scorecardresearch

પરીક્ષા પે ચર્ચા : બાળકોના સવાલ પર પીએમ મોદીએ કહ્યું- આ તો આઉટ ઓફ સિલેબસ છે, જાણો કાર્યક્રમની 10 મોટી વાતો

Pariksha Pe Charcha 2023 : બોર્ડ પરીક્ષા પહેલા આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના સવાલોના રસપ્રદ અંદાજમાં જવાબ આપ્યા

પરીક્ષા પે ચર્ચા : બાળકોના સવાલ પર પીએમ મોદીએ કહ્યું- આ તો આઉટ ઓફ સિલેબસ છે, જાણો કાર્યક્રમની 10 મોટી વાતો
પરીક્ષા પે ચર્ચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો, પેરેન્ટ્સ અને ટીચર્સ સાથે વાત કરી (તસવીર – બીજેપી ટ્વિટર)

Pariksha Pe Charcha 2023: પરીક્ષા પે ચર્ચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો, પેરેન્ટ્સ અને ટીચર્સ સાથે વાત કરી હતી. બોર્ડ પરીક્ષા પહેલા આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓના સવાલોના રસપ્રદ અંદાજમાં જવાબ આપ્યા હતા અને પરીક્ષાને તૈયારીને લઇને પણ ઘણી સલાહ પણ આપી હતી. આ દરમિયાન વિપક્ષની ટીકા અને આરોપોને લઇને એક વિદ્યાર્થીએ સવાલ કર્યો હતો. જેના પર પીએમ મોદીએ મજાકના અંદાજમાં કહ્યું કે આ આઉટ ઓફ સિલેબસ છે. હું જાણું છું કે તમે મને કેમ લપેટામાં લીધો છે કારણ કે તમારા પરિવારનો લોકો પણ આ સાંભળી રહ્યા છે.

પીએમ મોદીની ખાસ વાતો

  • પીએમ મોદી કહ્યું કે મારો એક સિદ્ધાંત છે, હું માનું છું કે સમૃદ્ધ લોકતંત્ર માટે ટિકા એક શુદ્ધીયગ્ન છે. ટિકા સમૃદ્ધ લોકતંત્રની પૂર્વ શરત છે.
  • પીએમ મોદીએ કહ્યું કે પરીક્ષા પર ચર્ચા તેમની પણ પરીક્ષા છે અને દેશના કોટિ-કોટિ વિદ્યાર્થી તેમની પરીક્ષા લઇ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. પરિવારોને પોતાના બાળકોથી આશા હોવી સ્વભાવિક છે. જોકે આ ફક્ત સામાજિક સ્થિતિ બનાવી રાખવા માટે છે તો આ ખતરનાક થઇ જાય છે.
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે ફક્ત પરીક્ષા માટે નહીં જીવનમાં આપણે સમયના મેનેજમેન્ટ પ્રત્યે જાગરુક રહેવું જોઈએ. કામનો ભાર તેથી થઇ જાય છે કારણ કે સમય પર તેને કર્યું નથી. કામ કરવામાં ક્યારેય થાક લાગતો નથી. કામ કરવાથી સંતોષ થાય છે. કામ ના કરવાથી થાક લાગે છે કે આટલું કામ બચ્યું છે.
  • પીએમે કહ્યું કે એક વખત તમે આ વાતને સ્વીકાર કરી લો કે મારી આ ક્ષમતા છે. આ સ્થિતિ છે તો મને તેના અનુકુળ વસ્તુ શોધવી પડશે.

આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે? બીજેપીના આ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર

  • તેમણે કહ્યું કે મોટાભાગના લોકો સામાન્ય હોય છે, અસાધારણ લોકો ઘણા ઓછા હોય છે. સામાન્ય લોકો અસામાન્ય કામ કરે છે અને જ્યારે સામાન્ય લોકો અસામાન્ય કામ કરે છે ત્યારે તે ઉંચાઇ પર જાય છે.
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે મહેનતી બાળકોને ચિંતા રહે છે કે હું મહેનત કરું છું અને કેટલાક લોકો ચોરી કરીને પોતાનું કામ કરી લેશે. આ જે મૂલ્યોમાં ફેરફાર આવ્યો છે તે સમાજ માટે ખતરનાક છે.
  • પીએમ મોદીએ કહ્યું કે હવે જિંદગી બદલી ગઇ છે, જીવન બદલી ગયું છે. આજે દરેક પગલે પરીક્ષા આપવી પડશે. નકલથી જિંદગી બની શકે નહીં.
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દુનિયામાં જ્યારે આર્થિક સરખામણી કરવામાં આવી તો તેમાં ભારતને એક આશાની કિરણના રુપમાં જોવામાં આવી રહ્યું છે. 2-3 વર્ષ પહેલા અમારી સરકારના વિષયમાં લખવામાં આવતું હતું કે તેમની પાસે કોઇ અર્થશાસ્ત્રી નથી, બધા સામાન્ય છે અને પીએમને અર્થશાસ્ત્ર વિશે કશું ખબર નથી. જે દેશને સામાન્ય કહેવાતો હતો તે આજે ચમકી રહ્યો છે.
  • તેમણે કહ્યું કે એવા લોકો છે જે ઘણી મહેનત કરે છે. કેટલાક લોકો માટે સખત મહેનત તેના જીવનના શબ્દકોશમાં ઉપલબ્ધ નથી. કેટલાક મુશ્કેલથી સ્માર્ટ વર્ક કરે છે અને કેટલાક સ્માર્ટ રીતથી હાર્ડ વર્ક કરે છે. આપણે આ બાબતોને બારીકાઇઓથી શીખવી જોઈએ અને પરિણામ માટે તે પ્રમાણે જ કામ કરવું જોઈએ.
  • પીએમ મોદીએ કહ્યું કે અમે રાજનીતિમાં કેટલી પણ ચૂંટણી કેમ ના જીતી લઇએ એવું દબાણ ઉભું કરાય છે કે અમારે હારવાનું નથી. ચારેય બાજુ દબાણ બનાવવામાં આવે છે. શું આપણે આ દબાણોથી દબાવવું જોઈએ? જો તમે પોતાની એક્ટિવિટી પર ફોક્સ કરો છો તો તમે સંકટથી બહાર આવી જશો. ક્યારેય પણ દબાણોના દબાણમાં ન રહો.

Web Title: Pariksha pe charcha 2023 pm narendra modi says its out of syllabus read 10 points

Best of Express