Parliament Winter Session Live: સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે. આજે પણ સંસદમાં વિરોધના આસાર છે. વિપક્ષના 143 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદો દ્વારા મોદી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સસ્પેન્સનને લોકશાહી માટે હિન કૃત્ય ગણાવી રહ્યા છે. જેના વિરોધ માટે વિરોધ પક્ષના ગઠબંધન ઇન્ડિયા દ્વારા આજે વિજય ચોકથી સંસદ સુધી વિરોધ પ્રદર્શન કરાયું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડી સમન્સ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઇડી દ્વારા જારી કરાયેલું આ સમન્સ પણ અગાઉ જારી કરાયેલ અન્ય એજન્સીઓની જેમ અવૈદ્ય છે. ઇડીએ આ સમન્સ પરત લેવું જોઇએ કારણ કે આ રાજકીય પ્રેરિત છે. હું મારુ જીવન ઇમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યો છું. મારી પાસે છુપાવા જેવું કંઇ પણ નથી.
લોકસભામાં કોંગ્રેસ ચીફ વ્હિપનું મોટું નિવેદન
લોકસભામાં કોંગ્રેસના ચીફ વ્હિપ કે સુરેશે કહ્યું કે, આજે રાજ્યસભાની એક બેઠક બાદ એલઓપી મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં અમારા નેતાઓ સંસદથી વિજય ચોક સુધી વિરોધ પ્રદર્શન કરશે. સંસદની સુરક્ષામાં ચૂકની ઘટના અંગે સરકાર કેમ કોઇ જવાબ નથી આપી રહી?
મોદી સરકારને બેનકાબ કરીશું – કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસ સાંસદ મનિકમ ટેગોરે કહ્યું કે, અમે સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અને ભાજપ સાંસદ પ્રતાપ સિંહા વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા જેને પગલે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા. સરકારની આવી નીતિનો અમે વિરોધ કરતા જ રહીશું. અમિત શાહ અને પીએમ મોદીને ભારતની જનતા સામે બેનકાબ કરાશે.