Passport Index 2023: ભારતીય પાસપોર્ટ વધારે પાવરફુલ થયો, 57 દેશોમાં વીઝા વગર જઇ શકાશે, ક્યા દેશનો પાસપોર્ટ સૌથી વધારે પાવરફુલ છે

Most Powerful Passport list: પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 અનુસાર ભારતીય પાસપોર્ટ પહેલા કરતા વધારે પાવરફુલ થયો છે આથી દુનિયાના 57 દેશોમાં ભારતીયો હવે વીઝા વગર પ્રવાસે જઇ જશે, આ 57 દેશો ક્યા ક્યા છે જાણો

Most Powerful Passport list: પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 અનુસાર ભારતીય પાસપોર્ટ પહેલા કરતા વધારે પાવરફુલ થયો છે આથી દુનિયાના 57 દેશોમાં ભારતીયો હવે વીઝા વગર પ્રવાસે જઇ જશે, આ 57 દેશો ક્યા ક્યા છે જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
passport | indian passport | passport index 2023 |

ભારતનો પાસપોર્ટ (ફાઇલ ફોટો)

Henley Passport Index 2023 : ભારતનો પાસપોર્ટ પહેલા કરતા વધારે પાવરફુલ થયો છે. તાજેતરમાં જાહેર થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારતીય પાસપોર્ટ 5 ક્રમ વધીને હાલ 80માં ક્રમે આવી ગયો છે. જ્યારે પાછલા વર્ષે 192 દેશોના પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ 85માં ક્રમે હતો. પાસપોર્ટ ઇન્ડેક્સમાં રેન્કિંગ સુધરતા ભારતીયો હવે વીઝા વગર દુનિયા 57 દેશોમાં જઇ શકશે. જાણો દુનિયાના ક્યા દેશનો પાસપોર્ટ સૌથી પાવરફલ છે

Advertisment

ભારતીય પ્રવાસીઓ 57 દેશોમાં વીઝા વગર ફરી શકશે

પાસપોર્ટ ઇન્ડેક્સના રેન્કિંગ જાહેર થયા બાદ હવે ભારતીય પ્રવાસીઓ વીઝા વિના વિશ્વના 57 દેશોની મુલાકાત લઈ શકશે. એટલે કે આ તમામ 57 દેશોમાં ભારતીયો વીઝા વગર જઇ શકશે અને ત્યાં ફરી શકશે. એટલે ભારતીયો તેમના પાસપોર્ટના આધારે દુનિયાના 57 દેશોમાં જઈ શકશે, ત્યાં જવા માટે વીઝાની જરૂર નહીં પડે.

ક્યા દેશનો પાસપોર્ટ સૌથી પાવરફુલ છે?

પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 અનુસાર દુનિયાનો સૌથી મજબૂત પાવરફુલ પાસપોર્ટ સિંગાપોરનો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર સિંગાપોરે જાપાનને પાછળ છોડીને વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ તરીકે સ્થાન મેળવ્યું છે. હવે સિંગાપોરના લોકો માત્ર પાસપોર્ટના આધારે વીઝા વગર દુનિયાના 192 દેશોની મુલાકાત લઈ શકે છે. રેન્કિંગ મુજબ, જાપાન પાંચ વર્ષ સુધી દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટના ટોચના સ્થાને રહ્યા બાદ હાલ ત્રીજા સ્થાને આવી ગયું છે.

પાસપોર્ટ ઇન્ડેક્સમાં જાપાન અને અમેરિકાની પીછેહઠ

પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં જાપાન સહિત અમેરિકા અને બ્રિટનની પણ પીછેહઠ થઇ છે. રિપોર્ટ અનુસાર, જાપાની પાસપોર્ટના સંદર્ભમાં વીઝા ફ્રી એન્ટ્રી કરી શકાય જેવા દેશોની સંખ્યામાં ઘટાડો થયો છે. તો એક દાયકા પહેલા પાસપોર્ટ રેન્કિંગમાં ટોચ પર રહેલું અમેરિકા બે સ્થાન નીચે સરકીને હાલ આઠમા સ્થાને પહોંચી ગયું છે. તો બ્રિટન પાસપોર્ટ ઇન્ડેક્સમં બે ક્રમની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયું છે.

Advertisment

177 દેશો માટે વીઝા જરૂરી

ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટનો ઉપયોગ કરીને ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રવાન્ડા, જમૈકા અને શ્રીલંકા જેવા દેશોમાં જઈ શકશે. જો કે ભારતીય પાસપોર્ટ ધારકોએ હજુ પણ 177 દેશોમાં પ્રવેશવા માટે વીઝાની જરૂર પડશે. ભારતીય પાસપોર્ટ ધારકોને ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને રવાંડા જેવા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી અને વિઝા ઓન અરાઈવલ મળે છે.

અલબત્ત, ભારતીય નાગરિકોને વિશ્વભરના 177 સ્થળો જેમ કે ચીન, જાપાન, રશિયા, યુએસ અને સમગ્ર યુરોપિયન યુનિયનના દેશોમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડે છે. સૌથી નબળા પાસપોર્ટની વાત કરીએ તો અફઘાનિસ્તાનનું નામ સૌથી ઉપર છે. ત્યારબાદ ઈરાક અને સીરિયાનો પાસપોર્ટ પણ સૌથી નબળો છે.

આ 57 દેશોમાં ભારતીયોને વીઝા વગર એન્ટ્રી મળશે

ભારતીય પાસપોર્ટ ધારકો જે 57 દેશોમાં વીઝા વગર એન્ટ્રી મેળવી શકે છે તેવા દેશોમાં - ભૂટાન, બોલિવિયા, બ્રિટિશ વર્જિન ટાપુઓ, બુરુન્ડી, કંબોડિયા, કેપ વર્ડે ટાપુઓ, કોમોરો ટાપુઓ, જબુટી, ડોમિનિકા, અલ સાલ્વાડોર, ફિજી, ગેબોન, ગ્રેનાડા, ગિની-બિસાઉ, હૈતી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, લાઓસ , મકાઓ (SAR ચાઇના), મેડાગાસ્કર, માલદીવ્સ, માર્શલ આઇલેન્ડ્સ, મોરિટાનિયા, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોન્ટેમોન્ટ ટેસેરાટ, મોઝામ્બિક, મ્યાનમાર, નેપાળ, નીયુ, ઓમાન, પલાઉ આઇલેન્ડ્સ, કતાર, રવાન્ડા, સમોઆ, સેનેગલ, સેશેલ્સ, સિએરા લિયોન, વિસા- સોમાલિયા, શ્રીલંકા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ, તાંઝાનિયા, થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે, ચેલાડેના, ત્રિનિદાદ અને ટોબેગો, ટ્યુનિશિયા, તુવાલુ, વનુઆતુ અને ઝિમ્બાબ્વેમાં વીઝા વગર જઇ શકાશે.

અમેરિકા ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ દેશ