલા વિવિધ દળોના નેતાઓનું સ્વાગત કરવામાં આવશે. બેઠકથી પહેલા સાંજે I.N.D.I.A. ગઠબંધનના લોગોનું અનાવરણ કરવામાં આવશે.
મુખ્ય બેઠક 1 સપ્ટેમ્બરે 11 વાગ્યાથી બે વાગ્યા સુધી થશે
શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે તરફથી રાત્રે 8 વાગ્યે ભોજન હશે. શુક્રવારે 1 સપ્ટેમ્બરે ઔપચારીક રુપથી બેઠકની શરુઆત થશે. સૌથી પહેલા સવારે 11 ગ્રૂપ ફોટોગ્રાફી થશે. આના ઠીક બાદ મુખ્ય બેઠક થશે જે બે વાગ્યા સુધી ચાલવાની સંભાવના છે. અઢી વાગ્યે લંચ થશે. જેની જવાબદારી મહારાષ્ટ્ર કોંગ્રેસ તરફથી ઉઠાવી છે. સાડા ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થશે.
બીઠકથી અલગ શુક્રવારે જ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય તિલક ભવનમાં પાર્ટી નેતા રાહુલ ગાંધીનું અભિનંદન કરવામાં આવશે.





