/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/arvind-kejriwal-3.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (ફાઇલ ફોટો)
Opposition Meeting In Patna : વિપક્ષી એકતાની પહેલી મોટી બેઠક પટનામાં સંપન્ન થઈ છે. પરંતુ આ બેઠક બાદ આમ આદમી પાર્ટી તરફથી અલગ જ નિવેદન સામે આવ્યું છે. તેમણે ભાર આપીને કહ્યું કે કોંગ્રેસ જે બેઠકમાં ભાગ લેશે તેમાં આમ આદમી પાર્ટી જશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે અધ્યાદેશ વિવાદના કારણે આમ આદમી પાર્ટી ગુસ્સે થઈ ગઈ છે અને વિપક્ષી એકતાની બેઠક પછી જ આ નિવેદન જાહેર કર્યું છે.
વિપક્ષી એકતાને મોટો ફટકો?
આમ આદમી પાર્ટી (આપ)એ કહ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ આ અધ્યાદેશનો જાહેરમાં વિરોધ ના કરે, તેના રાજ્યસભાના 31 સાંસદો તેની વિરુદ્ધ નહીં બોલે ત્યાં સુધી કોંગ્રેસ જ્યાં હશે ત્યાં વિપક્ષી એકતાની કોઇ પણ બેઠકમાં ભાગ લેવો આપ માટે મુશ્કેલ બની જશે. આમ આદમી પાર્ટીએ એ પણ દાવો કર્યો છે કે કોંગ્રેસ સિવાય બાકીની તમામ 11 પાર્ટીઓએ જાહેરમાં આ અધ્યાદેશ સામે સમર્થન કર્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનું અલગ વલણ પાર્ટીને સૌથી વધુ નડી પહોંચાડી રહ્યું છે.
આમ આદમી પાર્ટીની માંગ શું છે?
આમ આદમી પાર્ટીનો આ વિરોધ એટલા માટે મહત્વનો છે કારણ કે આ બેઠક પહેલા જ આપ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ તેનો બહિષ્કાર કરી શકે છે. ત્યારે પણ અધ્યાદેશ વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં એવું માની શકાય છે કે વિપક્ષ એક થાય તે પહેલાં જ તિરાડો દેખાવાનું શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી આ એકતામાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે. પંજાબ અને દિલ્હીમાં ભાજપ સામે સૌથી મજબૂત છે. આવામાં 20 થી વધુ લોકસભા બેઠકો પર તેની હાજરી મહત્વની છે. પરંતુ આ પ્રકારનું વિરોધ પ્રદર્શન વિપક્ષને નબળો પાડી શકે છે.
આ પણ વાંચો - લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને આપી લગ્ન કરવાની સલાહ, કહ્યું – લગ્ન કરો અમે બધા જાનૈયા બનીશું
અધ્યાદેશ વિવાદ શું છે?
દિલ્હીના અધ્યાદેશની વાત કરીએ તો થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કાનૂન વ્યવસ્થા, જમીન અને પોલીસની છોડીને બધા અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. અધિકારીઓની પોસ્ટિંગની સત્તા પણ દિલ્હી સરકારને આપવામાં આવી હતી. પરંતુ આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી હતી, જેના કારણે ફરીથી દિલ્હી સરકાર પાસેથી અધિકારીઓની પોસ્ટિંગની સત્તા છીનવી લેવામાં આવી હતી. અધ્યાદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. ત્યારબાદ કોઈ પણ અધિકારીની નિયુક્તિ અથવા બદલી કરાશે. ત્યાં પણ અંતિમ મહોર લગાવવાની સત્તા એલજીને આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us