Lifestyle Desk : દરરોજ રાત્રે સારી ઊંઘ લેવી જરૂરી છે કારણ કે તે તમારા શરીરને રિચાર્જ અને રિકવર કરે છે, જે બીજા દિવસે તમારી માનસિક અને શારીરિક કામગીરીમાં મદદ કરે છે. જો કે, આપણા બીઝી સ્કેડ્યુઅલ, અનિયમિત જીવનશૈલીની આદતો અને ડિજિટલ મીડિયાના વધુ પડતા વપરાશને લીધે, ઊંઘ ઘણી વાર આપણી પુરી થતી નથી. બદલામાં, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જેવા ક્રોનિક ડિસઓર્ડર્સ સહિત, અન્ય બીમારીઓનું જોખમનું વધી શકે છે. જેમ કે, તમારી સ્લીપિંગ સાઇકલને મદદ કરવા માટે તમે અમુક આદતોનું પાલન કરો તે મહત્વનું છે.
સુવાના થોડા કલાકો પહેલાં જે કરો છો તે નિર્ણાયક છે, તેની સાથે એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે તમારી સવારે યોગ્ય થવી જોઈએ, તે જ સમજાવતા, જીવનશૈલીના કોચ લ્યુક કોટિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક હેબિટ શેર કરી હતી જે તમારે દરરોજ સવારે પ્રેક્ટિસ કરવી જોઈએ. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું.
“જાગ્યા પછી, નેચરલ સનલાઇટમાં થોડી વાર સમય પસાર કરો,વહેલી સવારનો સૂર્યપ્રકાશ મેળવો, ભલે તે 10 મિનિટ માટે હોય.”
તેમણે સ્પષ્ટ કર્યું કે સૂર્યપ્રકાશ સવારે સર્કેડિયન લય (circadian rhythms) ને ફરીથી સેટ કરવામાં મદદ કરે છે અને સૂર્યમાંથી ઇન્ફ્રારેડ રાત્રે ઊંડી ઊંઘ માટે સબ-સેલ્યુલર સ્તરે મેલાટોનિનને સુધારે છે,ઊંડી ઊંઘ કરવી જરૂરી છે, ઊંઘ એ દવા છે.”
તેમણે કહ્યું કે, જો તમે સવારે સૂર્યપ્રકાશમાં બેસવાનું ચૂકી જાઓ તો સાંજે બેસવાનું રાખો, “સાંજના સૂર્યમાં પણ ઇન્ફ્રા-રેડ ફાયદા છે.”
હૈદરાબાદના યશોદા હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. દિલપ ગુડેએ જણાવ્યું હતું કે, “ધ્યાનમાં રાખવાનું બીજું મુખ્ય પરિબળ વિટામિન ડી અને ઊંઘ વચ્ચેની કડી છે. “વિટામિન ડી પૂરક અનિદ્રા અને ઊંઘના નિયમનમાં સુધારો કરવા માટે સાબિત થયું છે. તેવી જ રીતે, શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડીનો અભાવ ઊંઘની તકલીફ, ઓછી ઊંઘ અને રાત્રે જાગવાનું કારણ બની શકે છે,” સૂર્યપ્રકાશમાં લેવાથી પિનિયલ ગ્રંથિ સક્રિય થાય છે અને મેલાટોનિનના પર્યાપ્ત સ્ત્રાવ દ્વારા સર્કેડિયન લયને સુધારે છે.
આ પણ વાંચો: અમુક ફૂડ્સ પરના ‘+F’ લોગોનો અર્થ શું થાય છે? શું તેનું સેવન કરવું જોઈએ?
તેમણે જણાવ્યું કે, પૂરતું વિટામિન ડી મેળવવામાં મદદ કરવા માટે “સવારે અને સાંજે લગભગ અઠવાડિયાના દરેક દિવસે મધ્યાહ્ન સૂર્યના સંપર્કમાં 15 થી 30 મિનિટ અથવા વધુ સમય પસાર કરવો જોઈએ.”
ડૉ ગુડેએ જણાવ્યું હતું કે, પરંતુ, “ત્વચાના જખમ, કેન્સર, ઝડપી કરચલીઓ, શુષ્કતા અને નિસ્તેજ, અને રંગદ્રવ્યના ફેરફારો જેને ‘એજ સ્પોટ’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓએ સૂર્યના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.