Parliament Monsoon Session: 20 જુલાઇથી શરૂ થનાર સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેશે, સરકાર UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

Parliament Monsoon Session: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ પર માહિતી આપતા લખ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઇના રોજ શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.

Parliament Monsoon Session: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ પર માહિતી આપતા લખ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઇના રોજ શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM narendra modi in new Parliament

નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (file image)

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે (1 જુલાઈ, 2023) ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જોશીએ ટ્વીટમાં લખ્યું છે - 'સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે આગળ લખ્યું કે, આ સત્રમાં કુલ 17 બેઠકો થશે જે 23 દિવસ સુધી ચાલશે. હું તમામ પક્ષોને સત્ર દરમિયાન વિધાયક અને સંસદના અન્ય કાર્યોમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું.

Advertisment

સુત્રોએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)એ જણાવ્યું કે, અલબત્ત તેની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઇ શકે છે, પરંતુ આ દરમિયાન નવી સંસદમાં સ્થળાંતર થવાની સંભાવના છે. એક વાર આવું થઇ જતા, તે નવી સંસદના ઉદ્ઘાટન બાદ યોજાનાર પહેલું સંસદ સત્ર હશે. નોંધનિય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ 28 મે, 2023ના રોજ નવા સંસદ ભવનું ઉદ્ઘાટન કર્યુ હતું.

સત્ર તોફાની રહેવાની શક્યતા

એવું પણ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર આ સત્રમાં સમાન નાગરિક સંહિતા રજૂ કરી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ કાયદા અંગેનું બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય છે. તો આ દમરિયાન ચોમાસુ સત્રમાં ઘણા બધા બિલ પસાર થવાની સંભાવના છે. તેમાં નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલનો સમાવેશ થઈ શકે છે.

Advertisment

3 જુલાઈના રોજ બેઠક

યુનિફોર્મ સિવિલ કોડ અંગે સાંસદોનો અભિપ્રાય લેવા માટે 3 જુલાઈએ સંસદીય સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ મુદ્દે કાયદા પંચ, કાનૂની બાબતોના વિભાગ અને વિધાયક વિભાગના પ્રતિનિધિઓને બોલાવ્યા છે. યુસીસી પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગવાના મુદ્દે કાયદા પંચ દ્વારા આ ત્રણ વિભાગોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે.

PM મોદીએ UCC અંગે શું કહ્યું?

પીએમ મોદીએ મંગળવારે ભોપાલમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે, ભારતના મુસલમાનોએ એ સમજવું પડશે કે કઇ રાજકીય પાર્ટીઓ તેમને ભડકાવી રહ્યા છે. આજકાલ યુસીસીના નામે ભડકાવી રહ્યા છે. પીએમ મોદીનું કહેવુ છે કે, એક ઘરમાં એક સભ્યની માટે એક કાયદો અને બીજાની માટે અલગ કાયદો કેવી રીતે ચાલશે? આવા બેવડા નિયમોથી કેવી રીતે દેશ ચાલશે. પીએમ મોદીએ કહ્યુ કે, જો મુસલમાનોના સાચા હિતેચ્છુ હોત તો તેઓ પાછળન રહેતા. સુપ્રીમ કોર્ટ વારંવાર કરી રહી છે યુનિફોર્મ સિવિલ કોડ લાવો, પરંતુ આ વોટ બેંકના ભૂખ્યા લોકો આવુ કરવા ઇચ્છતા નથી.

સંસદ ચોમાસું politics દેશ congress ભાજપ PM Narendra Modi