મહાગઠબંધન| વિપક્ષ એકતા અભિયાન : 2019માં 60 ટકા વોટ એકલા બીજેપીના, પટનામાં ભેગી થયેલી પાર્ટીઓના કુલ વોટ અડધા પણ નહી

opposition BJP Roko Abhiyan : લોકસભા ચૂંટણી 2024 (loksabha election 2024) પહેલા વિપક્ષ પાર્ટીઓનું એકતા કરી રહ્યા છે, જે ભાજપ રોકો અભિયાન ચલાવશે. આ અભિયાનમાં કોંગ્રેસ, કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, શિવસેના, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપી, સીપીએમ, સીપીઆઈ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તી મોર્ચા જેવી પાર્ટીઓ એક થઈ લોકસભામાં ભાજપને હરાવવાનો પ્રયાસ કરશે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું તેઓ સફળ થશે?

Updated : June 26, 2023 17:24 IST
મહાગઠબંધન| વિપક્ષ એકતા અભિયાન : 2019માં 60 ટકા વોટ એકલા બીજેપીના, પટનામાં ભેગી થયેલી પાર્ટીઓના કુલ વોટ અડધા પણ નહી
મહાગઠબંધન - લોકસભા ચૂંટણી 2024

પ્રભાત ઉપાધ્યાય : બિહારની રાજધાની પટનામાં 23 જૂને દોઢ ડઝનથી વધુ વિરોધ પક્ષોના નેતાઓની બેઠક મળી હતી. નીતિશ કુમારની પહેલ પર આયોજિત આ બેઠકનો એક જ એજન્ડા છે – 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાનો. વિપક્ષી એકતાની આ બેઠકમાં કોંગ્રેસ, NCP, JDU અને DMK સહિત 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, જો વિપક્ષ ભાજપ સામે એકઠા થશે તો 2024માં દરેક બેઠક પર વિપક્ષના એક ભેગા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે, જેથી મતોનું વિભાજન થતું અટકાવી શકાય. પરંતુ શું આ વ્યૂહરચના કામ કરશે? ચાલો 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરીને આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ, અને આંકડાથી સમજીએ.

2019ના આંકડા શું કહે છે?

જે પક્ષો ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાની બેઠકમાં જોડાયા છે, જો આ તમામ પાર્ટીઓ વર્ષ 2019માં સાથે મળીને ચૂંટણી લડી હોત તો ભાજપને બહુ નુકસાન ન થયું હોત. જો આપણે 2019ની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, આ તમામ પક્ષોની કુલ બેઠકો એકલા ભાજપે જીતેલી બેઠકોમાંથી અડધી પણ નથી અને વોટ શેર પણ ભાજપનો અડધો છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી. જેમાં કુલ મતદાન થયુ હતું તેમાંથી 59.7 ટકા લોકોએ ભાજપને મત આપ્યો હતો.

જ્યારે પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં સામેલ તમામ પક્ષોની બેઠકો ભેગી થઈ 148 હતી અને વોટ શેર માત્ર 24.15 ટકા હતો. જેમાં જેડીયુ અને શિવસેનાની જીતેલી 34 સીટો પણ સામેલ છે. હવે શિવસેનામાં વિભાજન છે, તેથી જેડીયુ એનડીએ ગઠબંધનમાંથી બહાર છે.

વિપક્ષ એક થાય તો પણ ભાજપને રોકવું મુશ્કેલ છે

વિપક્ષી એકતા બેઠકનો ભાગ બનેલા પક્ષોમાં કોંગ્રેસ 2019માં સીટોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી હતી. તેને તેના ખાતામાં મહત્તમ 52 બેઠકો મળી અને વોટ શેર 8.1% હતો. એ જ રીતે, ડીએમકે બીજા નંબરનો સૌથી મોટો પક્ષ છે, જેણે 23 બેઠકો અને 4.3 વોટ શેર મેળવ્યા છે. એ જ રીતે તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી અને 4.5 ટકા વોટ શેર મળ્યો. આ સિવાય બેઠકમાં સામેલ અન્ય પક્ષોમાં કેટલાકને 5 અને કેટલાકને માત્ર એક જ બેઠક મળી હતી અને વોટ શેર એક ટકાની અંદર હતો.

વિપક્ષી એકતા બેઠકમાં સામેલ પક્ષોની 2019ની કામગીરી (જુઓ ટેબલ)

પાર્ટી2019માં સીટો2019માં વોટ શેર
કોંગ્રેસ528.1%
ડીએમકે234.3%
ટીએમસી224.5%
શિવસેના183.2%
જેડીયુ162.7%
સમાજવાદી પાર્ટી50.9%
એનસીપી50.7%
સીપીએમ30.5%
સીપીઆઈ20.3%
આમ આદમી પાર્ટી10.1%
ઝારખંડ મુક્તી મોર્ચા10.2%

કેવું રહ્યું ભાજપનું પ્રદર્શન?

હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની. 2019ની લોકસભા ચૂંટણીમાં એકલા ભાજપને 303 બેઠકો મળી હતી અને વોટ શેર 59.7% હતો. જો સાથી પક્ષો એટલે કે એનડીએની વાત કરીએ તો, કુલ સીટોની સંખ્યા 353 પર પહોંચી ગઈ હતી. 2014ની સરખામણીએ માત્ર ભાજપની સીટો જ નથી વધી, પરંતુ તેનો વોટ શેર પણ વધ્યો છે. 2014માં ભાજપને કુલ 282 સીટો મળી હતી અને 53.40 વોટ શેર મેળવ્યા હતા.

બીજી તરફ વિપક્ષી એકતાની બેઠકમાં સામેલ એનસીપી અને આરજેડી જેવા પક્ષોને નુકસાન વેઠવું પડ્યું હતું. 2019માં આરજેડી 4 સીટોથી શૂન્ય પર પહોંચી ગઈ હતી.

આ પણ વાંચોલોકસભા ચૂંટણી 2024 નો શંખનાદ, વિપક્ષની પહેલી એક્તા બેઠક સંપન્ન, જાણો 10 મહત્વની વાતો

ભાજપને રોકવું કેમ મુશ્કેલ છે?

આવી સ્થિતિમાં 2019ના ચૂંટણી પરિણામો જે પણ કહી રહ્યા છે અને વિપક્ષી એકતાની બેઠકમાં ભાગ લેનાર પક્ષો 2024માં એક થઈ જશે તો પણ ભાજપને રોકી શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. વિપક્ષી એકતાના માર્ગમાં અન્ય પડકારો પણ છે. જેમ કે, મમતા બેનર્જી ડાબેરી પક્ષોની વિરુદ્ધ છે, તો અરવિંદ કેજરીવાલની શરત છે કે, દિલ્હી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વટહુકમ પર પહેલા ચર્ચા થવી જોઈએ. એ જ રીતે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં સામાન્ય વિરોધનું ચિત્ર પણ સ્પષ્ટ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ