પરમાણુ બોમ્બ હાલ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યા છે કારણ કે આવા ન્યુક્લિયર બોમ્બ બહુ જ ભયાનક હોય છે અને તેની ઘાતક અસર લાંબા સમય સુધી માનવજાતે સહન કરવી પડે છે, જેના સ્પષ્ટ ઉદાહરણ અમેરિકાએ જાપાન પર ફેંકેલા પરમાણું બોમ્બ બાદ જોવા મળેલી ભયાનકતા છે. હાલ ઘણા દેશોએ પોતાની સુરક્ષા માટે પરમાણુ બોમ્બે બનાવી રાખ્યા છે. સૌથી વધારે ન્યુક્લિયર બોમ્બે રશિયા પાસે છે. જાણો ક્યા દેશ પાસે કેટલા પરમાણું બોમ્બ છે.
ચીન પાસે વર્ષ 2035 સુધી 1500 પરમાણું બોમ્બ હશે
પેન્ટાગોનના એક રિપોર્ટ અનુસાર ચીનની પાસે વર્ષ 2035 સુધીમાં 1500 પરમાણું બોમ્બ હશે. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, જો ચીન હાલની ઝડપે પરમાણું બોમ્બ બનાવવાનુ ચાલુ રાખશે તો વર્ષ 2035 સુધીમાં તે ઉપરોક્ત અંદાજ સુધી પહોંચી જશે.
આ રિપોર્ટે અમેરિકાની ચિંતા વધારી દીધ છે. જો કે એની સ્પષ્ટતા નથી કરી કે ચીન પોતાનો શસ્ત્ર ભંડાર વધારવા માટે ઝડપી કામગીરી કરી રહ્યુ છે કે નહીં. ચીનના સૈન્ય અંગેના પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સિનિયર અમેરિકન ડિફેન્સ ઓફિસરે કહ્યુ કે, ચીન પાસે મોટી સંખ્યામાં હથિયારો છે, જે તેણે છુપાવી રાખ્યા છે.

આ રિપોર્ટ મુ્ખ્યત્વે વર્ષ 2021માં ચીનની ગતિવિધિઓ પર પ્રકાશ પાડે છે. તેમાં જણાવાયુ છે કે, ચીનની પાસે વર્તમાનમાં 400થી વધારે વોરહેડના પરમાણું હથિયારો છે.
આ અધિકારીએ કહ્યુ કે, પેન્ટાગોને વર્ષ 2030 સુધી ચીનની પાસે પરમાણું શસ્ત્રાગારમાં 1000 હથિયારો હોવાનો જે અનુમાન મૂક્યો હતો, તેમાં કોઇ ફેરફાર કર્યો નથી.
ચીને કહ્યુ કે, તેનો શસ્ત્રાગાર અમેરિકા અને રશિયા કરતા નાનો છે. સાથે સાથે એવું પણ કહ્યુ કે, અમે મંત્રણા માટે તૈયાર છીએ, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે અમેરિકા પોતાના પરમાણું હથિયારોને ચીનના સ્તર સુધી ઘટાડી દે.
દુનિયામાં હાલ 9 દેશો પાસે 12705 પરમાણુ હથિયાર
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના જણાવ્યા અનુસાર હાલ દુનિયાના 9 દેશોની પાસે પરમાણું હથિયારો છે ભારતનો પણ સમાવેશ થાય છે. પરમાણું હથિયારો ધરાવતા દેશોની યાદીમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, બ્રિટન, ફ્રાંસ, ઇઝરાયલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આ નવ દેશોની પાસે કુલ મળીને 12705 ન્યુક્લિયર વેપન છે, જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર દુનિયામાં તબાહી મચી શકે છે.
SIPRIની થિંક ટેન્કના મતાનુસાર, અમેરિકાની પાસે લગભગ 3700 ન્યુક્લિયર બોમ્બ છે, જેમાંથી તેણે લગભગ 1740 પરમાણું હથિયારોને તૈનાત કરી રહ્યા છે.
પરમાણુ હથિયારના મામલ પાકિસ્તાન ભારત કરતા આગળ
દુનિયામાં પરમાણુ હથિયારો ધરાવતા નવ દેશોની યાદીમાં ભારતના બે પડોશી દેશ ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે ન્યુક્લિયર વેપન ધરાવતા દેશોની યાદીમાં ચીને 350 પરમાણુ હથિયારો સાથે ત્રીજા ક્રમે છે. તો આ યાદીમાં ભારત કરતા પાકિસ્તાન આગળ છે, સરળ શબ્દોમાં કહીયે તો ભારત કરતા પાકિસ્તાન પાસે વધારે ન્યુક્લિયર વેપન છે. ભારત પાસે 160 પરમાણું હથિયાર છે જ્યારે પાકિસ્તાન પાસે 165 પરમાણુ બોમ્બ છે. જે ભારત માટે ચિંતાજનક બાબત છે.

ક્યા દેશ પાસે કેટલા પરમાણુ હથિયારો
દેશ | પરમાણુ હથિયારો |
---|---|
રશિયા | 5977 |
અમેરિકા | 5428 |
ચીન | 350 |
ફ્રાંસ | 290 |
બ્રિટન | 225 |
પાકિસ્તાન | 165 |
ભારત | 160 |
ઇઝરાયલ | 90 |
ઉત્તર કોરિયા | 20 |
પેન્ટાગોનની રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીને વર્ષ 2021માં 135 બેલાસ્ટિક મિસાઇલનું પણ પરિક્ષણ કર્યુ છે, જે સમગ્ર દુનિયામાં પાછલા વર્ષ કરાયેલા મિસાઇલ પરિક્ષણમાં સૌથી વધારે છે. દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પોતાના સૈન્યને સૌથી શક્તિશાળી બનાવવા માટે પરમાણું હથિયારોની સંખ્યા સતત વધારી રહ્યુ છે.