અમિત શાહે કહ્યું - સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર, સંવેદનશીલ મામલે દેશને સત્ય જાણવા મળે તે જરૂરી

Parliament : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - અમારી માંગ છે કે વડા પ્રધાને ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. અમે તે નિવેદન પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તમે બહાર બોલી રહ્યા છો પણ અંદર નહીં, આ સંસદનું અપમાન છે. આ એક ગંભીર બાબત છે

Parliament : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - અમારી માંગ છે કે વડા પ્રધાને ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. અમે તે નિવેદન પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તમે બહાર બોલી રહ્યા છો પણ અંદર નહીં, આ સંસદનું અપમાન છે. આ એક ગંભીર બાબત છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Amit Shah | Parliament | Manipur violence

અમિત શાહે લોકસભામાં કહ્યું કે હું ગૃહમાં મણિપુર પર ચર્ચા માટે તૈયાર છું (બીજેપી ટ્વિટર સ્ક્રિનગ્રેબ)

Manipur violence : મણિપુરમાં હિંસા મુદ્દે વિરોધ પક્ષો અને શાસક ભાજપ વચ્ચે સોમવારે ત્રીજા દિવસે પણ આ ખેંચતાણ ચાલુ રહી હતી. વિપક્ષે સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે નિવેદનની માંગ કરી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ લોકસભામાં મણિપુર હિંસા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમિત શાહે લોકસભામાં કહ્યું કે હું ગૃહમાં મણિપુર પર ચર્ચા માટે તૈયાર છું. હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા દો. આ સંવેદનશીલ મામલે દેશને સત્ય જાણવા મળે તે જરૂરી છે.

Advertisment

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મડાગાંઠનો અંત લાવવા માટે ગઈ કાલે રાત્રે વિપક્ષના ઓછામાં ઓછા ત્રણ સભ્યો – કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંધ્યોપાધ્યાય અને ડીએમકેના ટી આર બાલુ (ડીએમકે)ને ફોન કર્યા બાદ આ વાત સામે આવી છે. રાજનાથ સિંહે નીચલા ગૃહમાં પુનરોચ્ચાર કર્યો હતો કે અમે સંસદમાં ચર્ચા માટે તૈયાર છીએ.

દિવસની શરૂઆતમાં વિપક્ષે સંસદ પરિસરની અંદર વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. પ્લેકાર્ડ લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને માંગ કરી હતી કે વડા પ્રધાન મણિપુર પર ગૃહને સંબોધન કરે. આ હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભા બંને મુલતવી રાખવામાં આવી હતી.

મલ્લિકાર્જુન ખડગે જે રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે તેમણે કહ્યું કે અમારી માંગ છે કે વડા પ્રધાને ગૃહમાં આવીને નિવેદન આપવું જોઈએ. અમે તે નિવેદન પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. તમે બહાર બોલી રહ્યા છો પણ અંદર નહીં, આ સંસદનું અપમાન છે. આ એક ગંભીર બાબત છે.

Advertisment

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મણિપુરની પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પીએમ મોદીએ આ મુદ્દે બોલવું જોઈએ. તેમણે કહ્યું કે શું વડા પ્રધાન પાસે કોઈ જવાબદેહી નથી? તેમણે સંસદની બહાર 36 સેકન્ડનું નિવેદન આપ્યું હતું પરંતુ તેઓ સંસદ દ્વારા દેશને એ નથી જણાવી રહ્યા કે મુખ્યમંત્રીની હજુ સુધી હકાલપટ્ટી કેમ કરવામાં આવી નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રી હજી સુધી મણિપુરની મુલાકાત કેમ લઈ રહ્યા નથી.

આ પણ વાંચો - રાજસ્થાન : રાજેન્દ્ર ગુઢાની લાલ ડાયરીમાં એવું શું હતું? ઉલ્લેખ કરતા જ કોંગ્રેસે પાર્ટીમાંથી બહાર કર્યા

આ ટીકાનો જવાબ આપતા અને શાસક પક્ષનો બચાવ કરતાં ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામેના ગુનાઓ અંગે વિપક્ષનું મૌન મુશ્કેલીકારક છે. વધુ દર્દનાક વાત એ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી પોતાના મંત્રીની વાત સાંભળી રહ્યા ન હતા. તેમણે વિરોધ પક્ષના નેતાઓ પર અન્ય રાજ્યોમાં મહિલાઓ સાથે સંબંધિત હિંસા સંબંધિત મુદ્દાઓ પર મૌન રહેવા બદલ સવાલ કર્યો હતો અને સંસદમાં મણિપુર મુદ્દા પર ચર્ચાથી ભાગવાનો આરોપ લગાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે કહ્યું કે વિપક્ષે બહાનાબાજી ન કરવી જોઈએ. વડા પ્રધાને (ચોમાસુ) સત્ર પહેલા મણિપુર પર સંવેદનશીલતા અને દ્રઢતા સાથે નિવેદન આપી દીધું છે. સદનમાં વિક્ષેપો દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહે પ્રધાનમંત્રી સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી.

મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી જ મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. પુરુષોના ટોળા દ્વારા બે મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી રહી હોવાનો એક વીડિયો ગયા અઠવાડિયે સામે આવ્યા બાદ દેશવ્યાપી આક્રોશ ફાટી નીકળ્યો છે. બળાત્કારની આ ભયાનક ઘટનાના અહેવાલો બહાર આવ્યાના એક દિવસ પછી ચોમાસું સત્ર શરૂ થયું હતું. આ મામલે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.

મણિપુર સંસદ હિંસા રાજ્યસભા લોકસભા ટ્રેન્ડિંગ ન્યૂઝ અમિત શાહ