પશ્વિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે આજે સવારે સાત વ્યે મતદાન શરૂ થયું હતું. કુંલ 63,299 ગ્રામ પંચાયત સીટો ઉપર મતદાન થયું હતું. 9730 પંચાયત સમિતિ સીટો ઉપર 928 જિલ્લા પરિષદ સીટો ઉપર ચૂંટણી થી રહી છે. સીતાઈ, કૂચ બિહારમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ અજાણ્યા ઉપદ્રવિયોએ કથિત રીતે 6-130 બુથ, બરવિટા પ્રાઈમરી સ્કૂલમાં તોડફોડ કરી હતી. પંશ્વિમ બંગાળમાં પંચાયત પ્રતિનિધિઓ માટે ચૂંટણી માટે આજે સવારથી મતદાનમાં હિંસાના કારણે અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા.
શનિવારે મતદાન શરુ થયાના પહેલાથી જ ઉત્તર 24 પરગણનાના કદંબગાછીમાં એક વ્યક્તિની માર મારીને હત્યા કરી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ વિસ્તારના એક અપક્ષ ઉમેદવારોનું સમર્થક હતો. જેનાથી મતદાન પ્રક્રિયા આગળ વધી, માલદા અને કૂચ બિહારમાં હિંસાની બે અલગ અલગ ઘટનાઓમાં એક ભાજપ અને એક તૃણમૂળ કાર્યકર્તાનું મોત નીપજ્યું હતું.
પશ્વિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોલે મતદાન કેન્દ્રની મુલાકાત કરી
નંદીગ્રામમાં સવારે સાત વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. પીઠાસીન અધિકારી પ્રકાશ કુમાર ઘોષે જણાવ્યું કે સવારે મતદાન કેન્દ્ર પર મતદાતાઓની કુલ સંખ્યા 686 છે. સુવેંદુ અધિકારી પણ અહીંના મતદાતા છે.
સેન્ટ્રલ ફોર્સ તેનાત છે. આશા છે કે શાંતિપૂર્ણ મતદાન થશે. મુર્શિદાબાદમાં પણ પંચાયત ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં પંચાયત ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.
ઉત્તર 24 પરગણામાં પશ્વિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે મતદાન કેન્દ્રની મુલાકાત લીધી અને મતદાતાઓ તેમજ ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.
નંદીગ્રામ બ્લોક 1ના નિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ બ્લોક 1ના નિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી મહમ્મદપુર નંબર 2 ક્ષેત્રમાં બૂથ સંખ્યા 67 અને 68 ઉપર કેન્દ્રીય દળ તૈનાત ન કરવામાં આવે ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરશે.
આ પણ વાંચોઃ- મનિષ સિસોદિયાને વધુ એક ઝટકો, ઈડીએ અટેચ કરી પત્નીની પણ પ્રોપર્ટી, દિલ્હી દારુ કૌભાંડમાં કુલ 52 કરોડની સંપત્તિ જપ્ત
એક મતદાતાનું કહેવું છે કે અહીં કોઈ કેન્દ્રીય દળ નથી. ટીએમસી દ્વારા અહીં બુથ કેપ્ચરિંગ થાય છે. તેઓ મૃતકના નામ પર પણ નકલી વોટિંગ કરશે. જ્યાં સુધી કેન્દ્રીય દળ અહીં આવશે નહીં ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.





