સંસદના શિયાળુ સત્રમાં જન્મ અને મૃત્યુના આંકડાઓ મારફતે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટાર (NPR)ને અપડેટ કરવાની મંજૂરી આપતો ખરડો કેન્દ્રની ભાજપ સરકાર લાવી શકે છે. આ ખરડામાં ભારતના રજિસ્ટ્રાર જનરલને જન્મ અને મૃત્યુ અંગેનો એક ડેટાબેસ જાળવી રાખવા અને NPRને અપડેટ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
જન્મ અને મૃત્યુની નોંધણી (RBD) અધિનિયમ, 1969માં સંશોધન કરવા માટે આ ખરડાને જાહેર સૂચનો અને ટિપ્પણીઓ માટે ઓક્ટોબર 2021માં ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસ્તાવિત બિલ અનુસાર મતદાર યાદી, આધારકાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરવા માટે પણ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.
સરકાર કલમ- 3Aનો ઉમેરો કરીને RBD એક્ટની કલમ-3માં સુધારો કરવા માંગે છે, જેમાં જણાવ્યુ છે કે: “રજીસ્ટ્રાર જનરલ, સમગ્ર ભારતમાં જન્મ અને મૃત્યુના ડેટાબેઝને જાળવી રાખશે, જેનો ઉપયોગ તેમની મંજૂરી મેળવીને કરી શકાશે. કેન્દ્ર સરકાર નાગરિકતા અધિનિયમ- 1955 (Citizenship Act 1955) હેઠળ તૈયાર કરાયેલા જનસંખ્યા નોંધણીને અપડેટ કરવા; જનપ્રતિનિધિત્વ અધિનિયમ- 1951 (Representation of People Act 1951) હેઠળ તૈયાર કરાયેલ મતદાર રજીસ્ટર અથવા મતદાર યાદી; આધાર અધિનિયમ- 2016 હેઠળ તૈયાર કરાયેલ આધાર ડેટાબેઝ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA) હેઠળ તૈયાર કરાયેલ રેશન કાર્ડ ડેટાબેઝ; પાસપોર્ટ એક્ટ હેઠળ તૈયાર કરાયેલ પાસપોર્ટ ડેટાબેઝ; અને મોટર વાહન (સુધારા) અધિનિયમ, 2019 હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ ડેટાબેઝ અને રાષ્ટ્રીય સ્તરે અન્ય ડેટાબેઝ RBD એક્ટ, 1969ની કલમ 17 (1) ની જોગવાઈને આધીન છે.”

આ હેતુ માટે મુખ્ય રજિસ્ટ્રારોને રાજ્ય સ્તર પર નાગરિકોની નોંધણીના રેકોર્ડના એક્ત્ર કરાયેલા આંકડઓ જાળવી રાખવા માટે પગલાંઓ લેવા અને તેને ભારતના રજિસ્ટ્રાર જનરલ (Registrar General of India) દ્વારા તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રીય સ્તરના ડેટાબેઝ સાથે સંકલિત કરવાની મંજૂરી આપવા માટે ડ્રાફ્ટ બિલની કલમ-4માં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે.
સરકારે કલમ-8માં પણ સંસોધન કરવાની દરખાસ્ત કરી છે જે નાગરિકો અને ઘરના વડાઓની જન્મ અને મૃત્યુ અંગેની માહિતી આપવાની જરૂરિયાત સાથે સંબંધિત છે. એક કલમ મારફતે જણાવાયુ છે કે, જવાબદારો લોકોએ “જો ઉપલબ્ધ હોય તો, માતા-પિતા અને જન્મના કિસ્સામાં માહિતી આપનાર અને મૃતક, માતા-પિતા, પતિ અથવા પત્ની અને મૃત્યુના કિસ્સામાં માહિતી આપનારનો આધાર નંબર” આપવાની જરૂર પડશે.
આ ડ્રાફ્ટ બિલમાં “બિન-સંસ્થાકીય દત્તક લેવા”, “સિંગલ પેરેન્ટ્સ / અપરિણીત માતાના ગર્ભમાંથી જન્મેલા બાળક” અને “બાળ ઉછેર સંસ્થામાં અનાથ, ત્યજી દેવાયેલા અથવા મૂકવામાં આવેલા બાળક”નો સમાવેશ કરવામાં આવ્યા છે. આ ખરડામાં “સૌથી વૃદ્ધ વ્યક્તિ” ને જન્મ અને મૃત્યુની માહિતી આપવા માટે ઘરના “સૌથી વૃદ્ધ પુરુષ” શબ્દમાં પણ સુધારો કરાયો છે.
કલમ-17માં એક નિયમનો ઉમેરો કરાયો છે, જે જન્મ અને મૃત્યુ નોંધણીની શોધખોળ અને જન્મ અને મૃત્યુના પુરાવા તરીકે આ પ્રમાણપત્રોની રજૂઆત સાથે સંબંધિત છે, સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે આ પ્રમાણપત્રોનો ઉપયોગ વ્યક્તિની જન્મ તારીખ અને સ્થળ સાબિત કરવા માટે કરવામાં આવશે, જન્મ સમયના અને ત્યારબાદના શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ; ઇશ્યૂ કરાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ ; મતદાર યાદીની તૈયારી; લગ્નની નોંધણી; કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં નિમણૂક; અને વૈધાનિક સંસ્થાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળ સ્વાયત્ત સંસ્થાઓ; ઇશ્યૂ કરાયેલા પાસપોર્ટ જારી; નિયમ દ્વારા નિર્ધારિત અન્ય બાબતો સામેલ છે.”
કલમ-23માં સંશોધન મારફતે, જે માહિતીને રોકવા માટેના દંડ સાથે સંબંધિત છે, જેમં સરકારે વ્યક્તિ અથવા સંસ્થા પર દંડ અથવા મૃત્યુ દીઠ 1,000 રૂપિયા સુધીનો દંડ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે પહેલા માત્ર 50 રૂપિયા હતો.
સરકાર આ ડ્રાફ્ટ બિલ હેઠળ સંબંધિત ઓથોરિટી દ્વારા માહિતી પ્રાપ્ત થયા બાદ જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો જારી કરવા માટે એક સપ્તાહનો સમય નિર્ધારિત કરતી કલમ-12માં સુધારાની દરખાસ્ત કરી છે.
આ ડ્રાફ્ટ બિલમાં તબીબી સંસ્થાઓ માટે “રજિસ્ટ્રારને મૃત્યુના કારણનું પ્રમાણપત્ર અને જણાવી શકાય તેવા ફોર્મમાં નજીકના સંબંધીને એક નકલ” આપવાનું પણ ફરજિયાત બનાવ્યું છે.