bengaluru opposition meet, loksabha election 2024, live updates : કર્ણાટકના બેંગલુરુમાં 17 જુલાઈએ શરુ થયેલી વિપક્ષી દળની બેઠકનો આજે બીજો દિવસ છે. સીટ વહેચણી ઉપર રોડમેપ તૈયાર કરવા પર ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત ભાજપ વિરોધી સમૂહોનું નામ, સંરચના અને એક સામાન્ય એજન્ડા અને અભિયાન કાર્યક્રમ આપવા અંગે ચર્ચા થશે. બેઠકની પૂર્વ સંધ્યા પર વિપક્ષી નેતાઓએ સોમવારે અનૌપચારિક વાતચીત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા આયોજિત રાત્રિભોજનમાં પણ ભાગ લીધો હતો.
બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બીજી બેઠક આજે સવારે 11 વાગ્યે થશે. જેને લઇને તૈયારીઓ ચાલું છે. રસ્તાઓ ઉપર પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા. વિપક્ષી નેતાઓની આ બેઠકમાં 26 દળો ભાગ લેવાની સંભાવના છે. આ વચ્ચે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે સીટ વહેંચણીમાં સમય લાગશે. તૃણમૂળ કોંગ્રેસ અને સીપીઆઈ પર વાત પર સહમત નથી. સમૂહનું કોઈ નામ હોવું જોઈએ કે નહીં. સૂત્રો પ્રમાણે જ્યાં ટીએમસી આના પક્ષમાં હતી ત્યાં સીપીઆઈ તેના પક્ષમાં નથી.
આજની બેઠકનો એજન્ડા શું હશે?
આજે મંગળવારે થનારી બેઠકના એજન્ડા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે વાંચ્યો, જેમાં બધી પાર્ટીઓએ બેઠકમાં પોતાનો મત આપવા માટે આમંત્રિત કર્યા હતા. આજના એજન્ડામાં છ પ્રસ્તાવ સામેલ છે. 2024ની સામાન્ય ચૂંટણી માટે ગઠબંધ કરવાનો એક સામાન્ય એજન્ડા છે. કોમન પોઇન્ટ્સનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે અલગ અલગ સબ કમિટીની સ્થાપના કરવી.
આ ઉપરાંત રેલીઓ, સમ્મેલનો અને આંદોલનો સહિત પાર્ટીઓ માટે એક સંયુક્ત કાર્યક્રમો તૈયાર કરવા, રાજ્યના આધાર પર સીટ-વહેંચણી નક્કી કરવી, ગઠબંધ માટે એક નામ પણ આજના એજન્ડો હશે. આ માટે કોમ સચિવાલય સ્થાપિત કરવા, ઇવીએમ ઉપર ચર્ચા કરવી અને ચૂંટણી પંચને સુધારાના સુજાવ આપવાના હશે.
વિપક્ષી ગઠબંધનને મળી શકે છે નવું નામ
એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મંગળવારે મોટી ઘોષણાઓની આશા છે. બપોર સુધી ગઠબંધનનું નવું નામ આવી શકે છે. જોકે, વામપંથી નેતાઓને એક સંયુક્ત કાર્યક્રમને અંતિમ રૂપ આપવા અને લોકતંત્ર, સંવિધાન અને ધર્મનિર્પેક્ષતાની રક્ષાના મુદ્દાની આજુબાજુ એક રાજનીતિક અભિયાન ડિઝાઈન કરવાની વાત કહી. આ સાથે જ મૂલ્ય વૃદ્ધિ અને બેરોજગારી જેવી આજીવિકાના મુદ્દા પર જન કાર્યવાહી અભિયાન પર પણ ભાર મુક્યો છે. ટીએમસી ઇચ્છે છે કે આમા વામ શબ્દાવલીમાં એક વાક્યાંશ, સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ કહેવાના બદલે સામાન્ય મુદ્દાઓ અને વાતચીતના બિંદુઓની પહેચાનના રૂપમાં તૈયાક કરવામાં આવશે.
એનડીએમાં પીએમ મોદીની તુલનામાં વિપક્ષી જૂથમાં સ્પષ્ટ નેતાની કમી પર AICC જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું કે 2024ની ચૂંટણીમાં નેતૃત્વથી વધારે મહત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે અમારી પાસે પુરતા નેતા છે જેમને વિવિધ ક્ષમતાઓમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે. નેતૃત્વની ચિંતા ન કરો, આ દેશની સ્થિતિની ચિંતા કરવાનો સમય છે.





