/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Parliament-Security-Breach-Mahesh-Kumawat-1.jpg)
સંસદ સુરક્ષા ભંગ મામલો - મહેશ કામાવતની ધરપકડ
Parliament Security Breach : સંસદ સુરક્ષા ભંગ કેસના છઠ્ઠા આરોપી મહેશ કુમાવતની શનિવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આરોપીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 7 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલી દીધો છે. પોલીસનો દાવો છે કે, તે અન્ય લોકો સાથે મળીને દેશમાં અરાજકતા ફેલાવવા માંગતો હતો. અગાઉ કલાકોની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના નાગૌર જિલ્લાનો રહેવાસી મહેશ પણ 13 ડિસેમ્બરે દિલ્હી આવ્યો હતો. બીજી તરફ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખીને કહ્યું છે કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.
મહેશની કેવી રીતે ધરપકડ કરવામાં આવી?
માહિતી શેર કરતી વખતે પોલીસે જણાવ્યું કે, મહેશ રાજસ્થાનમાં છુપાયો હતો. શરૂઆતમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મોબાઈલ સળગાવવામાં મહેશનો હાથ હોવાનું પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે. મહેશ પણ નીલમના સતત સંપર્કમાં હતો. સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા બે આરોપીઓમાંથી નીલમ એક હતી.
Parliament Security Breach | Delhi's Patiala House Court sent the sixth accused Mahesh to 7-day Police custodial remand in connection with the case.
Police claims that he alongwith others wanted to create anarchy in the country so that they can compel the government to meet…— ANI (@ANI) December 16, 2023
ઓમ બિરલાએ સાંસદોને પત્ર લખ્યો હતો
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને પત્ર લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, "ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મેં એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે, જે સંસદમાં સુરક્ષાના વિવિધ પાસાઓની સમીક્ષા કરશે અને કેવી રીતે આવી ઘટનાઓ ફરીથી ન બને તેની રૂપરેખા આપશે." સંસદની સુરક્ષામાં ક્ષતિઓ અંગે પ્રશ્નો ઉઠાવનારા ઘણા સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પત્રમાં સ્પીકરે કહ્યું છે કે, સસ્પેન્શન લોકસભાની પરંપરા મુજબ હતું.
આ ઘટના લોકસભાની કાર્યવાહી દરમિયાન 13 ડિસેમ્બરે બપોરે 1.12 વાગ્યે બની હતી. લોકસભાની કાર્યવાહી દરમિયાન ઓડિયન્સ ગેલેરીમાં હાજર બે લોકો નીચે કૂદી પડ્યા હતા અને એક વ્યક્તિના પગમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના પગમાં ધુમાડો કરવાના ટીન છુપાયેલા હતા. આ મામલા પછી આખો દેશ ચોંકી ગયો હતો કે, આટલી સુરક્ષા હોવા છતાં આવું કઈ રીતે થઈ શકે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us