Lifestyle Desk : સારું સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને, સરકાર એવા ફૂડ્સ વિશે વધુ જાગૃતિ લાવવાનું વિચારી રહી છે જેમાં “ફૂડ્સની ગુણવત્તા સુધારવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વો (micronutrients) ઉમેરવામાં આવે છે”.
જેમ કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ફોર્ટિફાઈડ ફૂડ્સ વિશે લોકોને માહિતગાર કરવા માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. તેના ભાગરૂપે, અભિનેતા સાક્ષી તંવર, એક જાહેરાતમાં, લોકોને અમુક આવશ્યક કરિયાણા પર ‘+F’ પ્રતીક જોવાની વિનંતી કરે છે જેથી તેઓ ખાતરી કરી શકે કે તેઓ “આપણા સ્વાસ્થ્ય માટે નિયમનકારી માત્રામાં સૂક્ષ્મ પોષકતત્ત્વો ઉમેરે છે”.
કેપ્શન કહે છે કે, “ઘઉંનો લોટ, ચોખા, મીઠું, તેલ અને દૂધની ખરીદી કરતી વખતે +F લોગો જુઓ તો ફોર્ટિફાઇડ ખોરાકમાં ખોરાકની ગુણવત્તા સુધારવા અને સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરવા માટે વધારાના સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે.”
નોંધનીય રીતે, 2022 ધ લેન્સેટના અભ્યાસ મુજબ, 57 ટકાથી વધુ બાળકો વિટામિન Aની ઉણપથી પીડાય છે, જે પેટા-ક્લિનિકલ લેવલે લક્ષણો હાજર હોઈ શકે છે. વધુમાં, વૈશ્વિક સ્તરે, સગર્ભા સ્ત્રીઓ અને તેમના નવજાત શિશુઓનું ઊંચું પ્રમાણ વિટામિન ડીની ઉણપથી પીડાય છે.
સૂક્ષ્મ પોષકતત્ત્વો (micronutrient) ની ઉણપના પડકારને પહોંચી વળવા માટે સૌથી સરળ અને સૌથી ટકાઉ જાહેર આરોગ્ય વ્યૂહરચનાઓ પૈકીની એક કોસ્ટ ઇફેકટીવ ફૂડ ફોર્ટીફિકેશન તરીકે ઓળખવામાં આવે છે, વૈજ્ઞાનિક રીતે સાબિત અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પૂરક એપ્રોચ છે જે હાલના ફૂડ ડિલિવરી સિસ્ટમ દ્વારા વ્યાપક, સંવેદનશીલ વસ્તી સુધી સરળતાથી પહોંચે છે.
આ પણ વાંચો: કરીના કપૂર ખાને ખીચડીનો માણ્યો આનંદ, શું કહે છે ડાયટિશયન જાણો અહીં
આપણા રોજિંદા આહારમાં ઘણા જરૂરી પોષક તત્વો ગુમાવવાનું સામાન્ય છે. તેથી, ઉપર સૂચિબદ્ધ દૈનિક ખાદ્ય વસ્તુઓની ખરીદી કરતી વખતે ‘+F’ લોગો જોવાની સલાહ આપવામાં આવે છે. ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ડૉ. અસ્મા લોને જણાવ્યું હતું કે,“ફોર્ટિફાઇડ ખોરાકને ઓળખવા માટે FSSAI દ્વારા લોગોને સૂચિત કરવામાં આવ્યો છે. આ ખાદ્યપદાર્થોમાં વિટામિન્સ અને આયર્ન જેવા પોષક તત્ત્વો નાના, નિયમનિત ડોઝમાં ઉમેરવામાં આવે છે. દેખાવ, રસોઈ પદ્ધતિ અથવા સ્વાદમાં તેનાથી કોઈ ફરક પડતો નથી.”
આ ફૂડમાં શું છે?
ડૉ. લોને જણાવ્યું હતું કે, “ફોર્ટિફાઇડ ફૂડમાં ઉમેરવામાં આવેલા કેટલાક સામાન્ય પોષક તત્વોમાં ફોલિક એસિડ, વિટામિન A, વિટામિન B6, વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન D, વિટામિન E, આયર્ન અને આયોડિનનો સમાવેશ થાય છે. “ફોર્ટિફાઇડ ખોરાકના ફાયદાઓમાં તેમની કિંમત-અસરકારકતા અને પોષણ-સંબંધિત બિમારીઓ જેમ કે રિકેટ્સ અટકાવવાની તેમની ક્ષમતાનો સમાવેશ થાય છે.
તે સિવાય, તેઓ સગર્ભાવસ્થામાં મદદરૂપ થાય છે, પુખ્ત વયના લોકોનું રક્ષણ કરે છે, બાળકોના વિકાસમાં મદદ કરે છે અને એકંદર આહારની જરૂરિયાતોમાં મદદ કરે છે. આનાથી ભારત જેવા દેશમાં ફોર્ટિફાઇડ ખોરાક વધુ નિર્ણાયક બને છે જે હજુ પણ કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.”
આ પણ વાંચો: રોજ સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ, કેળા, બદામ કે કિસમિસ? જાણો નિષ્ણાત પાસેથી
શું ધ્યાનમાં રાખવું?
ડૉ. લોને સલાહ આપી કે ફોર્ટિફાઇડ ફૂડની મર્યાદા હોય છે કે તે તમારા સ્વાસ્થ્યને કેટલું સુધારી શકે છે અને તેનું રક્ષણ કરી શકે છે.
ડૉ લોને કહ્યું કે,”ફોર્ટિફાઇડ ખોરાક સામાન્ય રીતે ભારે પ્રક્રિયા કરી બનાવામાં આવે છે. તે સિવાય વિટામિનના ઓવરડોઝનું પણ જોખમ રહેલું છે. તેથી ફોર્ટિફાઇડ ખોરાક એક મર્યાદામાં જ લેવો જોઈએ. ઉત્પાદનના લેબલ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે.
નિષ્ણાતો એવું પણ સૂચન કરે છે કે કોઈપણ પોષક તત્ત્વોની દૈનિક ભલામણ કરતા 200 ગણા વધુ હોય તેવો ખોરાક ન ખાવો જોઈએ. ફોર્ટિફાઇડ ફૂડ એકંદર સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ હોવો જોઈએ. તેથી, તમારા આહારમાં ફોર્ટિફાઇડ ખોરાક ઉમેરતા પહેલા, ન્યુટ્રિશનિસ્ટ અથવા ડાયેટિશિયનની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે. તમારે ફળો અને શાકભાજી જેવા બિનપ્રોસેસ કરેલા ખોરાકમાંથી શક્ય તેટલા વધુ પોષક તત્વો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.