ભારત પાકિસ્તાન મેચ પહેલા પહેલગામ હુમલાના પીડિતોનું છલકાયું દર્દ – ‘મને મારો ભાઇ પાછો આપો, પછી મેચ રમો’

India vs Pakistan Match : ભારત પાકિસ્તાન મેચ સામે નારાજગી વ્યક્ત કરતા પહેલગામ હુમલામાં પિતા અને ભાઇને ગુમાવનાર સાવન પરમારે કહ્યું હતુ કે, ઓપરેશન સિંદૂર હવે નકામા દેખાવા લાગ્યું છે.

Written by Ajay Saroya
Updated : September 14, 2025 09:43 IST
ભારત પાકિસ્તાન મેચ પહેલા પહેલગામ હુમલાના પીડિતોનું છલકાયું દર્દ – ‘મને મારો ભાઇ પાછો આપો, પછી મેચ રમો’
Pahalgam Attack Victim Family On India vs Pakistan Match : પહલગામ હુમલાના પીડિત સાવન પરમારે કહ્યું કે, જો તમારે મેચ રમવી હોય તો મારા 16 વર્ષના ભાઈને પાછા લાવો, જેને આટલી બધી ગોળીઓ વાગી હતી. ઓપરેશન સિંદૂર હવે નકામું લાગે છે. ” (Photo: @ANI)

Pahalgam Attack Victim Family Expressed Pain On India vs Pakistan Match : પહેલગામ હુમલાના પીડિતોના પરિવારજનોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ માટે સરકારની ટીકા કરી રહ્યા છે. પીડિત પરિવારજનો એ કહ્યું કે, જ્યારે તેમને આ સમાચાર મળ્યા ત્યારે પરિવાર ખૂબ જ નારાજ હતો. આ હુમલામાં પિતા અને ભાઈને ગુમાવનારા સાવન પરમારે આ મેચ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ કે, ઓપરેશન સિંદૂર હવે નકામા દેખાવા લાગ્યું છે.

સાવન પરમારે કહ્યું કે, જ્યારે અમને ખબર પડી કે ભારત-પાકિસ્તાન મેચ થઈ રહી છે, ત્યારે અમે ખૂબ જ નારાજ હતા. પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન હોવા જોઈએ. જો તમારે મેચ રમવી હોય તો મારા 16 વર્ષના ભાઈને પાછા લાવો, જેને આટલી બધી ગોળીઓ વાગી હતી. ઓપરેશન સિંદૂર હવે નકામું લાગે છે. ”

ભારત પાકિસ્તાન મેચ ન થવી જોઈએ: કિરણ પરમાર

તેમની માતા કિરણ યતીશ પરમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે, જો ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી તો આ મેચ કેમ યોજાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી. “આ મેચ ન થવી જોઈએ. હું વડાપ્રધાન મોદીને પૂછવા માંગુ છું કે જો ઓપરેશન સિંદૂર હજી સમાપ્ત થયું નથી તો પછી ભારત અને પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે? હું દેશના દરેક વ્યક્તિને કહેવા માંગુ છું કે પહેલગામ આતંકી હુમલામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને મળોઅને જુઓ તેઓ કેટલા દુઃખી છે. અમારા ઘા હજી રૂઝાયા નથી. ”

આ પણ વાંચો | ભારત પાકિસ્તાન મેચથી BCCI ને કેટલા પૈસા મળશે? 26 ભારતીયોની જીંદગીથી કિંમતી છે પૈસા? ઓવૈસી

આપણે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ: ઐશાન્યા દ્વિવેદી

અગાઉ શુભમ દ્વિવેદીની પત્ની ઐશાન્યા દ્વિવેદીએ પણ ભારત-પાકિસ્તાન મેચની આકરી ટીકા કરી હતી. બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સ્વીકારવી જોઈતી ન હતી. મને લાગે છે કે બીસીસીઆઈ તે 26 પરિવારો પ્રત્યે ભાવનાત્મક નથી. આપણા ક્રિકેટરો શું કરી રહ્યા છે? ક્રિકેટરોને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે. તેને આપણી રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે. 1-2 ક્રિકેટરો સિવાય કોઇએ આગળ આવીને કહ્યું નહતુ કે, આપણે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવો જોઈએ. બીસીસીઆઈ તેમને બંદૂકની અણીએ રમવા માટે દબાણ કરી શકે નહીં. તેમણે પોતાના દેશ માટે ઉભા રહેવું જોઈએ. પરંતુ તેઓ આવું કરી રહ્યા નથી. ”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ