/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/bse-sensex-share-market-3.jpg)
પ્રતિકાત્મક તસ્વીર
કહેવાય છે કે પ્રેમને કોઇ સીમા કે સરહદ નડતી નથી. ગ્રેટર નોઈડામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાકિસ્તાનની એક મહિલાને મોબાઇલ ગેમ PUBG રમતા રમતા ભારતીય પુરુષના પ્રેમમાં પડી અને પોતાના ચાર બાળકો સાથે ભારત આવી પહોંચી. હાલ પોલીસે તેને અને તેના ચાર બાળકોને કસ્ટડીમાં લીધા છે.
એનડીટીવીના મીડિયા રિપોર્ટ મુજબ, આ પાકિસ્તાની મહિલા નેપાળ થઈને ભારત આવી છે. તે ગ્રેટર નોઈડામાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. પોલીસે પાકિસ્તાની મહિલા અને તેના ચાર બાળકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે જણાવ્યું કે તે PUBG ગેમ મારફતે ગ્રેટર નોઈડાના એક વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી અને તેણે જ આ મહિલાને તેના ભાડાના મકાનમાં રાખી હતી.
આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, લગભગ 28 - 29 વર્ષની પાકિસ્તાની મહિલા અને ગ્રેટર નોઇડામાં રહેનાર એક વ્યક્તિ ઓનલાઇન ગેમ PUBGથી સંપર્કમાં આવ્યા હતા. PUBG ગેમ રમતા રમતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને એટલો ગાઢ પ્રેમ થયો કે પાકિસ્તાની મહિલા આ વ્યક્તિ સાથે રહેવા ભારત આવી ગઇ અને તે પોતાના ચાર બાળકો સાથે.
પોલીસનું કહેવું છે કે પોલીસે ગ્રેટર નોઈડાના એક વ્યક્તિની પણ અટકાયત કરી છે જેણે કથિત રીતે પાકિસ્તાની મહિલા અને તેના બાળકોને તેના ભાડાના મકાનમાં રાખ્યા હતા. આ મામલામાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગ્રેટર નોઈડા) સાદ મિયા ખાને મીડિયાને જણાવ્યું કે, પાકિસ્તાની મહિલા અને ગ્રેટર નોઈડામાં રહેતા પુરુષની અટકાયત કરવામાં આવી છે. મહિલાના ચાર બાળકો પણ પોલીસ કસ્ટડીમાં છે.
મહિલા નેપાળ થઈને ભારતમાં પ્રવેશી
ખાને વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે પુરુષ અને મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ વધુ માહિતી જણાવવામાં આવશે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા કથિત રીતે ઉત્તર પ્રદેશમાં પ્રવેશતા પહેલા અને બસ મારફતે ગ્રેટર નોઈડા પહોંચતા પહેલા ગયા મહિને નેપાળ થઈને તેના બાળકો સાથે ભારતમાં પ્રવેશી હતી. અધિકારીએ દાવો કર્યો કે મહિલા અને તેના બાળકો ગ્રેટર નોઈડાના રબુપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની માલિકીના ભાડાના મકાનમાં રહેતા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us