સવારે ખાલી પેટે સૌથી પહેલા ક્યાં ફૂડનું સેવન કરવું જોઈએ, આ સવાલ મોટાભાગના લોકોના મનમાં રહે છે. પોષણને લગતા ઘણા મીથ છે, ખાસ કરીને જ્યારે તે વજન ઘટાડવાની, વજન વધારવાની, જીવનશૈલીની વિકૃતિઓ વગેરે જેવા વિષયોની વાત આવે છે ત્યારે, શું ખાવું અને શું ન ખાવું. આ મિથને સમજવા માટે નિષ્ણાતનો અભિપ્રાય ખૂબ જ ઉપયોગી છે.
આ ચિંતાને દૂર કરતા સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જણાવ્યું છે કે દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. નિષ્ણાતોએ કહ્યું કે મોટાભાગના લોકો દિવસની શરૂઆત કેળા, પલાળેલી બદામ અથવા પલાળેલી કાળી કિસમિસ ખાઈને કરે છે, તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
આ ખોરાક કોણે અને કેટલી માત્રામાં લેવો જોઈએ :
આ પણ વાંચો: એપેન્ડિક્સના લક્ષણો: એપેન્ડિક્સની સમસ્યા પીડાદાયક હોઈ શકે છે
કેળાનું સેવન કોના માટે ફાયદાકારક છેઃ
કેળા તે બધા લોકો માટે ઉપયોગી છે જેમને પાચનની સમસ્યા હોય અથવા જમ્યા પછી સ્વીટ ક્રેવિંગ થાય ત્યારે. આવા લોકોએ તાજા કેળાનું સેવન કરવું જોઈએ, તે ફાયદાકારક રહેશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત કેળા ખરીદો અને તેને પ્લાસ્ટિકની થેલીઓમાં ન રાખો પરંતુ આખા અઠવાડિયા દરમિયાન તેનો ઉપયોગ કરવા માટે કાપડની થેલીઓનો ઉપયોગ કરો.
6-7 પલાળેલી કિસમિસનું સેવન કરો
જો તમારું એનર્જી લેવલ ઓછું રહે છે, તો તમે દિવસભર એનર્જેટિક રહેવા માટે પલાળેલી કિસમિસ ખાઈ શકો છો. મહિલાઓએ પીરિયડના 10 દિવસ પહેલા પલાળેલી કિસમિસનું સેવન કરવું જોઈએ, તે ફાયદાકરાક સાબિત થાય છે.
ક્યાં લોકો માટે 4-5 પલાળેલી બદામ ફાયદાકારક છે?
જો તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ડાયાબિટીસ, PCOD, ઓછી પ્રજનન ક્ષમતા (low fertility)અને ખરાબ ઊંઘની સમસ્યા (poor sleep quality) હોય તો 4-5 પલાળેલી બદામ લો. પોષક તત્વોથી ભરપૂર બદામનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. PCOD માટે, સ્ત્રીઓએ પીરિયડ્સના 10 દિવસ પહેલા 6-7 કિસમિસ અને 1-2 રેસા કેસરનું સેવન કરવું જોઈએ.
ભાટિયા હોસ્પિટલ મુંબઈના ડાયેટિશિયન ઝોયા સર્વેના જણાવ્યા અનુસાર,બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે, જે વજન ઘટાડવા અને હૃદયની તંદુરસ્તી સુધારવામાં અસરકારક છે. કેળા જેવા ફળોમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદય અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: આયુર્વેદ ચેતવણી: આ કોમન ફૂડ કોમ્બિનેશનનું સેવન કરવાનું ટાળો, જાણો અહીં
સવારે ખાલી પેટે આ વસ્તુઓનું સેવન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો :
સવારે ખાલી પેટે ફૂડનું સેવન કર્યા પછી શું ધ્યાન રાખવું?
આ ખોરાક લીધા પછી 10-15 મિનિટ પછી ચા કે કોફી પી શકાય છે.
સવારે ઉઠીને એક ગ્લાસ (માત્ર) સાદું પાણી પીવો. અને પછી આ વસ્તુઓનું સેવન કરો. જાગ્યા પછી સૌથી પહેલા પાણી પીવો. પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે.
તમે ઉઠ્યાના 20 મિનિટ પછી કેળા, બદામ અને કિસમિસ ખાઈ શકો છો. થાઈરોઈડની બીમારી હોય તો ગોળી લીધા પછી ખાઈ શકાય છે.
આ ફૂડના સેવન પછી 15-20 મિનિટ પછી કસરત અથવા યોગ કરો.
તમે જે પાણીમાં કિસમિસ પલાળી છે તે પાણી પણ પી શકો છો.