/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Indian-Army-soldiers.jpg)
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર પેટ્રોલિંગ કરી રહેલા ભારતીય સૈનિકો (PTI/Representative image)
(અરુણ શર્મા, બશરત મસૂદ) Pakistan Terrorism Funing and Drugs in Jammu & Kashmir and Punjab : ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે પાકિસ્તાન દ્વારા અલગ-અલગ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે. આતંકવાદના સહારે કાશ્મીર ખીણમાં માત્ર અશાંતિ ફેલાવવાની કોશિશ નથી થઈ રહી, પરંતુ ત્યાંના યુવાનોને ડ્રગ્સથી ગેરમાર્ગે દોરવાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સનું દૂષણ જે સ્તરે પહોંચી ગયુ છે, એવું કહેવું ખોટું નહીં હોય કે પાકિસ્તાનની એક નાયક સાજીશની સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના ઇન્વેસ્ટિગેશનમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે, પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સની સપ્લાય કરવામાં આવી છે. કાશ્મીરની સાથે પંજાબમાં પણ તેની સપ્લાય ચાલુ છે. ડ્રગ્સ વેચીને જે કમાણી થાય છે તેમાંથી આતંકવાદને ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે. એટલે કે પાકિસ્તાન એક કાંકરે બે પક્ષી મારવાની કોશિશ કરી રહ્યું છે. એક ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવાનું છે અને ખીણમાં આતંકવાદ સાથે ત્યાં અસ્થિરતા ઊભી કરવાની છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/image-26.png)
હાલ નોર્કો ટેરરનું મોડ્યુલ જે કાશ્મીર અને પંજાબમાં સક્રિય છે, તેના તાર પાકિસ્તાનની સાથે દુબઈ સાથે પણ જોડાયેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ડ્રોન દ્વારા ડ્રગ્સ ફેંકવામાં આવી રહ્યું છે. એક આંકડો દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાંથી અત્યાર સુધીમાં લગભગ 700 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 1400 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/image-27.png)
હાલમાં, ડ્રગ્સ અને આતંકવાદનું સંયોજન પોલીસ અને સેના બંને માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. સેનાએ તો ત્યાં સુધી કહ્યું છે કે પડોશી દેશમાંથી હથિયાર, ડ્રગ્સ અને અન્ય તમામ સંસાધનો કાશ્મીરમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં સ્થાનિક લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/image-28.png)
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જમ્મુ અને કાશ્મીરના ડીજી દિલબાગ સિંહે કહ્યું છે કે, જે પાકિસ્તાન પહેલા માત્ર આતંકવાદી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતું હતું, તેણે હવે ડ્રગ્સની મદદથી પણ આતંકવાદને ભંડોળ આપવાનું શરૂ કર્યું છે.
તેમણે ભારપૂર્વક કહ્યુ કે, કાશ્મીરના લોકોએ આતંકવાદને બદલે શાંતિ પસંદ કરી છે, તેથી પાકિસ્તાન હવે તેમને સજા આપવાનું કામ કરી રહ્યું છે. તેમના મતે, પંજાબમાં આતંકવાદને ઘણા સમય પહેલા નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ડ્રગ્સ નેટવર્કે ત્યાં તેના મૂળિયા મજબૂત કરવાનું કામ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us