scorecardresearch

સંસદ બજેટ સેશન 2023 : 5 વર્ષમાં સૌથી ઓછી કામગીરી, 70 વર્ષમાં સૌથી ઓછી લોકસભા બેઠક યોજાઇ

Parliament Budget session 2023 : સંસદમાં બજેટ સેશનની શરૂઆત 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના પ્રવચન સાથે થઇ હતી. બજેટ સેશનના બીજા તબક્કાની શરૂઆત 13 માર્ચે થઇ અને સંસદને 6 એપ્રિલ 2023ના રોજ અચોક્કસ સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી

Lok Sabha
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર કાળો કપડા પહેરીને વિપક્ષના સાંસદોએ 6 મે, ગુરુવારના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન વિરોધ કર્યો. (ફોટો-પીટીઆઈ )

(વર્ષા શ્રીરામ) લોકસભા અને રાજ્યસભાને 6 માર્ચ, ગુરુવારના રોજથી સ્થગિત કરવામાં આવી હતી, જેની સાથે જ બજેટ સેશન 2023 પણ સમાપ્ત થઇ ગયો છે. જે તાજેતરના સમયમાં સૌથી ઓછું પ્રોડક્ટિવ સેશન પૈકીનું એક રહ્યું છે. સમગ્ર સેશન દરમિયાન એક બાજુ ભાજપ એ વિદેશમાં રાહુલ ગાંધી દ્વારા ટિપ્પણી કરવા અંગે માફી માંગવાની માંગમી કરી હતી તો બીજી બાજુ કોંગ્રેસ સહિત વિપક્ષો અદાણી મામલે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) તપાસની માંગ પર અડગ રહ્યા હતા.

પાંચ વર્ષમાં સૌથી ઓછી પ્રોડક્ટિવિટી વાળું બજેટ સેશન

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટા અનુસાર, 17મી લોકસભાનું 11મું સેશન તાજેતરના સમયમાં સૌથી તોફાની રહ્યું હતું. વારંવાર થતા હોબાળાને કારણે બજેટ સત્રમાં ઉત્પાદકતા અત્યંત ઓછી રહી હતી. સેશનના બીજા ભાગમાં તે 5.3 ટકા રહી જ્યારે પ્રથમ ભાગમાં તે 88.3 ટકા હતી. આ બજેટ સેશનની પ્રોડક્ટિવિટી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી હતી. ઉપરાંત 17મી લોકસભામાં 1952 પછી સૌથી ઓછી બેઠકો થવાની સંભાવના છે.

સમગ્ર બજેટ સેશનમાં માત્ર 45 કલાક જ કામગીરી થઇ

17મી લોકસભામાં અત્યાર સુધીમાં 230 સભા યોજાઈ છે. 16મી લોકસભાની તમામ લોકસભામાં સૌથી ઓછી 331 સભા હતી જેણે સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. વર્ષમાં સરેરાશ 58 બેઠકો યોજાતા 17મી લોકસભા 331 દિવસથી વધારે ચાલે તેવી શક્યતા નથી. આંકડાઓ મુજબ, સમગ્ર બજેટ સત્ર દરમિયાન લોકસભાએ 133.6 કલાકના નિર્ધારિત સમયની સામે 45 કલાકથી થોડીક વધારે કામગીરી થઇ છે. જ્યારે રાજ્યસભામાંએ 130 કલાકના નિર્ધારિત સમયની સામે 31 કલાકથી થોડાક વધારે સમય કામગીરી થઇ છે. લોકસભામાં નક્કી કરાયેલા સમયના 34.85 ટકા અને રાજ્યસભાએ 24.4 ટકા કામગીરી થઇ છે. લોકસભામાં પ્રશ્નકાળ માત્ર 4.32 કલાક જ્યારે રાજ્યસભામાં માત્ર 1.85 કલાક ચાલ્યો હતો.

રાજ્યસભાના બીજા તબક્કામાં માત્ર 6.4 ટકા પ્રોડક્ટિવિટી

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં કહ્યું કે, રાષ્ટ્રપતિના ભાષણ અંગે 13.44 કલાક ચર્ચા ચાલી હતી. જેમાં 143 સભ્યોએ ભાગ લીધો હતો. બજેટ અંગે 14.45 કલાક ચર્ચા થઈ હતી. આઠ બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને છ બિલ પસાર થયા હતા. અધ્યક્ષ જગદીપ ધનખડના જણાવ્યા અનુસાર રાજ્યસભામાં વિરોધ- વિક્ષેપના કારણે 103 કલાક 30 મિનિટનો બગાડ થયો હતો. રાજ્યસભામાં પ્રથમ તબક્કામાં પ્રોડક્ટિવિટી 56.3 ટકા અને બીજા તબક્કામાં માત્ર 6.4 ટકા જ રહી. લોકસભામાં બીજા તબક્કામાં તે માત્ર 5.29 ટકા જ્યારે પ્રથમ તબક્કામાં 83.80 ટકા રહી હતી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ કંઇ રીતે અને ક્યા મુદ્દાઓ પર એકજૂટ થવાની જરૂર સહિતને લઇને મૂંઝવણમાં , જાણો નેતાઓના તર્ક

ચર્ચા વગર જ બિલ પસાર

નાણા અને વિનિયોગ બિલને બાદ કરતા આ સેશનમાં પસાર થનાર એકમાત્ર ખરડો પ્રતિસ્પર્ધા (સુધારણા) બિલ, 2022 હતું. બંન્ને ગૃહોમાં ચર્ચા વગર જ તમામ બિલો પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી પર તેમની અંતિમ ટિપ્પણીમાં શોક વ્યક્ત કરતાં તેને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સંસદમાં અવ્યવસ્થા સર્જાઇ ગઇ છે, નવી વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. એક નવા માપદંડો જે લોકશાહીના ઉદ્દેશ્યને નષ્ટ કરી રહ્યા છે.

Web Title: Parliament budget session 2023 productive lok sabha political news

Best of Express