scorecardresearch

Budget 2023 Parliament Session: બજેટ 2023 અંગે 31 જાન્યુઆરીથી શરુ થશે બજેટ સત્ર, 66 દિવસોમાં થશે 27 બેઠકો

Budget 2023 parliament session: આ સત્ર 6 એપ્રિલ 2023 સુધી ચાલશે. સત્રની શરુઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપિ દ્રૌપદી મૂર્મૂ બંને સદનોને સંબોધી કરશે.

parliament Budget Session
31 જાન્યુઆરીથી શરુ થશે બજેટ સત્ર

Parliament Budget Session 2023: બજેટ 2023 અંગે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે. આ સત્ર 6 એપ્રિલ 2023 સુધી ચાલશે. સત્રની શરુઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ બંને સદનોને સંબોધિત કરશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના દિવસે બજેટ રજૂ કરશે.

બજેટ સત્ર 2023: 31 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલશે.

કેન્દ્રીય સંસદયી કાર્યમંત્રી પ્રલ્હાદ જોશીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે. સામાન્ય રજાની સાથે 66 દિવસોમાં 27 બેઠકોની સાથે છ એપ્રિલ સુધી ચાલશે. અમૃતકાળ વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ, કેન્દ્રીય બજેટ અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે ઉત્સુક છું. તેમણે જણાવ્યું હતું કે બજેટ સત્ર 2023 દરમિયાન રજા 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. જેથી વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિઓ ગ્રાન્ટ માંગોની તપાસ કરી શકે. પોતાના મંત્રાલયો અને વિભાગોના સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.

બજેટ 2023 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે નાણામંત્રી

66 દિવસના સમયગાળામાં 27 બેઠકો થશે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ પાંચમું કેન્દ્રીય બજેટ હશે જે નાણામંત્રી સીતારમણ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ 2024ની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળના છેલ્લા સંપૂર્ણ વર્ષના બજેટ તરીકે રજૂ કરવામાં આવશે.

બજેટ સત્રના પ્રથમ ભાગ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર વિગતવાર ચર્ચા બંને ગૃહોમાં થાય છે. ત્યારબાદ કેન્દ્રીય બજેટ પર ચર્ચા થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. જ્યારે નાણા પ્રધાન કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે.

ગયા સત્ર દરમિયાન લોકસભામાં 9 બિલ રજૂ કરવામાં આવ્યા હતા

બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન સરકારના કાયદાકીય એજન્ડા સિવાય વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ માટેની માંગણીઓ પર ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ સત્રના આ ભાગમાં પસાર થાય છે. છેલ્લા સત્ર દરમિયાન નવ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત બિલ સંસદના નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

Web Title: Parliament budget session budget session will start from 31 january nirmala sitharaman

Best of Express