બેંગલુરુમાં આજે વિપક્ષી દળોની બેઠક શરુ થવા જઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી સહિત બે ડજનથી વધારે દળો સામેલ થવાની આશા છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે બેંગલુરુની આ બેઠકમાં યુપીએનું નવું નામ આપવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ ગઠબંધ વર્ષ 2004થી વર્ષ 2014 સુધી કેન્દ્રની સત્તામાં હતું. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આની ચેરપર્સન હતા.
આ બેછખ પહેલા સોમવારે જ્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલથી યુપીએના નામ અને બેઠકના મુદ્દા અંગે સવાલ પૂઠ્યો તો તેમણે કહ્યું કે “અમે હજી કોઈ નિર્ણય નહીં લઇએ. અત્યારે હું તમને નહીં જણાવી શકું કે કયા મુદ્દા પર ચર્ચા થશે. કોંગ્રેસ એકલી આ નક્કી નહીં કરે. બધા વિપક્ષી દળ બેશીને એકઠાં થઇને આ નક્કી કરશે.”
સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેંગલુરુની આ મીટિંગમાં વિપક્ષી દળ કોમન મિનિમમ પ્રોગ્રામ અને સ્ટેટ વાઇઝ સીટ શેયરિંગ ઉપર ચર્ચા કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામ અને કમ્યુનિકેશન પોઈન્ટ્સ ડ્રાફ્ટ કરવા માટે એક સબ કમિટીનું ગઠન કરવામાં આવશે.
વિપક્ષી નેતા કરશે એક-બીજાનો પ્રચાર?
તેમણે જણાવ્યું કે વિપક્ષી દળોના સંયુક્ત પ્રચાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે એક સબ કમિટીનું ગઠન કરવાની આશા છે. વિપક્ષ આ પ્રચાર કાર્યક્રમમાં રેલીઓ, સમ્મેલન અને આંદોલનનો સમાવેશ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષી દળ ઈવીએમ સાથે જોડાયેલા મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થશે. ચૂંટણી પંચને સુધાર સંબંધિત સુચન આપવામાં આવે.
આ ઉપરાંત પ્રસ્તાવિક ગઠબંધન માટે એક કોમન સેક્રેટ્રીએટ બનાવવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ભાષણની સાથે મીટિંગની શરુઆત થઈ શકે છે. મીટિંગ બાદ સાંજે 4 વાગ્યે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. બેંગલુરુની આ મીટિંગમાં વિપક્ષી દળ પોતાના મતભેદ દૂર કરીને યુનાઇટેડ ફ્રંટ બનાવવાની કોશિશ કરશે.





