scorecardresearch

આ ફૂડ ‘મેનોપોઝ દરમિયાન થશે ફાયદાકારક સાબિત’

women healthy diet during menopause : મહિલાઓ (women )એ મેનોપોઝ (menopause )દરમિયાન પોષણયુક્ત આહાર ( healthy diet ) લેવો ખુબજ જરૂરી છે.બ્રોકોલી, કોબીજ, ડાર્ક બેરી, ચણા અને સોયાબીન જેવા ખોરાક મેનોપોઝ (menopause)ના લક્ષણોને ઘટાડે છે.

These foods will help manage symptoms of menopause better.
આ ખોરાક મેનોપોઝના લક્ષણોને વધુ સારું બનાવવામાં મદદ કરશે.

Lifestyle Desk : મેનોપોઝ, સ્ત્રીના જીવનનો એક કુદરતી ભાગ જે સામાન્ય રીતે 40 વર્ષના અંતથી 50 વર્ષની શરૂઆતમાં પ્રજનન હોર્મોન્સમાં ઘટાડો થવાને કારણે થાય છે, મેનોપોઝ ઘણા શારીરિક અને હોર્મોનલ ફેરફારો તરફ દોરી શકે છે. એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રીને આખું વર્ષ પીરિયડ્સ ન આવે ત્યારે મેનોપોઝનો સમય ગાળો ચાલી રહ્યો છે તેમ કહેવાય છે.

પરંતુ, લક્ષણો વહેલા દેખાઈ શકે છે, પેરીમેનોપોઝ તબક્કા દરમિયાન, મેનોપોઝ પહેલા, જ્યારે સ્ત્રી તેના “40 વર્ષની એજમાં હોય છે, જો કે તે તેમના 30 ના દાયકાના મધ્યભાગમાં અથવા 50 ના દાયકાના મધ્યભાગમાં મોડું થઈ શકે છે.” આ સમય દરમિયાન, ઘણા લોકો ” મૂડ સ્વિંગ અને થાક જેવા લક્ષણોનો અનુભવ કરી શકે છે, જ્યારે એસ્ટ્રોજનનું સ્તર ઘટવાનું શરૂ થઈ શકે છે, જે તમારા હાડકાં, સ્નાયુ સમૂહ અને ચયાપચયને અસર કરે છે.”

આ પણ વાંચો: રાત્રે સારી ઊંઘ મેળવવા માટે દરરોજ સવારે આ પ્રવૃત્તિ કરો

પરંતુ, શું તમે જાણો છો કે આ સમયે તમે જે ખાવ છો તેનાથી ઘણો ફરક પડી શકે છે અને લક્ષણોમાં થોડી રાહત પણ આવી શકે છે? તેથી, અહીં ન્યુટ્રિશનિસ્ટ ભક્તિ કપૂરની જેણે Instagram પર શેર કર્યું કે “જ્યારે વૃદ્ધત્વ અને મેનોપોઝ સાથે સંકળાયેલા જોખમી પરિબળો અને લક્ષણો આપણા કંટ્રોલમાં નથી “પરંતુ જ્યારે લક્ષણો દેખાવા લાગે છે, ત્યારે તમે યોગ્ય ખોરાકનો લઇશકો છો. તે લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે.”

“સારી રીતે સંતુલિત આહાર કોઈપણ ઉંમરે જરૂરી છે, પરંતુ તમારા શરીરને મેનોપોઝ દરમિયાન વધારે કાળજીની જરૂર છે. મેટાબોલિક ફેરફારોથી લઈને ઑસ્ટિયોપોરોસિસના વધતા જોખમ સુધી, તમારા ડાયટમાં ફેરફાર કરવાથી તમને ભવિષ્યના લક્ષણોથી આગળ રહેવામાં મદદ મળી શકે છે. યોગ્ય ડાયટ સાથે તમારા શરીરને વધુ પડતું કામ ન કરવું તે મહત્વપૂર્ણ છે,” તેમણે લખ્યું કે અહીં મેં કેટલાક ફૂડનું લિસ્ટ આપ્યું જે મેનોપોઝ દરમિયાન તમને મદદ કરશે.

આ પણ વાંચો: મહિલાઓમાં એસ્ટ્રોજનની ઉણપને કારણે પીરિયડ્સ થઇ શકે અનિયમિત,જાણો આ હોર્મોનની ઉણપને કારણે શરીરમાં જોવા મળતા લક્ષણો વિષે

આમાં શામેલ છે:

સૅલ્મોન
લેન્ટિસ
એગ્સ
એવોકાડો
ઓટ્સ
લીલા શાકભાજી
મશરૂમ્સ

રજિસ્ટર્ડ ડાયેટિશ્યન ગરિમા ગોયલે કહ્યું કે, “જીવનના આ તબક્કાને સરળ બનાવે એ ફૂડ નથી, પરંતુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકથી ભરપૂર સંતુલિત આહાર લેવો ફાયદારક સાબિત થઇ શકે છે.”

નિષ્ણાતે કેટલાક ડાયટ પણ શેર કર્યું જે મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને મદદ કરી શકે છે:

ડેરી પ્રોડક્ટસ હંમેશા કન્ઝ્યુમ કરવી કારણ કે તેમાં તંદુરસ્ત હાડકાં માટે જરૂરી તમામ જરૂરી ખનિજો અને વિટામિન્સ જેવા કે વિટામિન ડી, વિટામિન K, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ કેલ્શિયમ અને વિટામીન K ભરપૂર હોય છે જે આ તબક્કા દરમિયાન શરીર માટે અત્યંત મદદરૂપ થઈ શકે છે.

ઓમેગા 3 થી સમૃદ્ધ ખોરાક જેમ કે ફિશ, ફ્લેક્સ સીડ્સ અને ચિયા સીડ્સ હોટ ફ્લૅશનો સામનો કરવામાં મદદ કરી શકે છે, જે એક મુખ્ય લક્ષણ છે.

ફાઇબરથી ભરપુર આખા અનાજ, ફળો અને શાકભાજી (ખાસ કરીને ક્રુસિફેરસ શાકભાજી) મહત્વપૂર્ણ છે કારણ કે તે હૃદયના રોગો, ડાયાબિટીસ, કેન્સરથી રક્ષણ આપે છે અને એકંદર આરોગ્ય માટે ફાયદાકારક છે.

બ્રોકોલી, કોબીજ, ડાર્ક બેરી, ચણા અને સોયાબીન જેવા ખોરાક ધરાવતા ફાયટોસ્ટ્રોજેન્સ એસ્ટ્રોજનની નકલ કરીને મેનોપોઝના લક્ષણોને ઘટાડે છે.

તેણીએ indianexpress.com ને કહ્યું, ” નોંધ કરો કે મેનોપોઝના લક્ષણોમાં વધારો કરનાર ખોરાક કેફીન, આલ્કોહોલ, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ખોરાક અને મસાલેદાર ખોરાક છે,તેથી આ આહારને તમે બને તેટલું ટાળવાનો પ્રયાસ કરો.

Web Title: Women health diet menopause menstrual cycle tips ayurvedic lifestyle healthy food

Best of Express