Parliament Budget Session : સદનના બન્ને સદનમાં આજે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા જોવા મળી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ અદાણીથી લઇને હિન્દુ-મુસ્લિમ વિષયો પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આખું જીવન ખપાવ્યું છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને લાગે છે કે મોદીને ગાળો આપીને, ખોટા આરોપ લગાવી અને કાદવ ઉછાડીને રસ્તો નીકળશે પણ મોદી પર ભરોસો અખબારના સમાચાર અને ટેલિવિઝન પર ચમકતા ચહેરાથી થયો નથી, આખું જીવન ખપાવ્યું છે.
દેશમાં દરેક સ્તર, દરેક ક્ષેત્રમાં, દરેક વિચારમાં આશા જ આશા – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં દરેક સ્તર, દરેક ક્ષેત્રમાં, દરેક વિચારમાં આશા જ આશા જોવા મળી રહી છે. સપના અને સંકલ્પ લઇને ચાલનારો દેશ છે. જોકે કેટલાક લોકો એવા નિરાશામાં ડુબેલા છે કે શું કહીએ. કાકા હાથરસીએ કહ્યું હતું – આગા-પીછા દેખ કર, ક્યાં હોતે ગમગની જૈસી જિસકી ભાવના વૈસા દિખે સીન.
વિપક્ષે ઇડીનો આભાર માનવો જોઈએ – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે ઇડીનો ધન્યવાદ કરવો જોઈએ કે તેમના કારણે આ એક મંચ પર આવી ગયા. પહેલા આખો વિપક્ષ અલગ-અલગ હતો.
આજે દેશ ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે – પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં ઘણા દેશ પોતાના નાગરિકોની આર્થિક મદદ કરવા માંગતા હતા પણ અસમર્થ હતા. આ ભારત છે અહીં ફ્રેક્શન ઓફ સેકન્ડમાં લાખો-કરોડો રૂપિયા દેશવાસીઓના ખાતામાં જમા કરી રહ્યા હતા. એક સમય દેશ નાની-નાની ટેકનિકથી તરસતો હતો. આજે દેશ ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો – બજેટ સેશન 2023 : અદાણીનું નામ લઇને રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો પ્રહાર, લગાવ્યા ઘણા ગંભીર આરોપ
નિર્ણાયક સરકાર હંમેશા દેશ હિતમાં નિર્ણય કરે છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે લગભગ ત્રણ દશકો સુધી ભારતમાં રાજનીતિક અસ્થિરતા રહી. આજે આપણી પાસે એક સ્થિર અને નિર્ણાયક સરકાર છે. નિર્ણાયક સરકાર હંમેશા દેશના હિતમાં નિર્ણય લેવાનું સાહસ રાખે છે. છેલ્લા 9 વર્ષમાં 90 હજાર સ્ટાર્ટઅપ સામે આવ્યા છે. સ્ટાર્ટઅપ્સમાં આપણે દુનિયામાં ત્રીજા નંબર પર છીએ.
મુશ્કેલ સમયમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ઘણા દેશ યુદ્ધના કારણે અસ્થિરતાથી પીડિત છે. આપણા પડોશી સહિત ઘણા અન્ય દેશો મોંઘવારી, બેરોજગારી અને ખાદ્ય સુરક્ષાની ઉણપનો સામનો કરી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું.
દુનિયાને આજે ભારતને લઇને ઘણી આશા છે – પીએમ મોદી
પીએમ મોદીએ લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે આજે દુનિયાની દરેક વિશ્વસનીય સંસ્થા, દરેક વિશેષજ્ઞ, જે ભવિષ્યનો સારો સેશન રિપોર્ટ પણ લગાવી શકે છે. તે બધાને આજે ભારતને લઇને ઘણી આશા અને ઘણા હદ સુધી ઉમંગ છે. તેનું કારણ છે ભારતમાં અસ્થિરતા નથી.
લોકસભામાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું- કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા
પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા. કાલે કેટલાક લોકો બોલી રહ્યા હતા તો આખું ઇકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. કાલે ઉંઘ પણ સારી આવી હશે અને કદાચ આજે તે ઉઠી પણ શક્યા નહીં હોય.
પીએમે કહ્યું – આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે
પીએમ મોદીએ કહ્યું કે સંકટના માહોલમાં દેશને જેવી રીતે સંભાળ્યો, આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. પડકાર વગર જીવન નથી. 140 કરોડ લોકોનું સામર્થ્ય પડકારથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું, આદિવાસી સમાજમાં ગૌરવની અનુભૂતિ છે.