Parliament Security Breach : લોકસભામાં સુરક્ષામાં ચૂક - સંસદમાં ધુમાડો કરવા માટે જે કલર ગેસ કનસ્તરનો કર્યો ઉપયોગ, તે શું છે?

Parliament Security Breach : બુધવારે સંસદમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે સંદિગ્ધ દર્શકો ગેલેરીમાંથી કૂદી ગયા હતા અને શૂઝમાંથી કલર ગેસ કનસ્તર (એક પ્રકારનો સ્પ્રે) બહાર કાઢીને પીળા રંગનો ધુમાડો કરવા લાગ્યા હતા

Parliament Security Breach : બુધવારે સંસદમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે સંદિગ્ધ દર્શકો ગેલેરીમાંથી કૂદી ગયા હતા અને શૂઝમાંથી કલર ગેસ કનસ્તર (એક પ્રકારનો સ્પ્રે) બહાર કાઢીને પીળા રંગનો ધુમાડો કરવા લાગ્યા હતા

author-image
Ashish Goyal
New Update
Colour Gas Canisters | Parliament Security Breach

સંસદમાં બે યુવકો કલર ગેસ કનસ્તર (એક પ્રકારનો સ્પ્રે) બહાર કાઢીને પીળા રંગનો ધુમાડો કરવા લાગ્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા)

Parliament Security Breach : બુધવારે સંસદમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે સંદિગ્ધ દર્શકો ગેલેરીમાંથી કૂદી ગયા હતા અને શૂઝમાંથી કલર ગેસ કનસ્તર (એક પ્રકારનો સ્પ્રે) બહાર કાઢીને પીળા રંગનો ધુમાડો કરવા લાગ્યા હતા. જેના કારણે સંસદમાં બધે જ ગાઢ ધુમાડો ફેલાયો હતો. તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાથી સંસદમાં ખળભળાટ મચી ગયો હતો. સંસદમાં આટલી મોટી ચૂકથી બધા ચોકી ગયા હતા. ત્યાં હાજર સાંસદો પણ ગભરાઇ ગયા હતા. અફરાતફરી જોવા મળી હતી. જોકે સાંસદો અને સુરક્ષાકર્મીઓએ તરત જ બંને આરોપીઓને પકડી લીધા હતા. આ ઘટના બાદ કાર્યવાહી થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

Advertisment

રંગીન ગેસ કનસ્કર શું છે?

આ એક પ્રકારના સ્મોક કેન અથવા સ્મોક બોમ્બ છે. આ રંગીન ગેસ કેનસ્તર લગભગ દરેક દેશમાં કાયદેસર છે. આ બજારોમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ રંગીન ધુમાડો દૂર કરવા માટે થાય છે. આ હાનિકારક નથી. તેનો ઉપયોગ સૈન્ય અભિયાનો, રમતગમતના કાર્યક્રમો અને ફોટોશૂટમાં પણ થાય છે. રંગીન ધુમાડાથી બ્રેકગ્રાઉન્ડને બદલી શકાય છે. આજકાલ લગ્નમાં સ્ટેજ પર પણ તેનું ચલણ જોવામાં આવે છે.

જ્યારે કોઇ સૈન્ય ગતિવિધિ હોય ત્યારે સ્મોક કેનનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવે છે, જેથી દુશ્મનોની નજરથી બચી શકાય. સ્મોક ગ્રેનેડમાંથી નીકળનારા ધુમાડામાંથી બનેલ સ્મોક સૈન્ય અભિયાનોને રક્ષણ આપે છે.

આ પણ વાંચો - કોણ છે ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા? જેમના વિઝિટર પાસથી સંસદમાં પહોંચ્યા હતા બે યુવકો

Advertisment

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું ધૂમ્રપાનથી કોઈ જોખમ નથી

આ ઘટના બાદ સ્પીકર ઓમ બિરલાએ ગભરાયેલા સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જાણકારી મળી છે કે આ ધુમાડાથી કોઈ ખતરો નથી.

ગુરુગ્રામમાં રોકાયા હતા ષડયંત્રમાં સામેલ 6 લોકો, 5ની ધરપકડ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં 6 લોકોનો હાથ હોવાની આશંકા છે. તે બધા ગુરુગ્રામમાં રોકાયા હતા. પોલીસે તેમાંથી પાંચની ધરપકડ કરી છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે વિક્કી શર્મા નામના એક વ્યક્તિ અને તેની પત્નીને ગરુગ્રામથી અટકાયતમાં લીધા છે.

સંસદ લોકસભા દેશ