/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/new-parliament-protes.jpg)
પહેલાવનોના વિરોધ પ્રદર્શન પહેલા તૈયારી (Express Photo)
ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતર પર ભારતીય પહેલવાના ધરણા ચાલું છે. ધરણા પર બેઠેલા પહેલવાનો કેટલાક થોડા દિવસ પહેલા કહ્યું હતું કે જે દિવસ વડાપ્રધાન નવી સંસદનું ઉદ્ઘાટન કરશે ત્યાં મહાપંચાયનું આયોજન કરવામાં આવશે. નવા સંસદ ભવનનો વિરોધ કરનારા પહેલવાનોના માર્ચ પહેલા રાજધાનીમાં સુરક્ષા વધારવામાં આવી છે. શનિવારે પ્રદર્શનકારી પહેલવાનોએ કહ્યું હતું કે રવિવારે નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત કરવાનો નિર્ણય લીધો છે.
ટીકરી-ગાજીપુર બોર્ડર પાસે બેરિકેડ્સ
નવા સંસદ ભાવન તરફ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના માર્ચ પહેલા પોલીસે ટિકરી બોર્ડર, ગાજીપુર બોર્ડર, આઇટીઓ રોડ પાસે નિરીક્ષણ કર્યું અને બેરિકેડ્સ લગાવ્યા છે. પ્રદર્શન કરી રહેલા પહેલવાનો સાથે ખાપ પંચાયતના નેતાઓ અને ખેડૂતો પણ સામેલ થયાની વાત છે. ટિકરી બોર્ડર પર પોલીસે સુરક્ષા કડક કરી હતી કારણ કે ખાપ પંચાયતના નેતા અને ખેડૂત આજે દિલ્હીના નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પહેલવાનો સાથે સામેલ થઈ શકે છે.
ડીસીપી પૂર્વ દિલ્હી અમૃતા ગુગુલોતે કહ્યું કે દિલ્હી પોલીસ આવી હાલત માટે તૈયાર છે. અમારી પાસે પુરતી ફોર્સ છે. નવા સંસદ ભવન તરફ પ્રદર્શન કરી રહેલા પહેલાવનોના માર્ચ પર અમૃતા ગુગલોથે કહ્યું કે ગત વકત પ્રદર્શનકારીઓના કારણે મહિનાઓ સુધી સીમા બંધ રહી હતી. અમે અમારી સેનાને તૈયાર કરી લીધી છે. કારણ કે ફરીથી આવી હાલત પેદા ન થાય. અમે પ્રદર્શનકારીઓને પાછા જવા માટે મનાવીશું.
(સમાચાર અપડેટ થઇ રહ્યા છે)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us