Parliament No Confidence Motion Updates : પીએમ નરેન્દ્ર મોદીએ સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન એક ભવિષ્યવાણી કરી છે. તેમની તરફથી ભાર આપીને કહેવામાં આવ્યું કે વિપક્ષ ફરી એકવખત અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવશે. પીએમ મોદીએ કહ્યું કે 2028માં જ્યારે તમે અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવશો ત્યારે દેશ વર્લ્ડની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે.
પીએમે સરકારની સફળતા ગણાવી
પીએમ મોદીએ કહ્યું કે એ ના ભુલવું જોઈએ કે દેશમાં કેટલા સ્ટાર્ટ અપ ખોલી રહ્યા છે. રેકોર્ડ વિદેશી નિવેશ આવી રહ્યું છે, આજે ભારતનું એક્સપોર્ટ નવી ઉંચાઇઓ પર પહોંચી રહ્યું છે. આજે ગરીબના દિલમાં પોતાના સપના પુરા થવાનો વિશ્વાસ જન્મ્યો છે. આજે દેશમાં ગરીબી ઝડપથી ઓછી થઇ રહી છે. નીતિ આયોગના મતે સાડા 13 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા છીએ. આઈએમએફ પોતાના વર્કિંગ પેપરમાં લખે છે કે ભારતે અતિ ગરીબીને લગભગ-લગભગ ખતમ કરી દીધી છે. WHOએ કહ્યું કે જલ જીવન મિશના કારણે ભારતમાં ચાર લાખ લોકોના જીવ બચ્યા છે. આ ચાર લાખ કોણ છે, મારા ગરીબ, વંચિત ભાઇ-બહેન છે. આપણા પરિવારના નીચલા સ્તરના મજબૂર લોકો છે.
પીએમ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને તેમનો મિત્રોનો ઇતિહાસ રહ્યો છે તેમને ભારતના સામર્થ્ય પર ક્યારેય વિશ્વાસ રહ્યો નથી. તે વિશ્વાસ કોના પર કરે છે. હું સદનને યાદ અપાવવા માંગું છું કે પાકિસ્તાન સરહદ પર હમલા કરતું હતું, આપણે ત્યાં ઘણા આતંકવાદી મોકલવામાં આવતા હતા અને આ પછી પાકિસ્તાન ફરી જતું હતું તે અમારી કોઇ જવાબદારી નથી. તે સમયે તેમનો પાકિસ્તાન સાથે એવો પ્રેમ હતો કે તરત તેમની વાત માની જતા હતા. પાકિસ્તાન કહેતું હતું કે હુમલા થતા રહેશે અને વાતચીત પણ થતી રહેશે. આ તેમનો વિચાર રહ્યો છે. કાશ્મીર આતંકવાદની આગમાં સળગી રહ્યું હતું. જોકે કોંગ્રેસ સરકાર સામાન્ય નાગરિકો પર વિશ્વાસ કરતા ન હતા, તે વિશ્વાસ હુર્રિયત પર કરતા હતા. પાકિસ્તાનના ઝંડા લઇને જે ચાલે છે તેના પર વિશ્વાસ કરતા હતા.
આ પણ વાંચો – અવિશ્વાસ પ્રસ્તાવ : જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યા એવા પ્રહારો કે સદનથી વોકઆઉટ કરી ગઇ કોંગ્રેસ
પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષને એક સીક્રેટ વરદાન મળ્યું છે. વરદાન એ છે કે આ લોકો જેનું ખરાબ ઇચ્છે છે તેનું ભલું જ થશે. એક ઉદારહણ તો જોવો અહીં છે. 20 વર્ષ થઇ ગયા, શું નથી કહ્યું, પણ ભલું જ થતું રહ્યું. હું તો ત્રણ ઉદાહરણથી આ વરદાનને સિદ્ધિ કરી શકું છું. આ લોકોએ બેન્કિંગ સેક્ટર માટે કહ્યું હતું કે આ ડુબી જશે, તબાહ થઇ જશે, દેશ ખતમ થઇ જશે, બધુ કહી દીધું હતું. મોટા-મોટા વિદ્ધાનોને વિદેશથી લાવતા હતા, આપણા બેંકોને લઇને નિરાશાજનક વાતો કરતા હતા. જ્યારે તેમણે ખરાબ ચાહ્યું તો નેટ પ્રોફિટ ડબલથી વધારે થઇ ગયો છે.
યુવાના સપના અમે પુરા કર્યા – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દેશનો વિકાસ, દેશના નાગરિકોના સપના પુરા કરવાનો સંકલ્પ, સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવામાં જોડાઇ જવું, આ જ સમયની માંગ છે. 140 કરોડ ભારતીય, તેમની સામૂહિક તાકાત આપણને તે ઉંચાઇ પર પહોંચાડી શકે છે. આપણી યુવા પેઢીનો લોહા આખી દુનિયા માને છે. જેથી 2014માં ત્રીસ વર્ષ પછી દેશની જનતાએ પૂર્ણ બહુમતથી સરકાર બનાવી હતી. 2019માં પણ આ ટ્રેક રેકોર્ડ જોઇને ફરી એક વખત અમને સરકાર બનાવવાની તક આપી અને તે પણ વધારે મજબુતી સાથે.