PM Narendra Modi Speech : PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને પરિવારવાદ અને દરબારવાદ પસંદ છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. એનડીએ અને ભાજપ બધા રેકોર્ડ તોડીને 2024માં સત્તામાં પાછી આવશે
પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની મોટી વાતો
-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીનો આ કાલખંડ ભારત માટે દરેક સપનાને સિદ્ધ કરવાની તક આપનાર મહત્વપૂર્ણ સમય છે, આ કાલખંડનો પ્રભાવ એક હજાર વર્ષ સુધી રહેશે. અમે ભારતના યુવાનોને કૌભાંડોથી મુક્ત સરકાર આપી છે.ખુલ્લા આકાશમાં ઉડવાનો આત્મવિશ્વાસર અને તક આપી છે. દુનિયામાં બગડેલી પ્રતિષ્ઠાને પણ અમે સંભાળી છે અને તેને નવી ઊંચાઈએ લઈ ગયા છીએ. વડાપ્રધાને કહ્યું કે વિપક્ષે અવિશ્વાસની આડમાં લોકોના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.
-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે નીતિ આયોગના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. IMFએ કહ્યું છે કે ભારતમાંથી અત્યંત ગરીબી લગભગ દૂર થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ નિયત નથી અને કોઈ વિઝન નથી, ના વૈશ્વિક અર્થવ્યવસ્થાની સમજ અને ના તેમને ભારતીય અર્થવ્યવસ્થાની તાકાતનો અંદાજ નથી.
-વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્રોનો એવો ઈતિહાસ છે કે તેઓને ક્યારેય ભારતમાં, ભારતની ક્ષમતામાં વિશ્વાસ નહોતો. કોંગ્રેસના ઓળખ સાથે જોડાયેલી કોઇ ચીજ તેમની પોતાની નથી. તેમના ચૂંટણી ચિન્હથી લઇને વિચારો સુધી કોઇ બીજાના લીધા છે.
-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવિશ્વાસ અને અભિમાન તેમની નસોમાં બેસી ગયા છે. તેઓ જનતાનો વિશ્વાસ જોઈ શકતા નથી. શાહમૃગ અભિગમ છે તે માટે દેશ શું કરી શકે. ઘરમાં જ્યારે સારું થાય ત્યારે નજર ના લાગે તે માટે કાળું ટપકું કરવામાં આવે છે. આજે દેશનું મંગળ, વાહવાહી થઇ રહી છે તેના માટે હું તમારો આભાર માનું છું કે તમે કાળા ટપકાના રૂપમાં કાળા કપડા પહેરીને ગૃહમાં આવીને આ મંગળને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ સદનમાં કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું – 2028માં વિપક્ષ ફરી લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ
-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષના લોકોને એક રહસ્યમય વરદાન મળ્યું છે કે આ લોકો જેનું ખરાબ ઈચ્છે છે તેનું સારું થશે. આવું જ એક ઉદાહરણ તમારી સામે ઊભું છે. 20 વર્ષ થઈ ગયા, શું નથી કહ્યું છતા ભલું જ થતું રહ્યું છે
-પીએમે કહ્યું કે જ્યારે અમે દાવો કરીએ છીએ કે અમે અમારી ત્રીજી ટર્મમાં દેશને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવીશું તો એક જવાબદાર વિપક્ષનું કામ શું હોય? તેમણે સવાલ પૂછ્યા હોત કે ‘નિર્મલા જી, મોદીજી તમે આ કેવી રીતે કરશો? આ પણ મારે શીખવાડવું પડશે. આ લોકો ચૂંટણીમાં જાહેરમાં કહેતા હતા કે તેમને પહેલો નંબર મળશે. આપણા વિપક્ષની આ ત્રાસદી છે. આ લોકો અનુભવ વગરની વાત કરે છે. તે કહે છે કે આ બધું આમ જ થવાનું છે
-વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ભારતની ક્ષમતામાં વિશ્વાસ કરતા નથી. તેઓને ભારતના લોકોમાં વિશ્વાસ નથી. પરંતુ હું આ ગૃહને કહેવા માંગુ છું કે આ દેશના લોકોમાં પણ કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસની ખૂબ જ તીવ્ર ભાવ છે. કોંગ્રેસ પોતાના અભિમાનમાં એટલી હદે ડૂબી ગઈ છે કે તેને જમીન દેખાતી નથી.
-પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું વિપક્ષમાં મારા સાથીદારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. થોડા દિવસો પહેલા જ બેંગલુરુમાં તમે સાથે મળીને દાયકા જૂની UPAની ક્રિયા કર્મ કર્યું, તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. લોકતાંત્રિક વર્તન પ્રમાણે મારે તમારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈતી હતી.
-તેમણે આગળ કહ્યું કે મેં મારી સંવેદના વ્યક્ત કરી નથી કારણ કે તમે લોકો ઉજવણી કરી રહ્યા હતા. તમે શા માટે ઉજવણી કરી રહ્યા હતા કારણ કે તમે ખંડેર પર પ્લાસ્ટર લગાવી રહ્યા હતા. દાયકાઓ જૂના ખટારા ગાડીને ઇલેક્ટ્રોવિક બતાવવાનો કેવો જોરદાર પ્રયાસ કરવામાં આવ્યો. તમે (વિપક્ષ) જેની પાછળ ચાલી રહ્યા છો તેમને આ દેશની ભાષા, આ દેશના સંસ્કારની સમજણ નથી. પેઢી દર પેઢી આ લોકો લાલ અને લીલા મરચા વચ્ચેનો તફાવત સમજી શક્યા નથી.
-વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓએ જીવતા રહેવા માટે પણ એનડીએનો સહારો લેવો પડ્યો. પણ ઘમંડ એટલો બધો હતો કે એનડીએમાં પણ બે ‘I’’ દોરાઈ ગયા. પોતાની જાતને બચાવવા NDA પણ ચોર્યું અને ઇન્ડિયાના પણ ટુકડા કરી નાખ્યા (I.N.D.I.A. માં ડોટ લગાવીને)