millet menu : મીલેટ્સ મેનુ જેમાં રાગી પુરીથી લઈને બાજરીની રાગી અખરોટના લાડુનો થયો સમાવેશ

Parliament gets a new millet menu : પાર્લામેન્ટે (Parliament) તેના નવા મેનુમાં મીલેટ્સ (millet menu) નો સમાવેશ કર્યો છે, જેમાં બાજરીની રાબ (સૂપ), રાગી ઢોસા, રાગી ઘી રોસ્ટ, રાગી ઇડલી, જુવારની અને શાકભાજી મિક્ષ કરેલ ઉપમા, અને મેઈન કોર્સ માટે, મકાઈ/બાજરા/જુવારનો રોટલો અને તેની સાથે સરસોં કા સાગ, બટાકાનું શાક સાથે રાગી પૂરી વગેરેનો સમાવેશ છે.

Written by shivani chauhan
Updated : January 30, 2023 10:34 IST
millet menu : મીલેટ્સ મેનુ જેમાં રાગી પુરીથી લઈને બાજરીની રાગી અખરોટના લાડુનો થયો સમાવેશ
At a millet lunch for MPs last month. ANI file

Liz Mathew :જુવારના શાક ઉપમાથી માંડીને બાજરાની ખીચડી, રાગીના લાડુ,બાજરીનું ચુરમુ વગેરેને ટૂંક સમયમાં જ પરંપરાગત મનપસંદ બિરયાની અને કટલેટની સાથે સંસદ ભવનની કેન્ટીનના મેનૂમાં સ્થાન મળશે.

જેમ જેમ સરકાર બાજરીના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહન આપે છે તે રીતે રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત સંબોધનમાં, કહ્યું હતું કે ભારતમાં દરેક G20 સમિટ ઇવેન્ટમાં બાજરીની વાનગીઓ દર્શાવવામાં આવશે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યો માટે ખાસ બાજરીના મેનૂની ડિમાન્ડ કરી છે.

બાજરી મેનૂ પર બાજરેની રાબ (સૂપ), રાગી ઢોસા, રાગી ઘી રોસ્ટ, રાગી ઇડલી, જુવારની અને શાકભાજી મિક્ષ કરેલ ઉપમા, અને મેઈન કોર્સ માટે, મકાઈ/બાજરા/જુવારનો રોટલો અને તેની સાથે સરસોં કા સાગ, બટાકાનું શાક સાથે રાગી પૂરી, બાજરીની ખીચડી લસણની ચટણી સાથે મિક્સ કરવી, મીઠાઈઓમાં કેસરી ખીર, રાગી અખરોટના લાડુ અને બાજરાનું ચુરમુ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આ ફૂડ ‘મેનોપોઝ દરમિયાન થશે ફાયદાકારક સાબિત’

સૂત્રોએ જણાવ્યું હતું કે લા કાર્ટે મેનૂ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે જે દેશની રાંધણ (culinary) કળાને પ્રતિબિંબિત કરે છે જેમ કે,ઓટ્સ મિલ્ક, સોયા મિલ્ક, રાગી વટાણાનો સૂપ, બાજરા ડુંગળીના મુઠિયા (ગુજરાત), શાહી બાજરીની ટિક્કી (મધ્યપ્રદેશ), રાગી ઢોંસા સાથે મગફળીની ચટણી (કેરળ) અને સલાડ વગેરેનો સમાવેશ થાય છે.

આ મેનુ ITDCના મોન્ટુ સૈની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ પ્રણવ મુખર્જી અને રામ નાથ કોવિંદ બંનેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન સાથે સાડા પાંચ વર્ષ સુધી એક્ઝિક્યુટિવ શેફ હતા. ITDC 2020 થી સંસદની કેન્ટીન ચલાવી રહી છે.

સૈનીએ જણાવ્યું હતું કે બાજરીનું મેનૂ પણ લોકપ્રિય માંગને પ્રતિબિંબિત કરે છે કારણ કે તે શિયાળુ સત્ર દરમિયાન સંસદ ભવનનામાં સાંસદો માટે આયોજિત બપોરના ભોજનના માટે કર્યું છે, તેમણે કહ્યું કે, “સૌથી વધુ માંગવામાં આવતી વસ્તુઓ રાગી અખરોટના લાડુ અને બાજરીની રાબ હતી,”

બાજરીની વાનગીઓ સંસદની તમામ કેન્ટીનમાં ઉપલબ્ધ હશે અને સેન્ટ્રલ હોલમાં સાંસદોને પહોંચાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સંસદના અન્ય ફૂડ આઉટલેટ્સમાં ડીશમાં ઓછામાં ઓછી એક બાજરીની વાનગી હશે. નવા મેનૂમાં હેલ્થી ઓપ્શન પર ભાર મૂકતા સૈનીએ જણાવ્યું હતું કે મીઠાઈની વાનગીઓમાં ગોળ ખાંડનું સ્થાન લેશે.

આ પણ વાંચો: રાત્રે સારી ઊંઘ મેળવવા માટે દરરોજ સવારે આ પ્રવૃત્તિ કરો

ITDCના જનરલ મેનેજર પંકજ મિત્તલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, માનનીય સ્પીકર હતા જેમણે સલાહ આપી હતી કે સાંસદોને મેનુમાં બાજરીનો વિકલ્પ હોવો જોઈએ. જેથી બાજરી વિષે જાગૃતિ ફેલાઈ શકે છે, તેથી અમને શક્યતાઓ શોધવાનું કહેવામાં આવ્યું અને અમે અહીં આ મેનૂ પસંદ કર્યું છે.”

મિત્તલે જણાવ્યું હતું કે જ્યારે સંસદની કેન્ટીન મેનૂમાં હંમેશા બાજરીની કેટલીક વસ્તુઓ સામેલ હોય છે, એકવાર 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા પછી, “બાજરીના ઉપયોગની પેટર્ન બદલાઈ ગઈ છે. લોકોમાં બાજરીની ડિમાન્ડમાં વધારો થયો છે.”

સરકારને આશા છે કે મીલેટ્સના પ્રમોશનથી દેશભરના નાના ખેડૂતોને મદદ મળશે. ભારતનું બાજરીનું ઉત્પાદન 2003-04માં 21.32 મિલિયન ટનથી ઘટીને 2021-22માં 15.92 મિલિયન ટન થયું છે. ભારત વિશ્વમાં બાજરીના ટોચના પાંચ નિકાસકારોમાં સામેલ છે.

દેશે 2021-22માં $64.28 મિલિયનની બાજરીની નિકાસ કરી હતી, જે અગાઉના વર્ષના $59.75 મિલિયનથી વધુ હતી. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા મુખ્ય બાજરી ઉત્પાદક રાજ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ