Lifestyle Desk : યોગ્ય ખોરાક ખાવાથી આપણે સૅટિસ્ફાઈડ જ નથી રહેતા પણ શરીરને એનર્જી પણ મળે છે. જો કે, જ્યારે આપણે યોગ્ય ડાયટ પસંદ નથી કરતા તો ઘણી તકલીફ થઇ શકે છે. ત્યારે આપણને ઘણીવાર પાચનની સમસ્યાઓ થઈ શકે છે. તેનું કારણ એ છે કે, આયુર્વેદ દરેક ખોરાકને ચોક્કસ રચના, ગુણવત્તા, અંદરનું તાપમાન અને જ્યારે તે શરીરમાં પ્રવેશે છે અને જ્યારે તે પચાય છે ત્યારે ચોક્કસ ક્રિયાઓ ધરાવે છે તે પ્રમાણે વર્ગીકૃત કરે છે, ઇન્સ્ટાગ્રામ પર આયુર્વેદ નિષ્ણાત ડૉ. રેખા રાધામોનીની પોસ્ટ શેર કરી હતી કે,
તેમણે કહ્યું કે, “આ તમામ પરિમાણો નક્કી કરે છે કે શું ખોરાક સુપાચ્ય છે કે અપચો, પૌષ્ટિક છે કે બિન-પૌષ્ટિક છે અને શું તે વિકાસમાં મદદ કરે છે કે પછી વિરોધી ખોરાક છે. “
જેમ કે, ડૉ. રેખાએ કેટલાક સામાન્ય કોમન ફૂડ કોમ્બિનેશનની લિસ્ટ આપી છે જે પાચનના હેલ્થ માટે સારી નથી. તેમણે કહ્યુ કે, “આ 100% નોન આયુર્વેદિક કોમ્બિનેશન છે, જો તમે સારી પાચન અને ઝેરી અસર ઘટાડવા માંગતા હો, તો તેને ટાળવું જરૂરી છે.
આમાંના કેટલાક કોમ્બિનેશન સામેલ છે:
- કેળા સિવાયના તાજા ફળો સાથે દૂધ ન પીવું,ગરમ ખોરાકની સાથે ઠંડો ખોરાક
- ફળો સાથે ચીઝનું સેવન
- ઘઉં અને તલનું તેલ એકસાથે ખાવું
- દહીં સાથે ચિકનનું સેવન
- આલ્કોહોલ, મધ અને દહીં પછી તરત જ ગરમ પીણું પીવું
- કેળાને દહીં સાથે ખાવા
- દૂધ અને ગોળ. તેમણે ચેતવણી આપી હતી કે, “તેને ‘સ્વસ્થ’ બનાવવા માટે મીઠાશ તરીકે ગોળ ઉમેરવાથી તમારા પાચનમાં તકલીફ કરી શકે છે.”
આયુર્વેદ નિષ્ણાત ડૉ. અંશુ વાત્સ્યને અગાઉ indianexpress.comને જણાવ્યું હતું કે આયુર્વેદ ફૂડ કોમ્બિનેશનને સુસંગત અને અસંગત તરીકે વર્ગીકૃત કરે છે. ડોકટરે કહ્યું કે, “ફળો, ખાસ કરીને ખાટાં ફળો જેમ કે સ્ટ્રોબેરી, દ્રાક્ષ, નારંગી, આમળા વગેરે, દૂધ કે દહીં સાથે ન લેવા જોઈએ. આ એટલા માટે છે કારણ કે આ કોમ્બિનેશન જઠરનો સોજો અને અન્ય આંતરડાના સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારી શકે છે.”
આ પણ વાંચો: બેંગલુરુમાં થયું બાજરી અને ઓર્ગેનિક્સ મેળાનું આયોજન : પૌષ્ટિક રીતે ગાઢ અનાજને અપાયું પ્રોત્સાહન
ડૉ વાત્સ્યાને ઉમેર્યું કે, “આ ઉપરાંત, વ્યક્તિએ રાત્રે દૂધ અને દહીં સાથે નોન વેજ ફૂડનું સેવન ટાળવું જોઈએ.”
ટોનઓપ,ન્યુટ્રિશન એન્ડ ડાયેટ એક્સપર્ટ, ડો. રુચિ સોની શેર કરે છે કે, ” “ઘણા એવા ફૂડ કોમ્બિનેશન્સ છે જે આપણે ખાતા હોઈએ છીએ પરંતુ તેનું સેવન ખરેખર આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે”.
ચામાં હળદર ઉમેરવી અથવા ચા સાથે હળદરયુક્ત ફૂડ ખાવાથી શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જ્યારે ચામાં ટેનીન હોય છે અને બંનેનું એકસાથે મિશ્રણ એસિડિટી અથવા કબજિયાત જેવી ગેસ્ટ્રિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
ઘણા લોકોને બનાના શેક ભાવતો હોઈ છે, પરંતુ આયુર્વેદ મુજબ, કેળા અને દૂધ એકસાથે ન લેવા જોઈએ અને તે તમારા પાચનને અસર કરી શકે છે તેમજ સાઇનસ, શરદી અને ઉધરસ જેવા શ્વસન સંબંધી તકલીફો વધારી શકે છે.
આ પણ વાંચો: એપેન્ડિક્સના લક્ષણો: એપેન્ડિક્સની સમસ્યા પીડાદાયક હોઈ શકે છે, લક્ષણોને કેવી રીતે ઓળખવા અને અટકાવવા તે જાણો
આપણેમાંથી મોટાભગના લોકોને પાલક પનીર ભાવતું હોય છે પરંતુ પાલક અને પનીર એ હેલ્ધી કોમ્બિનેશન નથી. પાલક અથવા પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જ્યારે આ બે ફૂડ એકસાથે ખાવામાં આવે છે, ત્યારે કેલ્શિયમ આયર્નના પોષક તત્ત્વોના શોષણને અટકાવે છે.
ફળો ખૂબ જ ઝડપથી એબ્સોર્બ થઇ જાય છે, પેટમાંથી સરળતાથી પસાર થાય છે અને પછી આંતરડામાં શોષાય છે. જ્યારે આ ફળોને અનાજ, નોન વેજ અથવા ડ્રાય પ્રોડક્ટસ સાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે પાચનતંત્રમાં લાંબા સમય સુધી રહી શકે છે અને આથો આવવા લાગે છે. આ અન્ય સમસ્યાઓ તમારા આંતરડાની દિવાલોને નુકસાન પહોંચાડી શકે છે.
ફિશ અને દૂધનું એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે ફૂડમાં બે પ્રોટીન ખૂબ જ કાળજીપૂર્વક જોડવા જોઈએ. દરેક પ્રકારના પ્રોટીનને પચવામાં સમય લાગે છે, દૂધ અને ફિશ બંનેમાં પ્રોટીન હોય છે, અને બંનેને એકીકૃત કરવાથી કરવાથી શરીરીની પાચન શક્તિ ધીમી થઇ જાય છે.