/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Parliament-security-breach-case.jpg)
Parliament security breach case
Parliament Security Breach : સંસદમાં ધુમાડાના હુમલા બાદ તમામ આરોપીઓની હાલત કફોડી છે. પોલીસે હાલમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ભવિષ્યમાં વધુ કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે છે. હાલમાં પોલીસ કાવતરાખોરોની સતત પૂછપરછ કરી રહી છે, અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. હુમલો કેમ થયો, કયા હેતુથી થયો, તેમની સાથે કોણ હતું, જેવા અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓને આ સવાલો કરી રહી છે
કોની સલાહ પર તમે સંસદમાં ધુમાડો હુમલો કર્યો?
આ આયોજન કોણે કર્યું, કેવી રીતે નક્કી થયું કે કોણ અંદર જશે, કોણ બહાર જશે?
પ્રથમ વખત સૌ ક્યારે મળ્યા, કેવી રણનીતિ બની?
13 ડિસેમ્બર પહેલા તમે કેટલી વાર મળ્યા, ક્યાં મળ્યા?
સ્મોક બોમ્બ લાવવા પાછળ કોણ જવાબદાર હતું, તે ક્યાંથી આવ્યો?
13મી ડિસેમ્બરે જ હુમલો શા માટે, કોઈ ખાસ કારણ?
યોજના વિશે કોને ખબર હતી?
હુમલા પાછળનો સાચો હેતુ શું હતો?
કોઈ આતંકવાદી સંગઠન સાથે સંપર્ક હતો કે નહીં?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us